Gujarat Exclusive > રાજનીતિ > UP Election: કોંગ્રેસે કમિટીઓની કરી રચના, અનેક મોટા ચહેરા ચૂંટણી ટીમમાંથી બહાર

UP Election: કોંગ્રેસે કમિટીઓની કરી રચના, અનેક મોટા ચહેરા ચૂંટણી ટીમમાંથી બહાર

0
83
  • કોંગ્રેસના ‘અસહમત નેતા’ઓ ચૂંટણી ટીમમાંથી બહાર

  • સલમાન ખુર્શીદ, રાશિદ અલવી અને પીએલ પુનિયાને સોંપાઈ મોટી જવાબદારી

લખનઉ: કોંગ્રેસ (Congress) ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Election) માટે મેનિફેસ્ટો કમિટી (Manifesto Committee) સહિત કુલ 7 સમિતિઓની રચના કરી છે. આ સમિતિઓમાં પાર્ટીના અનેક મોટા નેતાઓને જગ્યા નથી મળી. કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફારને લઈને સોનિયા ગાંધી (Sonia Gandhi)ને લેટર લખનારા 23 નેતાઓમાં સામેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ (Jitin Prasada)ને આમાંથી કોઈ પણ કમિટીમાં સ્થાન નથી આપવામાં આવ્યું.

અંગ્રેજી અખબર ધી ઈન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે, ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાજ બબ્બર અને કોંગ્રેસના ઝારખંડ પ્રભારી આરપીએન સિંહને પણ સમિતિઓમાં જગ્યા નથી મળી.

કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી રવિવારે જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ માટે મેનિફેસ્ટો કમિટી, મેમ્બરશિપ કમિટી, સંપર્ક સમિતિ, કાર્યક્રમ ક્રિયાન્વયન સમિતિ, પ્રશિક્ષણ અને કૈડર વિકાસ સમિતિ, પંચાયતી રાજ ચૂંટણી સમિતિ અને મીડિયા પરામર્શ સમિતિની રચનાને મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો: કોરોનાથી સ્વસ્થ થઈને ફરીથી સંક્રમિત, બેંગલુરૂમાં રી-ઈન્ફેક્શનનો પ્રથમ કેસ

પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નિર્મલ ખત્રી અને પૂર્વ MLC નસીબ પઠાણ જેવા, એવા નેતાઓને આ સમિતિઓમાં સ્થાન મળ્યું છે. જેમણે પત્ર લખનારા 23 નેતાઓને આડેહાથ લીધા હતા. ખત્રીએ પ્રશિક્ષણ અને કેડર વિકાસ સમિતિ, જ્યારે નસીબ પઠાણને કાર્યક્રમ ક્રિયાન્વયન સમિતિમાં જગ્યા મળી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ અને પીએલ પુનિયાને મેનિફેસ્ટો કમિટીમાં જગ્યા મળી છે. આ ઉપરાંત પ્રમોદ તિવારીને સંપર્ક સમિતિ, નૂર બાનોને કાર્યક્રમ ક્રિયાન્વયન સમિતિ, અનુગ્રહ નારાયણ સિંહને મેમ્બરશિપ કમિટી, રાજેશ મિશ્રાને પંચાયતી રાજ સમિતિ અને રાશિદ અલવીને મીડિયા એડવાઈઝરી કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગત લોકસભા ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાને ઉત્તર પ્રદેશ કોંગ્રેસની જવાબદારી સોંપી હતી. જો કે એ ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી કોઈ ચમત્કાર સર્જી શક્યા નહતા. આટલું જ નહીં, કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પોતાનું સૌથી વધુ નિરાશાજનક પ્રદર્શન કર્યુ હતું. સોનિયા ગાંધીએ રાયબરેલીની બેઠક જીતી હતી. જ્યારે રાહુલ ગાંધીનો ભાજપના સ્મૃતિ ઈરાની સામે અમેઠી બેઠક પરથી કારમો પરાજય થયો હતો.