Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > ક્રોમૈટિક સ્ટ્રેસથી શરીરમાં થાય છે કંઇક ‘આવું’, પૂરી હકીકત વાંચીને તમને પણ લાગશે નવાઇ

ક્રોમૈટિક સ્ટ્રેસથી શરીરમાં થાય છે કંઇક ‘આવું’, પૂરી હકીકત વાંચીને તમને પણ લાગશે નવાઇ

0
228

એક અભ્યાસ અનુસાર વૈજ્ઞાનિકોને એક એવા તણાવની જાણ થઇ છે કે જેની ઉપસ્થિતિમાં ડીએનએમાં બદલાવ આવી જાય છે અને ઉંમર વધવામાં મદદ કરી શકે છે. વૈજ્ઞાનિકો આ વિશેષ તણાવની ઉપસ્થિતિ માનવીમાં શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ તણાવના ફાયદા એટલે કે તેની પોઝિટિવ ઇફેક્ટને શોધી કાઢ્યુ છે. આ ઉંમરમાં વધારો કરનાર તણાવને ક્રોમૈટિક સ્ટ્રેસ નામ આપવામાં આવ્યુ છે.

અભ્યાસ અનુસાર શું છે ક્રોમૈટિક સ્ટ્રેસ

અભ્યાસ અનુસાર હ્યૂસ્ટન મેથડિસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના વૈજ્ઞાનિકોએ આ પ્રકારના સ્ટ્રેસનુ પરીક્ષણ ઉંદર, કીડી, મકોડા તેમજ યીસ્ટ પર કર્યા જેમાં જાણ થઇ છે કે ક્રોમેટિક સ્ટ્રેસની હાજરી ડીએનમાં પરિવર્તન થઇ જાય છે જે કારણોસર તેમની ઉંમરમાં વધારો થાય છે. જો કે મનુષ્યમાં પણ આ પ્રકારના ખાસ તણાવની તપાસ હાલમાં શરૂ છે.

શું ક્રોમૈટિક સ્ટ્રેસથી માનવીની ઉંમરમાં થાય છે વધારો?

સંશોધનકર્તા આ વિષય પર હાલમાં વધુ પ્રમાણમાં અભ્યાસ કરી રહ્યા છે જેમાં એ વાતની જાણ કરવાની કોશિશ કરી રહ્યા છે કે શું આ પ્રકારના ખાસ સ્ટ્રેસની ઉપસ્થિતિ માણસોમાં હોય છે કે નહિં. આમ, જો આવુ થયુ તો માણસોની ઉંમરમાં વઘારો કરી શકાય છે અને તેમની વધતી ઉંમરના સંકેતોને ઓછા કરી શકાય છે. જો કે આ મામલે હાલમાં સંશોધનકર્તાએ વધુ તપાસ હાથ ધરી છે.

તણાવથી થતુ નુકસાન

ઘણી ઓછી માત્રામાં તણાવ મસ્તિષ્કમાં એડિનેલિન નિર્માણમાં સહાયક હોય છે જેનાથી તમારી ઉર્જાનુ સ્તર સામાન્ય કરતા વધી જાય છે. પરંતુ આનાથી વિપરીત તણાવથી અનેક મોટી બીમારીઓ થઇ શકે છે. આ પ્રકારનો સ્ટ્રેસ તમારા શારિરિક તેમજ માનસિક એમ બંન્ને રૂપે કોઇ વસ્તુને જલદી ભૂલી જવી, ત્વચા અને વાળ પર તેની ખરાબ અસર પડવી આ સાથે-સાથે તમારા સ્વાસ્થ્ય પર તેનો વિપરિત પ્રભાવ તેમજ ઘણી મોટી બીમારીઓ થવાના ચાન્સિસ વધી જાય છે. જો કે આજની આ ફાસ્ટ લાઇફસ્ટાઇલને કારણે સ્ટ્રેસનુ પ્રમાણ દિવસને દિવસે લોકોમાં વધતુ જોવા મળી રહ્યુ છે. માનસિક તણાવ વ્યક્તિને અનેક રીતે નુકસાન પહોંચાડવાનુ કામ કરે છે. સતત તણાવને કારણે માથાના દુખાવાથી લઇને માનસિક તેમજ મગજની બીમારીના સુધીના રોગ પણ થઇ શકે છે.

આમ, જો તમે સામાન્ય સ્ટ્રેસને દૂર કરવા ઇચ્છતા હોવ તો રોજ સવારમાં એક કલાક યોગ કરો. આ સાથે જ તમે નિયમિત પ્રાણાયામ, કસરત અને વોકિંગ કરવાની સાથે પરિવારજનોં સાથે સમય કાઢીને રમૂજી વાતો કરો જેથી કરીને સ્ટ્રેસ લેવલ ઓછુ થાય અને સાથે-સાથે તમારુ સ્વાસ્થ્ય પણ સારુ રહે.

તંદુરસ્ત જીવન માટે શારીરિક સ્વસ્થતા અતિજરૂરી છે પરંતુ હકિકતમાં માનસિક સ્વાસ્થ્ય વગર શારીરિક સ્વસ્થતા શકય નથી. હાલના ટેકનોલોજીના ઝડપી યુગમાં સતત દોડધામ, વ્યવસાયની ચિંતા અને ઘોંઘાટીયા વાતાવરણના કારણે લોકો સતત માનસિક તણાવ અનુભવે છે. જો કે અમુક ખોરાક એવા હોય છે જે તણાવની સામે લડવાની શક્તિ આપે છે. સંતરા, દૂધ અને સુકા મેવામાં પોટેશિયમની માત્રા વધારે હોય છે જે આપણા મગજને શક્તિ આપે છે. બટાકામાં વિટામીન ‘બી’ સમુહના વિટામીન સારી એવી માત્રામાં હોય છે જે આપણને ચિંતા અને ખરાબ મુડનો સામનો કરવામાં મદદરૂપ બને છે. આ સાથે ભાત, માછલી, ફળો અને અનાજમાં વિટામીન ‘બી’ હોય છે, જે મગજની બિમારીઓ દૂર કરે છે. લીલા પાનવાળી શાકભાજી, ઘઉં, સોયાબીન, મગફળી, કેરી અને કેળામાં મેગ્નેશિયમની માત્રા વધારે હોય છે, જે આપણા શરીરને તણાવથી લડવામાં મદદ કરે છે. વધુ પડતા સ્ટ્રેસ લેવલને કારણે લોહીનું પ્રેશર, હૃદય ગતિ અને નાડીની ગતિ વધી જાય છે. શરીરમાં એડ્રનલીનની માત્રા વધી જાય છે. આ સ્થિતિ જો વધારે સમય સુધી રહે તો શારીરિક અને માનસિક મુશ્કેલીઓ વધુ પ્રમાણમાં ઉભી થાય છે.

ચોમાસામાં ખરે છે વાળ? તો આ ઘરગથ્થુ હેર પેક છે એકદમ બેસ્ટ, જાણી લો બનાવવાની રીત