Gujarat Exclusive > દેશ-વિદેશ > રામ મંદિર ભૂમિ પૂજન: CM યોગી આદિત્યનાથનો અયોધ્યા પ્રવાસ રદ્દ

રામ મંદિર ભૂમિ પૂજન: CM યોગી આદિત્યનાથનો અયોધ્યા પ્રવાસ રદ્દ

0
28

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો રવિવારે પહેલાથી જ નક્કી કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. CM યોગી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટે આયોજિત ભૂમિ પૂજનના કાર્યક્રમની તૈયારીઓનો તાગ મેળવવાના હતા. જો કે આ પ્રવાસ છેલ્લી ઘડીએ ટાળવામાં આવ્યો છે.

CM યોગી વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરીને તૈયારીઓને આખરી ઓપ આપવા જરૂરી સૂચનો કરવાના હતા. આ ઉપરાંત હનુમાન ગઢીમાં રવિવારે પૂજાનો કાર્યક્રમ હતો. જેને સ્થગિત કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર રામ મંદિરની એડવર્ટાઈઝની કિંમત કેટલી?

આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રકાશ તિવારીએ જણાવ્યું કે, લૉકડાઉનના પગલે આ પૂજાના કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે આ પૂજા 4 ઓગસ્ટથી શરૂ થશે.

જણાવી દઈએ કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે 5 ઓગસ્ટે ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે. આ માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે. આ માટે અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભૂમિ પૂજન કાર્યક્રમ પહેલા રામ નગરીને સજાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય કાર્યક્રમમાં 200 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.