Gujarat Exclusive > દેશ-વિદેશ > કોંગ્રેસમાં લેટર બોમ્બ ફૂટ્યોઃ આઝાદ, સિબ્બલ, આનંદ શર્માના કદ વેતરાયા

કોંગ્રેસમાં લેટર બોમ્બ ફૂટ્યોઃ આઝાદ, સિબ્બલ, આનંદ શર્માના કદ વેતરાયા

0
90
  • કોંગ્રેસ સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા
  • સોનિયા ગાંધીને પત્ર લખનારા 23 નેતાઓ પર પડી ગાજ
  • આઝાદ અને શર્મા હવે માત્ર કારોબારીના સભ્ય રહેશે
  • રણદીપ સિંહ સુરજેવાલાને પ્રમોશન આપવામાં આવ્યું

નવી દિલ્હીઃ કોંગ્રેસ સંગઠનમાં સુક્રવારે ધરમૂળથી ફેરફાર થઇ ગયો. પક્ષ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખનારા 23 નેતાઓના કદ વેતરી નાંખવામાં આવ્યા. આ નેતાઓમાં ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ અને આનંદ શર્માનો સમાવેશ થાય છે. જ્યારે રણદીપ સિંહ સુરજેવાલાને પ્રમોશન અપાયું છે.

શુક્રવારે કોંગ્રેસમાં મોટાપાયે કરાયેલા ફેરફારમાં ગુલામ નબી આઝાદને હરિયાણાના પ્રભારી મહામંત્રી પદેથી હટાવી દીધા. તેમની સોનિયા ગાંધીના સલાહકાર સમિતિમાં પણ સામેલ કરાયા નહીં. આઝાદ અને આનંદ શર્મા માત્ર કારોબારી સમિતિના સભ્ય રહેશે. જ્યારે જતિન પ્રસાદને બંગાળના પ્રભારી બનાવી દેવાયા.

આ પણ વાંચોઃ UP Election: કોંગ્રેસે કમિટીઓની કરી રચના, અનેક મોટા ચહેરા ચૂંટણી ટીમમાંથી બહાર

આશાકુમારીની પંજાબમાંથી હકાલપટ્ટી કરાઇ છે. હરિશ રાવત હવે પંજાબ કોંગ્રેસના પ્રભારી રહેશે. પક્ષમાં રણદીપ સિંહ સુરજેવાલાનું કદ વધારવામાં આવ્યું છે. તેઓ મહામંત્રી તરીકે જળવાઇ રહ્યા છે. ઉપરાંત તેમને સોનિયા ગાંધીની સલાહકાર સમિતિમાં પણ સામેલ કરાયા છે.

રાહુલની પોઝિશન હજુ પણ ઉપર

કોંગ્રેસ કારોબારીમાં રાહુલ ગાંધીની પોઝિશન હજુ પણ ઉપર છે. સોનિયા ગાંધી અને મનમોહન સિંઘ બાદ તેઓ ત્રીજા સ્થાને છે. જ્યારે રાહુલ ગાંધીની વિશ્વાસુ મધુસુદન મિસ્ત્રીનું કદ પણ વધી ગયું. સાથે અરવિન્દર સિંહ લવલીનું પણ પ્રમોશન થયું છે.

નોંધનીય છે કે રાજસ્થાનમાં જ્યારે રાજકીય કટોકટી ચાલી રહી હતી. ત્યારે ગુલામ નબી આઝાદ સહિતના કોંગ્રેસના 23 નેતાઓએ સેનિયા ગાંધીને પત્ર લખી સંગઠનમાં ચૂંટણી કરાવવાની હિમાયત કરી હતી. જેના પગલે સોનિયા ગાંધી નારાજ થયાં હતા. જ્યારે રાહુલ ગાંધીએ તો આને બળવો ગણાવી ભાજપ સાથે સાંઠ-ગાંઠનો આરોપ પણ મૂકી દીધો હતો. તેની અસર કોંગ્રેસ કારોબારીમાં પણ જોવા મળી હતી. પરંતુ પછી કથિત રીતે બધુ થાળે પડી ગયું હતું.

આ પણ વાંચોઃ…તો 50 વર્ષ સુધી પાર્ટી વિપક્ષમાં જ રહેશે! ગુલામ નબી આઝાદે કોંગ્રેસને ચેતવી

પરંતુ ગુલામ નબી આઝાદે ત્યાર બાદ પણ મીડિયા સમક્ષ નિવેદનો ચાલુ રાખતા તેમના પર ગાજ પડશે, તે તોનિશ્ચિત જ હતું. તેમને પક્ષમાંથી આઝાદ કરવી એટલે કે કાઢઈ મૂકવા સુધીની માગ ઊઠી હતી.

ત્યાર બાદ કોંગ્રેસ (Congress)માં ચાલતુ ઘમાસાણ રોકાય તેમ લાગતું નહતુ. ગયા વર્ષે પક્ષમાંથી નીકાળવામાં આવેલા નવ વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓએ કોંગ્રેસના વચગાળાના વડા સોનિયા ગાંધી(Sonia Gandhi)ને એક પત્ર મોકલ્યો હતો, જેમા કહેવામાં આવ્યું હતું  કે પક્ષ (Party)ને ઇતિહાસ બનવાથી બચાવી લો. તેની સાથે તેમને કુટુંબ (Family)ના મોહથી ઉપર ઉઠને કામ કરવાની અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર પર હુમલો, ‘યુવાઓને ભાષણ નહીં નોકરી જોઇએ’

ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ સાંસદ સંતોષસિંહ, પૂર્વ મંત્રી સત્યદેવ ત્રિપાઠી, ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનોદ ચૌધરી, ભૂધર નારાયણ મિશ્રા, નેકચંદ પાંડે, સ્વયં પ્રકાશ ગોસ્વામી અને સંજીવસિંહની સહીવાળા પત્રમાં કહેવાયું છે કે કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં તેના અત્યંત ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.