Gujarat Exclusive > રાજનીતિ > નવી શિક્ષા નીતિનું કોંગ્રેસની નેતાએ કર્યું સમર્થન, રાહુલ ગાંધીની માંગી માફી

નવી શિક્ષા નીતિનું કોંગ્રેસની નેતાએ કર્યું સમર્થન, રાહુલ ગાંધીની માંગી માફી

0
60
  • મારો અભિપ્રાય મારી પાર્ટીથી વિપરીત, પરંતુ ભાજપમાં નથી જઈ રહી

  • નવી એજ્યુકેશન પોલિસીમાં રહેલી ખામીઓ દૂર કરે મોદી સરકાર

  • હું રોબોટની જેમ માથું ધૂણાવા કરતા તથ્યો પર વાત કરીશ

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે નવી શિક્ષણ નીતિની (New Education Policy) જાહેરાત કરી દીધી છે. આ 21મીં સદીની નવી શિક્ષણ નીતિનું કેટલાક લોકો સ્વાગત કરી રહ્યાં છે, તો કેટલાક વિરોધ પણ કરી રહ્યા છે. ફિલ્મ એક્ટ્રેસ અને કોંગ્રેસના મહિલા નેતા ખુશ્બુ સુંદરે આ શિક્ષણ નીતિની પ્રશંસા કરી છે.

ખુશ્બૂ સુંદરે ટ્વીટ કરીને જણાવ્યું કે,

“નવી શિક્ષણ નીતિ 2020 પર મારૂ સ્ટેન્ડ મારી પાર્ટીથી વિપરીત છે. આથી આ મામલે હું રાહુલ ગાંધીની માફી માંગુ છું. જો કે હુ માત્રે કઠપૂતળી કે રોબોટની જેમ માથું ધૂણાવા કરતાં તથ્યો પર વાત કરું છું. આપણા નેતાઓથી આપણે સહમત ના હોઈ શકીએ, પરંતુ નાગરિક તરીકે બહાદૂરી પૂર્વક આપણો વિચાર જરૂર રજૂ કરી શકીએ છીએ.”

પોતાના અન્ય એક ટ્વીટમાં સુંદરે જણાવ્યું કે,
રાજનીતિ માત્ર વિરોધ કરવા માટે જ નથી. આ બાબતે આપણે સાથે મળીને કામ કરવાનું છે. ભાજપ અને પ્રધાનમંત્રી કાર્યાલયે તેને સમજવું પડશે. એક વિપક્ષ તરીકે અમે તેને વિગતવાર તપાસીશું અને તેની ખામીઓ પણ જોઈશું. ભારત સરકારે નવી શિક્ષણ નીતિ સાથે સંકળાયેલી ખામીઓને લઈને દરેક જણને વિશ્વાસમાં લેવા જોઈએ.

નવી એજ્યુકેશન પોલિસી પર ખુશ્બૂ સુંદરે અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે,

“હું સકારાત્મક બાજુ જોવાનું વધારે પસંદ કરુ છુ અને નકારાત્મક બાબતો પર કામ કરું છું. અમારે સમસ્યાઓના સમાધાનની રજૂઆત કરવાની છે. માત્ર ઊંચો અવાજ નથી ઉઠાવવાનો, વિપક્ષનો અર્થ, દેશના ભવિષ્ય માટે કામ કરવાનો પણ છે.”

ખુશ્બુ સુંદરે એ પણ જણાવ્યું કે,

“સંઘના લોકો રિલેક્સ થઈ શકે છે, પરંતુ હું ભાજપમાં નથી જઈ રહી. મારો અભિપ્રાય મારી પાર્ટીથી અલગ હોઈ શકે છે. જો કે હું મારા વિચાર સાથે એક સ્વતંત્ર વ્યક્તિ છું. હાં નવી શિક્ષણ નીતિમાં કેટલીક જગ્યાએ ખામીઓ છે, પરંતુ મને નથી લાગતુ કે આપણે સકારાત્મક્તા સાથે પરિવર્તનને જોઈ શકીએ છીએ.”

આ પણ વાંચો: ભ્રષ્ટાચાર કેસમાં જયા જેટલીને રાહત, 4 વર્ષની સજા પર દિલ્હી હાઈકોર્ટની રોક

એજ્યુકેશન પોલિસીમાં પરિવર્તન
મોદી સરકારે 34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે. લગભગ 2 લાખ સૂચનો બાદ નવી શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે. જે પ્રમાણે, 10+2ને અલગ-અલગ ફોર્મેટમાં 5+3+3+4ના ફોર્મેટમાં ફેરવી દેવામાં આવ્યું છે.

હવે સ્કૂલના પ્રથમ 5 વર્ષમાં પ્રી-પ્રાઈમરી સ્કૂલના 3 વર્ષ અને ધોરણ-1 અને 2 સહિત ફાઉન્ડેશન સ્ટેજમાં સામેલ થશે. જે બાદ આગામી 3 વર્ષને ધોરણ-3 થી 5ની તૈયારીના તબક્કામાં વિભાજિત કરવામાં આવશે. આ સિવાય શિક્ષા પદ્ધતિને લઈને પણ અનેક પ્રકારના પરિવર્તન કરવામાં આવ્યા છે. તમાન ઈન્સ્ટીટ્યૂટ માટે એક જ એન્ટ્રેસ એક્ઝામ રહશે. પ્રાદેશિક ભાષાઓમાં પણ ઓનલાઈન કોર્સ હશે.