Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > બર્થ ડે નિમિતે રુપાણી સરકારે રાજકોટવાસીઓને આપી મોટી ભેટ

બર્થ ડે નિમિતે રુપાણી સરકારે રાજકોટવાસીઓને આપી મોટી ભેટ

0
62
  • 71મા રાજ્યકક્ષાના વન મહોત્સવનો રાજકોટથી પ્રારંભ કરાવ્યો
  • રાજકોટના આજી નદીના કાંઠે અર્બન ફોરેસ્ટ-સાંસ્કૃતિક વનનું નિર્માણ કરાશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીના જન્મ દિવસે રાજકોટ વાસીઓને ભેટ આપી છે. રુપાણી સરકારે 71મા રાજ્યકક્ષાના વન મહોત્સવનો રાજકોટથી પ્રારંભ કરાવ્યો હતો.

રાજકોટના આજી નદીના કાંઠે 47 એકરમાં અર્બન ફોરેસ્ટ & સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવશે. અંદાજીત 769 લાખના ખર્ચે અર્બન ફોરેસ્ટ & સાંસ્કૃતિક વન વિકસાવશે.

રાજકોટમાં આવેલ આજી નદીના કાંઠે રુપાણી સરકારે 47 એકરમાં અર્બન ફોરેસ્ટ & સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવશે.

અંદાજીત 769 લાખના ખર્ચે અર્બન ફોરેસ્ટ & સાંસ્કૃતિક વન વિકસાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આજે જન્મ દિવસ પર રાજકોટને ગ્રીન બેલ્ટ અને અર્બન ફોરેસ્ટમાં ઘનિષ્ટ વૃક્ષારોપણ કરવામાં આવશે.

સાથે જ જ્યારે 5 ઓગસ્ટના રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ રહ્યું છે, ત્યારે રાજકોટમાં નિર્માણ લઈ રહેલ વનને ‘રામ વન’ નામ આપવામાં આવશે.

આ પણ વાંચો: કોરોનાથી બગડતી સ્થિતિનો તાગ મેળવવા CM અને DyCM આજે સુરત જશે

47 એકર ખુલ્લી જમીનમાં નિર્માણ થઇ રહેલ અર્બન ફોરેસ્ટ અને સંસ્કૃતિકના વનમાં તીર્થકર વન, નક્ષત્ર વન અને રાશિ વન માનવ જીવનના બહુ ઉપયોગી અને સંસ્કૃતિના ભાગ ઔષધીય વનના ભાગો વિકસિત વનવિભાગના માર્ગદર્શન હેઠળ કરાશે. સાથે જ રાજકોટવાસીઓને ફરવાલાયક એક નવું સ્થળ વિકસિત થશે તેવું મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

કોરોનાથી બગડતી સ્થિતિનો તાગ મેળવવા CM અને DyCM સુરતની મુલાકાતે

ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.

અમદાવાદ બાદ સુરત કોરોનાનું હોટસ્પોટ તરીકે ઉભરી રહ્યું છે.

.ડાયમંડ સિટીમાં કોરોના દરરોજ પોઝિટિવ કેસોનો આંકડો રેકોર્ડ તોડી રહ્યો છે. જેના કારણે સરકારની પણ ચિંતા વધી છે.

આથી કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે સુરતની મુલાકાત લેવાના છે.

આ પણ વાંચો: રામ મંદિર ભૂમિ પૂજન: CM યોગી આદિત્યનાથનો અયોધ્યા પ્રવાસ રદ્દ

પોતાની મુલાકાત દરમિયાન CM અને DyCM સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો ઉપરાંત અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરશે. આ ઉપરાંત 1 હજાર બેડની કોવિડ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે.

ઉલ્લેખનીય છે કે, ગત બુધવારે જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વડોદરા અને રાજકોટની મુલાકાત લીધી હતી.

રાજ્યમાં અમદાવાદ અને સુરત બાદ વડોદરા અને રાજકોટમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.