Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > લોકોમાં જાગૃતિ લાવવા CM રુપાણીએ સામે ચાલીને કોરોના ટેસ્ટ કરાવ્યો

લોકોમાં જાગૃતિ લાવવા CM રુપાણીએ સામે ચાલીને કોરોના ટેસ્ટ કરાવ્યો

0
65
  • મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો
  • કોરોનાને કાબુમાં લેવા લોકોને આગળ આવવા અપીલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  વિજય રૂપાણી (CM Vijay Rupani)એ લોકોમાં જાગૃતિ લાવવા માટે સોમવારે સામે ચાલીને કોરોનાનો ટ્રસ્ટ કરાવ્યો હતો. જો કે તેમોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો આવતા તેમણે અને ભાજપના તમામ નેતાઓએ રાહતનો શ્વાસ લીધો હતો. CM  રુપાણીએ ટેસ્ટીંગ માટે રાજ્યના સૌ નાગરિકો પ્રજાજનોને સ્વયંભૂ આગળ આવી ટેસ્ટ કરાવવા અપિલ કરી છે.

રાજકીય વર્તુળોએ જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નાગરિકો-લોકોમાં ટેસ્ટિંગ પ્રત્યેનો ડર-ભય દૂર થાય અને સ્વયં જાગૃતિ આવે તે માટે સૌને પ્રેરિત કરવા સામે ચાલીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આ પણ વાંચોઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો બીજો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ

‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’નું સૂત્ર આપ્યું

મુખ્યમંત્રીશ્રીએ ‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’(Test is Best) નું સૂત્ર આપતાં સૌને અપિલ કરી છે કે કોરોના સંક્રમણ નિયંત્રણ સામે પ્રભાવી રીતે કાર્યરત થવા અને સંક્રમિત વ્યકિતઓની ભાળ મેળવી સમયસર સારવાર માટે આ ટેસ્ટ જરૂરી છે અને તે ટેસ્ટ પ્રત્યે કોઇએ ભય-ડર રાખવાની જરૂર નથી.

નોંધનીય છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ હાલ કોરોનાની સારવાર માટે અપોલો હોસ્પિટલમાં દાખલ છે. સોમવારે તેમનો બીજો ટેસ્ટ પણ પોઝિટિવ આવતા ભાજપને ચિંત થઇ રહી છે. જો કે ડોક્ટરોએ કહ્યું કે બહુ ચિંતાની વાત નથી. તેઓ રિકવરી મેળવી રહ્યા છે.

ગુજરાતમાં શાસક પાર્ટી ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ (CR Patil)નો આજે RTPCR કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે ફરીથી પોઝિટીવ આવ્યો છે. જો કે ડોક્ટરોએ જણાવ્યું છે કે સીઆર પાટીલ (CR Patil)નો બીજો કોરોના રિપોર્ટ ભલે પોઝિટીવ આવ્યો હોવા છતાં તેમના શરીરમાં વાઇરલનો લોડ ઘટી રહ્યો છે.

આ પણ વાંચો: શાળાઓ ખોલવા મામલે ગુજરાત સરકારની સ્પષ્ટતા, વાલીઓની ચિંતા હળવી

ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ (CR Patil) કોરોનામાં સપડાયા હોવા અંગે રાજકીય વર્તુળોમાં મંગળવારે એટલે 8મી સપ્ટેમ્બરના રોજ ભારે ઉથલપાથલ જોવા મળી હતી. જેના કારણે સાંજ સુધી તેઓ પોઝિટિવ છે કે નહીં તેમાં ભારે અસમંજસની અને નેતાઓમાં ફફડાટની સ્થિતિ સર્જાઇ હતી.

મીડિયામાં સાંજે 4.15ની આસપાસ સીઆર પાટીલ (CR Patil) કોરોના પોઝિટિવ (C R Patil Latest News) આવતા અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયાના અહેવાલ વહેતા થયા હતા. જો કે થોડી વારમાં જ પાટીલે જાતે ટ્વીટ કરી લખ્યું હતું કે તેઓ સ્વસ્થ છે. દરમિયાનમાં તેમના પુત્ર જીજ્ઞેશ પાટીલે ટ્વીટ કરી હતી કે, “મારા પિતાને કોરોના પોઝિટિવ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેથી તેમના માટે પ્રાર્થના કરજો.”

પરંતુ થોડી વારમાં જ આ ટ્વીટ હટાવી લેવાઇ હતી. ત્યારબાદ બધી અટકળોને પૂર્ણ વિરામ આપતા તેઓ કોરોના સંક્રમિત થયા છે તેવા કન્ફર્મ સમાચાર મળ્યા હતા.

 

આ પણ વાંચોઃ