Gujarat Exclusive > દેશ-વિદેશ > લક્ષ્યમાં ઋતિક સાથે દેખાયેલા કર્નલ ચૌહાણનું માર્ગ અકસ્માતમાં નિધન

લક્ષ્યમાં ઋતિક સાથે દેખાયેલા કર્નલ ચૌહાણનું માર્ગ અકસ્માતમાં નિધન

0
86
  • બીકાનેર-જયપુર હાઇવે પર ગાડી પલટાતા દુર્ઘટના
  • મેજર નીરજ શર્મા પણ ભોગ બન્યા, બે જવાન ઘાયલ

બીકાનેરઃ ફિલ્મ લક્ષ્યમાં ઋતિક રોશન સાથે દેખાયેલા કર્નલ એમએસ ચૌહાણ સહિત આર્મીના 2 અધિકારીઓના અકસ્માતમાં નિધન થઇ ગયું. શનિવારે રાજસ્થાનના બીકાનેર-જયપુર નેશનલ હાઇવે પર આ અકસ્માત થયું. હતું. જેમાં સેનાની ગાડીનું ટાયર ફાટી જતા નિયંત્રણ ગુમાવી પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં અન્ય બે જવાન ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.

19મી ઇન્ફન્ટરી રેજિમેન્ટના હતા

સંરક્ષણ પ્રવક્તા કર્નલ સંબિત ઘોષે જણાવ્યું કે દુર્ઘટનામાં 19મી ઇન્ફન્ટરી રેજિમેન્ટના સીઓ મનીષ સિંહ ચૌહાણ અને મેજર નીરજ શર્માનું નિધન થઇ ગયું. કર્નલ ચૌહાણ લક્ષ્ય ફિલ્મમાં એક કેડેટ તરીકે દેખાયા હતા.

આ પણ વાંચોઃ Sushant Case: ડ્રગ્સ કનેક્શનમાં રિયાએ લીધુ સારા અલી ખાન અને રકુલ પ્રીતનું નામ!

ટાયર ફાટતા ગાડી પલટી ખઇ ગઇ

ડિફેન્સ PROએ આપેલી માહિતી મુજબ શનિવારે સવારે આશરે 6 વાગે બીકાનેર-જયપુર ધોરી માર્ગ પર આર્મીનું વાહન ટાયર ફાટતા દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. જેમાં મેજર અને કર્નલને ગંભીર ઇજા થતા તેમનું નિધન થયું હતું. જ્યારે અન્ય બે ઘાયલોને હોસ્પિટલ દાખલ કરાયા છે.

સૈરુણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અજયકુમારે જણાવ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા તમામને બીકાનેરની પીબીએમ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બે અધિકારીઓને મૃત જાહેર કરાયા હતા. જ્યારે કોન્સ્ટેબલ મનજિંદર સિંઘ અને સિપાઇ મનજીત સિંઘ ઘાયલ થયા છે. તેમની સારવાર ચાલી રહી છે.

યુપીથી રાજસ્થાન આવી રહ્યા હતા

રિપોર્ટ મુજબ આ જવાનો ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં તહેનાત હતા. બધા એક સૈન્ય અભ્યાસ માટે બીકાનેર આવી રહ્યા હતા. દુર્ઘટના પછી સેનાની અન્ય ગાડીઓ ઘટનાસ્થળે તાકીદે પહોંચી ગઇ હતી. અને અસરગ્રસ્તોને પીબીએમ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યારે ASI શિવકુમારે જણાવ્યું કે ઘટના શનિવારે સવારે આશરે 5.30 કલાકની છે. જ્યારે એક ગાયને બચાવવા જતાં સીઓની ગાડી પલટાઇ ગઇ હતી.

આ પણ વાંચોઃ કંગનાનો હવે સનિયા ગાંધી પર હુમલોઃ કોંગ્રેસ અધ્યક્ષાના મૌન પર કર્યો વાર

મેજર શર્મા હિમાચલના વતની હતા

રિપોર્ટ મુજબ ભોગ બનેલા મેજર શર્મા હિમાચલ પ્રેદશેના ઉના જિલ્લાના રહેવાસી હતા. જ્યારે મનીષ ચૌહાણના પૈતૃક ગામની હજુ ખબર પડી નથી.