Gujarat Exclusive > દેશ-વિદેશ > ચાઇનીઝ સર્વેલન્સના મુદ્દે લોકસભા મોકૂફઃ લડાખ મડાગાંઠ અંગે નિવેદન આપશે રાજનાથસિંહ

ચાઇનીઝ સર્વેલન્સના મુદ્દે લોકસભા મોકૂફઃ લડાખ મડાગાંઠ અંગે નિવેદન આપશે રાજનાથસિંહ

0
50

નવી દિલ્હીઃ ટોચની વ્યક્તિઓ પર ચાઇનીઝ સર્વેલન્સ (Chinese surveillance) ને લઇનેવિપક્ષ (Opposition)ના વિરોધના લીધે લોકસભા મોકૂફ (Loksabha adjournment)રહી હતી. આ ઉપરાંત સંરક્ષણ પ્રધાન (Defence minister) રાજનાથસિંહ (Rajnath singh) બપોરે લડાખ મડાગાંઠ અંગે નિવેદન કરે તેમ માનવામાં આવે છે.

ચાઇનીઝ સરવેલન્સને લઈને કોંગ્રેસે રજૂ કરી સભા મોકૂફીની દરખાસ્ત Chinese surveillancet

વિપક્ષોએ વિવિધ મુદ્દાઓને લઈને દસ એડજર્નમેન્ટ નોટિસ પાઠવી હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારામ, કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને ગૃહ રાજ્યપ્રધાન જી. કિશન રેડ્ડી પણ લોકસભામાં નિવેદન કરશે.

આ પણ વાંચોઃ લોકસભાના સાંસદોના વેતનમાં 30 ટકા કપાતનું બિલ રજૂ કરવામાં આવ્યું

રાજ્યસભાએ મંગળવારે આ સિવાય એરક્રાફ્ટ (અમેન્ડમેન્ટ) બિલ પાસ કર્યુ હતુ. આ બિલનો હેતુ ભારતના ઉડ્ડયન ક્ષેત્રના સેફ્ટી રેટિંગમાં સુધારો કરવાનો છે અને રેગ્યુલેટરી સંસ્થાઓને કાનૂની દરજ્જો આપવાનો છે, તેમા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)નો સમાવેશ થાય છે. આ બિલ લોકસભામાં માર્ચમાં મંજૂર થયુ હતુ.

સમાજવાદી પક્ષના સાંસદ જયા બચ્ચને જણાવ્યું હતું કે કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો ફિલ્મ ઉદ્યોગની ઇમેજ બગાડી રહ્યા છે અને સરકારે ઉદ્યોગને ટેકો આપવો જોઈએ.

આ પણ વાંચોઃ સરહદ પર હાલ કેવી છે સ્થિતિ? રાજનાથ સિંહ સંસદમાં આપશે જવાબ

પ્રશ્નકલાક નાબૂદી અંગે વિપક્ષને સ્પીકરે શું જવાબ આપ્યોઃ Chinese surveillance

સંસદનું આ સત્ર સોશિયલ ડિસ્ટન્સિંગના ચુસ્ત પ્રોટોકોલ સાથે યોજાયુ હતુ. સાંસદો માસ્ક પહેરીને આવ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધારાધોરણોનું પાલન કરીને બેઠા હતા. વિપક્ષ દ્વારા પ્રશ્ન કલાક દૂર કરવા સામે હોબાળો મચાવવામાં આવ્યો હતો.

તેની સામે સ્પીકર ઓમ બિરલાએ તેમને વારંવાર યાદ અપાવ્યું હતું કે ગૃહની બેઠક અસાધારણ સ્થિતિમાં યોજાઈ રહી છે. ગૃહ ચાલુ થયાના પહેલા જ દિવસથી રોગચાળાનો ભય ઝઝૂમી રહ્યો છે. સંસદ શરૂ થયા પૂર્વે થયેલા ટેસ્ટમાં કુલ 25થી વધારે સાંસદો પોઝિટિવ આવ્યા હતા.

આ પણ વાંચોઃ લૉકડાઉનમાં કેટલા મજૂરોના થયા મોત? સંસદમાં સરકારે આપ્યો જવાબ

લોકસભામાં મહત્ત્વના મુદ્દાઓ અંગે તેને વિખેરવાની દસ નોટિસો આપવામાં આવી હતી. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, કે. સુરેશ અને માણિક ટાગોરે અલગ-અલગ નોટિસ આપી હતી. આ બધી એડજર્નમેન્ટ એટલે કે લોકસભા વિખેરી નાખવાની નોટિસનો મુખ્ય મુદ્દો ચાઇના સર્વેલન્સ હતો.

કોંગ્રેસના સાંસદ હિબી એડને માંગ કરી હતી કે સરકાર દ્વારા એમપીએલએડી ભંડોળ સસ્પેન્ડ કરવામાં આવ્યુ તે પગલાની ચર્ચા કરવામાં આવે.

જ્યારે કોંગ્રેસના એમપી ટીએન પ્રતાપન, સીપીઆઇ-એમના એ એમ આરિફ, આરએસપીના એનકે પ્રેમચરણ અને આઇયુએમએલના મોહમ્મદ બશીરે દિલ્હી પોલીસે સામાજિક અને રાજકીય આગેવાનોના નામ તેના તહોમતનામામાં લીધા તેના પર ચર્ચા કરવા નોટિસ આપી હતી. કોંગ્રેસના કે મુરલીધરન ઇચ્છતા હતા કે બીજું બધુ કામકાજ બંધ કરીને ઘટતા જતા જીડીપી પર ચર્ચા કરવામાં આવે.