Gujarat Exclusive > The Exclusive > ભરતીના નામે સરકારે ગુજરાતના યુવાનો પાસેથી ફોર્મ ફી પેટે 100 કરોડ વસૂલ્યાંઃ કોંગ્રેસ

ભરતીના નામે સરકારે ગુજરાતના યુવાનો પાસેથી ફોર્મ ફી પેટે 100 કરોડ વસૂલ્યાંઃ કોંગ્રેસ

0
72
  •  6000થીવધુ શાળા મર્જ, વિલીનીકરણ તેમ જ બંધ કરવાનો નિર્ણય 
  • રાજયમાં 8 જુદી જુદી ભરતી પ્રક્રિયામાં નિમણૂંક બાકીઃ મનીષ દોશી
  • તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરવા કોંગ્રેસની માંગ

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજય સરકારે વિવિધ ભરતી પ્રક્રિયાના નામે ગુજરાતના યુવાનો પાસેથી 100 કરોડ રૂપિયા ફોર્મ ફી પેટે વસૂલ્યાં છે. છતાં ય રાજયમાં 8 જુદી જુદી ભરતી પ્રક્રિયામાં નિમણૂંક બાકી છે. જયારે 14 વિવિધ ભરતી પ્રક્રિયાનું પરિણામ જાહેર કરાયું નથી.  36 વિવિધ ભરતીમાં ફોર્મ ભરાયેલા છે. પરીક્ષા, ઇન્ટરવ્યૂની તારીખ જાહેર કરવાની બાકી છે. તેમાંય વિદ્યાસહાયકની છેલ્લાં ચાર વર્ષથી ભરતી કરવામાં આવી નથી. આ ઉપરાંત રાજય સરકારે 6,000 કરતાં વધુ શાળાઓને મર્જ, વિલીનીકરણ તેમ જ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

આમ ભાજપ સરકારની નીતિ શિક્ષક વગરની શાળા, શાળા વિનાના ગામ જેવી છે. બીજી તરફ ખાનગીકરણને મહત્વ આપતી જાય છે.

આ પણ વાંચોઃ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાનું કદ વધ્યું, હવે Z કેટેગરીની સુરક્ષા

રાજ્યમાં 30000 શિક્ષકોની જગ્યા ખાલી

ભાજપ સરકારને આડે હાથ લેતાં ડો. દોશીએ વધુમાં કહ્યું કે,

“વિધાનસભામાં રાજય સરકારના સ્વીકાર્યા પ્રમાણે સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં 30 હજાર કરતાં વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. જેથી સરકારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 5106 શિક્ષણ સહાયકોની ભરતીની જાન્યુઆરી 2020માં જાહેરાત આપી હતી. જેમાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 1913 તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3193 શિક્ષણ સહાયકોની જગ્યા ખાલી છે .પરંતુ આ જાહેરાત માત્ર કાગળ પર રહેવા પામી છે.”

રાજય સરકાર ડિજીટલ ગુજરાતની વાત કરે છે

“વધુમાં 10 વર્ષ કરતાં વધુ સમયથી રાજયમાં સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં કોમ્પ્યુટર, ચિત્ર,સંગીત, વ્યાયમ શિક્ષકોની ભરતી જ કરવામાં આવી નથી. એક તરફ રાજય સરકાર ડિજીટલ ગુજરાતની વાત કરે છે. બીજીબાજુ કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરતી નથી. રાજયના કમિશ્નર ઓફ સ્કૂલે લેખિતમાં જણાવ્યું કે, ચિત્ર, વ્યાયમ, સંગીત અને કોમ્પ્યુટર તે વૈકલ્પિક વિષય છે. આ જવાબથી ભવિષ્યમાં આ વિષયોમાં સરકાર શિક્ષકોની ભરતી કરવા માંગતી નથી તે સ્પષ્ટ થાય છે. તે જ રીતે સરકાર રમશે ગુજરાતની જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ વ્યાયમ શિક્ષકોની જ જગ્યા ભરવામાં આવતી નથી.

આ પણ વાંચોઃ માત્ર રાજધાની એક્સપ્રેસમાંથી મળેલા કોરોના પોઝિટિવનો આંકડો 100ને પાર

ડો. દોશીએ વધુમાં સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે, વાંચે ગુજરાતની વાતો કરનારી સરકારે લાયબ્રેરિયનની 10 વર્ષ કરતાં વધુ સમયથી ભરતી જ કરી નથી. ત્યાં સુધી કે લાયબ્રેરીની ગ્રાન્ટ બંધ કરી છે.