Gujarat Exclusive > દેશ-વિદેશ > લડાખમાં તનાવ વચ્ચે ચીને ફરીથી અરૂણાચલ પ્રદેશને પોતાનું ગણાવ્યું

લડાખમાં તનાવ વચ્ચે ચીને ફરીથી અરૂણાચલ પ્રદેશને પોતાનું ગણાવ્યું

0
65

ચીને ક્યારેય અરૂણાચલ પ્રદેશને ભારતના હિસ્સા તરીકે માન્યતા આપી નથી

નવી દિલ્હીઃ ભારત (India) અને ચીન (China) વચ્ચે ફક્ત સરહદ (Border) પર જ નહી પરંતુ રાજકીય મોરચે પણ સંઘર્ષ જારી છે. આ વિવાદની વચ્ચે ચીને અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh) પર દાવો કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિને આજે જણાવ્યું હતું કે ચીને ક્યારેય અરૂણાચલ પ્રદેશને માન્યતા આપી નથી જે ચીનના દક્ષિણી તિબેટ (South Tibet)નો વિસ્તાર છે. તાજેતરમાં જ 29-30 ઓગસ્ટના રોજ પેગોંગ સરોવરની દક્ષિણી સરહદ પર બંને દેશોના સૈનિકો વચ્ચે સંઘર્ષ થયો હતો.

ગુમ થયેલા ભારતીયોની જાણકારી અંગે ઇન્કાર

લિજિને ગુમ થયેલા પાંચ ભારતીયો અંગે જણાવ્યું હતું કે તેના અંગે તેમને કોઈ જાણકારી નથી. બતાવી દઈએ કે ભારતીય લશ્કરે અરૂણાચલ પ્રદેશના સુબનસિરી જિલ્લાના પાંચ લોકોને પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સૈનિકો દ્વારા કથિત અપહરણ કરવામાં આવ્યું હોવાનો મામલો ચીન સમક્ષ ઉઠાવ્યો છે.

આ પણ વાંચોઃ અમરેલીથી અમેરિકાઃ હોલિવૂડના ડિરેક્ટર પાન નલીનનું ગુજરાતી કનેક્શન

સૂત્રોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં હાજર લશ્કરના એકમે પીએલએને આ કથિત અપહરણ અંગે પોતાની ચિંતાઓથી માહિતગાર કરાવતા હોટલાઇન પર સંદેશા મોકલ્યા છે.

લશ્કરે અરૂણાચલ પ્રદેશમાં હાજરી વિસ્તારી

અરૂણાચલ પ્રદેશમાં પાંચ લોકોના અપહરણની ખબર ત્યારે આવી જ્યારે ભારતીય લશ્કરે પૂર્વી લડાખમાં બંને દેશો વચ્ચેના સરહદી વિવાદના મુદ્દો 3,400 કિલોમીટર લાંબી વાસ્તવિક અંકુશ રેખા (એલએસી) પર તેની હાજરી વધારી દીધી છે. અરૂણાચલ પ્રદેશ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચોઃ Vodafone-Idea હવે VI તરીકે ઓળખાશે, 4G સહિત 5G સર્વિસ પર હશે ફોકસ

આ દરમિયાન લડાખમાં વધતા તનાવ વચ્ચે ચીને પોતાના સૈનિકોની સંખ્યા વધારી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે લડાખના વિવાદાસ્પદ વિસ્તારોમાં ચીને સૈનિકોની સાથે ટેન્કોની સંખ્યા વધારી છે. તાજેતરમાં 29 અને 30 ઓગસ્ટના રોજ પેંગોગ લેકની દક્ષિણી સરહદે બંને દેશોના સૈનિકો વચ્ચે સંઘર્ષ થયો હતો.

ભારત અને ચીન વચ્ચે કેટલાય મહિનાથી વિવાદની સ્થિતિ છે. ઘણી વખત બંને દેશોની સેનાઓએ આમનો-સામનો થઈ ચૂક્યો છે. ચીન ભારતીય સરહદમાં ઘણી વખત ઘૂસણખોરી કરી ચૂક્યુ છે અને તેણે દરેક વખત પછડાટ સહન કરવી પડી છે.

ચીનની ઘૂસણખોરીના પ્રયત્નને ભારતે નિષ્ફળ બનાવ્યો

પૂર્વી લડાખમાં 29 અને 30 ઓગસ્ટની રાતે પેંગોગ સો લેકમાં યથાસ્થિતિ બદલવાના પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ચીને આ રીતે પેંગોગ સોના ઉત્તરમાં પોતાની વર્તમાન સ્થિતિ પરથી પરત હટવાનો ઇન્કાર કર્યો હતો. ચીને તેમા ફિંગર પાંચ અને આઠ વચ્ચે તેની સ્થિતિને મજબૂત બનાવી છે. પીએલએ મેના પ્રારંભથી જ ફિંગર ચારથી લઈને ફિંગર આઠ સુધીના કબ્જાવાળા વિસ્તારમાં 8 કિલોમીટરના ક્ષેત્રમાંથી પરત ફરવાનો ઇન્કાર કરી ચૂક્યુ છે. ભારતે ચીનને ત્યાંથી સૈનિકો હટાવવા કહ્યુ છે. આ મડાગાંઠ ચાર મહિનાથી જારી છે. કેટલાય સ્તરની વાતચીત છતાં સફળતા મળી નથી.