Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ભાવનગરમાં CNG terminal : CMએ વર્ષ પછી ફરી કરી એજ જાહેરાત

ભાવનગરમાં CNG terminal : CMએ વર્ષ પછી ફરી કરી એજ જાહેરાત

0
98
  • ભાવનગરમાં CNG terminal ની જાહેરાતથી સૌ અચxબામાં મૂકાયા
  • 2019 બાદ 2020માં ફરીવાર આ જાહેરાતથી વિવાદ સર્જાયો
  • કોંગ્રેસ, પ્રજા શક્તિ મોરચાનો પ્રશ્નઃ CM કેટલીવાર મંજુરી આપે છે

અમદાવાદઃ ભાવનગરમાં વિશ્વનું સૌ પ્રથમ CNG terminal વિકસાવવામાં આવશે. તેના માટે મુખ્યમંત્રીએ મંજુરી આપી દીધી હોવાની જાહેરાત કરી છે. આ જાહેરાતના પગલે રાજકીય પક્ષો ભાજપ પર રીતસરના વરસી પડયા હતા. નવાઇની વાતે છે કે આ જાહેરાત અગાઉ 2019માં કરવામાં આવી હતી. એક વર્ષ બાદ ફરીવાર આ જ જાહેરાત કરવામાં આવી છે.

 CNG terminalની જેમ 100 માળની ઇમારતને મંજુરી

આ પણ વાંચોઃ ભાવનગરમાં બનશે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ, વિશ્વ ફલક પર ગુજરાતનું નામ ઝળહળશે

આ જ પ્રકારને ગુજરાતમાં 100 માળની ઇમારતને મંજુરી આપવામાં આવશે તેવી જાહેરાત પણ 2019 બાદ 2020માં ફરીવાર કરવામાં આવી હતી. આ બાબતને પુરાવા તરીકે અગાઉ અખબારોમાં કરાયેલી જાહેરાત અને પ્રસિધ્ધ થયેલા સમાચારો જાહેર કર્યા હતા. કોંગ્રેસે મુખ્યમંત્રી કેટલીવાર આ પ્રોજ્કેટને મંજુરી આપે છે તેવો સવાલ કર્યો છે. તો પ્રજા શક્તિ મોરચાએ આ બાબતને લઇને ટિખ્ખળ કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વહેતી કરી છે.

cng

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે,

નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. ત્યારથી ભાવનગરમાં CNG terminal સ્થાપવા ગુજરાત સરકાર મૂડી રોકાણ કરનાર કંપનીને શોધતી હતી. 2019ની વાયબ્રન્ટ સમિટમાં કંપની મળી ગઇ હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર મહિના દરમિયાન એ જ સીએમઓના માહિતી અધિકારીએ મુખ્યમંત્રીનો મોટો નિર્ણય ભાવનગરમાં સીએનજી ટર્મિનલને મંજુરી એવી અખબારી યાદી ઉતારી હતી. આજે ફરીવાર એ જ કોપી સવાર સવારમાં પકડાવી દેવાઇ છે.

જયારે પ્રજા શક્તિ મોરચાના પ્રવકતા પાર્થેશ પટેલે ટ્વીટ કરી છે. તેમાં જોની લિવરનો ભુલા કહેતો વીડિયો મુકી કટાક્ષ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદથી નર્મદા ડેમ સુધી ઓક્ટોબર મહિનામાં “સી” પ્લેન ચાલુ કરવાનું સરકારનું આયોજન

તેમણે વધુમાં જણાવ્યું છે કે, સરકાર જાહેરાતોમાં એટલી ખોવાયેલી છે કે,

આ જાહેરાત અગાઉ પણ કરી હતી તેવું ભૂલી જાય છે. તેમ જ વિજયભાઇ ભૂલી જતા લાગે છે કે, આ ગપગોળા પહેલાં પણ ફેંકયા હતા.

 CNG terminalની અગાઉ સૌરભ પટેલે  જાહેરાત કરી હતી

ગાઇરાજયના માહિતી ખાતાએ આજે સવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વનું પ્રથમ CNG terminal ભાવનગર ખાતે સ્થાપવા મંજુરી આપી છે. આ ટર્મીનલ સ્થાપનાર ગુજરાત પ્રથમ રાજય બનશે. રાજયમાં દહેજ અને હજીરામાં એલએનજી ટર્મિનલ પછી ભાવનગરમાં આ પ્રથમ વર્લડ મેરીટાઇમ મેપ પર ગુજરાતનો દબદબો પ્રસ્થાપિત થશે વગેરે બાબતો જણાવી હતી. આ જ હકીકતો અગાઉ મંત્રી સૈરભ પટેલે જાહેર કર્યાની વિગતો રાજકીય પક્ષોએ સોશિયલ મીડિયામાં વહેતી કરી છે. આ સમાચાર રિલીઝ થતા જ રાજકીય પક્ષોએ ભાજપને આડે હાથ લીધું છે.

આ પણ વાંચોઃ Dy. CM નીતિન પટેલનું સ્કૂલો ખોલવા અને ડુંગળીની નિકાસ મામલે નિવેદન