Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં અનલોક-3ની તૈયારી શરૂ, CM રૂપાણીની આજે મહત્વની બેઠક

ગુજરાતમાં અનલોક-3ની તૈયારી શરૂ, CM રૂપાણીની આજે મહત્વની બેઠક

0
273
  • કેન્દ્ર સરકારે બુધવારે જાહેર કરી હતી અનલોક-3ની ગાઈડલાઈન

  • જિમ અને અખાડાઓને 5 ઓગસ્ટથી શરૂ કરવાની મંજૂરી

  • રાત્રી કર્ફ્યુ દૂર કરાયો

ગાંધીનગર: કેન્દ્ર સરકારે ગત રોજ અનલોક-3 અંગે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં રાત્રી કરફ્યૂ હટાવવા અને જિમ ખોલવા સહિતની છૂટછાટ આપવામાં આવી છે. જો કે હવે ગુજરાતમાં અનલોક-3 અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani)ની અધ્યક્ષતામાં આજે મહત્વની બેઠક મળશે. જેમાં કેન્દ્ર સરકારની જાહેર કરેલી ગાઈડલાઈન અંગે અભ્યાસ કરવામાં આવશે, જે બાદ મુખ્યમંત્રી રૂપાણી (CM Rupani)ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાશે કે રાજ્યમાં શું ખુલ્લુ મુકવું અને શું બંધ રાખવું.

કેન્દ્ર સરકારની જાહેર કરાયેલી ગાઈડલાઈન પછી આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. જેમાં રાજ્યની પરિસ્થિતિને જોતા વેપાર-ધંધા અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. રાત્રી કર્ફ્યૂ દૂર કરવા અંગે પણ સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

આ પણ વાંચો: Unlock 3 : રાત્રી કરફ્યુ ખતમ, જાણો કયા-કયા સ્થળો પર રહેશે પ્રતિબંધ?

વેપાર-ધંધા કેટલા વાગ્યા સુધી ચાલુ રાખવા તેનો નિર્ણય પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે રાત્રી કર્ફ્યું દૂર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે કેન્દ્ર સરકારે અનલોક-3 અંગે ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં કેટલીક વધારાની છૂટછાટ આપવામાં આવી છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં 5 ઓગસ્ટથી જીમ ખોલવાની મંજૂરી આપી છે. આ સાથે જ સરકારે રાત્રી કર્ફ્યૂંને દૂર કર્યો છે. સરકારે જણાવ્યું કે, સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે યોજવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે 1લી ઓગસ્ટથી દેશભરમાં અનલૉક-3ની શરૂઆત થઇ જશે. ત્યારે ગૃહ મંત્રાલયે અનલૉક-3ની ગાઇડલાઇન જાહેર કરી છે.

રાત્રિ કરફ્યુ હટાવી દેવાશે.

આ પણ વાંચો: ભારતમાં પ્રથમ વખત 24 કલાકમાં કોરોનાના 50 હજારથી વધુ કેસ પોઝિટિવ

જ્યારે જિમ અને અખાડાઓને 5 ઓગસ્ટ 2020થી ખોલવાની મંજૂરી અપાશે.

જ્યારે મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, થિએટર, બાર, ઓડિટોરિયમ અને એસેમ્બલી હોલ પહેલાંની જેમ જ બંધ રહેશે.

બીજી બાજુ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન યથાવત રહેશે.

સરકાર તરફથી જે પણ છૂટછાટ આપવામાં આવી છે તે કન્ટેઇન્મેન્ટ ઝોનની બહારનાં વિસ્તારો માટે છે.

કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હાલ પ્રતિબંધ યથાવત રહેશે.

જાણો કયા સ્થળો પર પ્રતિબંધ અને કયા સ્થળો ખુલશે?

  • મેટ્રો, રેલ્વે, સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને થિએટરો પર પ્રતિબંઘ.
  • સ્કૂલો, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે.
  • જિમ અને અખાડાઓને 5 ઓગસ્ટ 2020થી ખોલવાની મંજૂરી અપાશે.