Gujarat Exclusive > દેશ-વિદેશ > ‘છોકરીઓ છોડો દેશમાં હવે તમારા છોકરાઓ પણ સુરક્ષિત નથી’

‘છોકરીઓ છોડો દેશમાં હવે તમારા છોકરાઓ પણ સુરક્ષિત નથી’

0
380

બાળકોની જાતિય સતામણી અને જાતિય ગુનાઓ સબંધિત બાળ સંરક્ષણ સંશોધન બિલ 2019 (POSCO) લોકસભામાં પાસ થઈ ગયું છે, ત્યારે રાજ્યસભામાં એક મહિલા સાંસદ 2014માં દિલ્હીમાં થયેલા નિર્ભયા રેપ કેસને (Nirbhaya Rape Case) લઈને પોતાના આંસૂ રોકી શક્યા નહતા. તેમણે જણાવ્યું કે, નિર્ભયાના ગુનેગારોને હજુ સુધી સજા નથી મળી શકી. નિર્ભયાની માતા પણ હવે પોતાને નિરાધાર સમજે છે. સાંસદે ચર્ચા દરમિયાન જણાવ્યું કે, પહેલા માતા-પિતા પુત્રીઓ માટે ચિંતિત હતા, પરંતુ હવે માત્ર યુવતીઓ જ નહીં, પરંતુ યુવકો પણ સુરક્ષિત નથી.

આ સંશોધન થયા
રાજ્યસભામાં જાતિય ગુનાઓ સબંધિત બાળકોના સંરક્ષણ (સંશોધન) બિલ 2019 (પૉક્સો) પાસ થઈ ગયું છે. જણાવી દઈએ કે, આ સંશોધનમાં મંત્રાલયે તેમાં ફોટો, ડિજિટલ અને કોમ્પ્યુટર પર પોર્નોગ્રાફિક વસ્તુઓને પણ તેની પરિભાષામાં સામેલ કરી લીધા છે.

સરકાર પાસે રહેશે બાળકો સાથે દુષ્કર્મ આચરનાર ગુનેગારોનો ડેટા
મંત્રાલયે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોને સૂચન કર્યું છે કે, હવેથી તે બાળકો પ્રત્યે યૌન ગુના મામલાને ડેટાને નવા સુધારા સાથે તૈયાર કરે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રીય અપરાધ રિકોર્ડ્સ બ્યૂરો આ પ્રકારના બાળકો સાથે આ પ્રકારના ગુના આચરનાર ગુનેગારો વિશે જાણકારી રાખે અને આવા ગુનામે કેટલા અપરાધી છે અને તેમના પર કેટલા જધન્ય ગુના આચર્યા છે.

જણાવી દઈએ કે, અગાઉ મંગળવારે બાળકો સાથે જાતિય ગુનાઓની વધતી સંખ્યા પર કાબૂ મેળવવાના હેતુથી સરકારે રાજ્યસભામાં એક બિલ રજૂ કર્યું હતું. જેમાં આવા ગુનાઓમાં દોષીઓને મોતની સજા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલમાં અશ્લિલ આયોજનો માટે બાળકોના ઉપયોગ (ચાઈલ્ડ પોર્નોગ્રાફી) પર નિયંત્રણ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે.

મંગળવારે રજૂ થયું બિલ
મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાં જાતિય ગુનાઓમાં બાળકોને સંરક્ષણ (સંશોધન) બિલ 2019ની ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કરતા જણાવ્યું, આ બિલમાં 2012માં મૂળ કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

આ બિલ વિશે જાણકારી આપતા સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, ઔદ્યોગિક વિકાસ સાથે જ બાળકો જાતિય ગુનાનો શિકાર થવાનું જોખમ વધી ગયું છે. તેમણે જણાવ્યું કે, આ બિલ મારફતે ચાઈલ્ડ પોર્નોગ્રાફીની પરિભાષામાં સંશોધન કરવામાં આવ્યું છે.

સમાજવાદી પાર્ટી નેતા આઝમ ખાનના ધારાસભ્ય પુત્રની ધરપકડ