Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતની અર્થ વ્યવસ્થા પર ચીનની નજર, હવે સ્ટાર્ટઅપ્સ અને પેમેન્ટ-ડિલીવરી એપ્સની જાસૂસી

ભારતની અર્થ વ્યવસ્થા પર ચીનની નજર, હવે સ્ટાર્ટઅપ્સ અને પેમેન્ટ-ડિલીવરી એપ્સની જાસૂસી

0
80

નવી દિલ્હી: ચીન (China) તરફથી ભારત (India)ની જાસૂસીને લઈને વધુ એક ખુલાસો થયો છે. ચીન હવે ભારતીય અર્થ વ્યવસ્થા (Indian Economy) ઉપર પણ નજર રાખવા મથી રહ્યું છે. અંગ્રેજી અખબાર “ઈન્ડિયન એક્સપ્રેસ” (Indian Express)ના રિપોર્ટ અનુસાર, ચીન ભારતની પેમેન્ટ એપ (Payment Apps), સપ્લાય ચેન, ડિલીવરી એપ્સ અને આ એપ્સના CEO-CFO સહિત 1400 વ્યક્તિઓ અને સંસ્થાઓની જાસૂસી કરી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, ચીનની નજર ભારતીય રેલવે સાથે ઈન્ટર્નશિપ કરનારા એક એન્જિનિયરિંગ વિદ્યાર્થીથી લઈને સમગ્ર સ્પ્રેક્ટ્રમને કવર કરનારી ઓછામાં ઓછી 1400 સંસ્થાઓ પર છે. આટલું જ નહીં, ચીન દેશના સ્ટાર્ટઅપ્સ અને ઈ-કૉમર્સ પ્લેટફોર્મ અને ભારત સ્થિત વિદેશી રોકાણકારો અને તેમના દ્વારા સ્થાપવામાં આવેલા ઔદ્યોગિક એકમોના અધિકારીઓ પર પણ નજર રાખી રહ્યું છે.

► કોની-કોની જાસૂસી કરી રહ્યું છે ચીન?
→ પેમેન્ટ એપ
→ સપ્લાય ચેઈન
→ ડિલીવરી એપ્સ
→ ટેક સ્ટાર્ટઅપ્સ
→ ટ્રાફિક એપ્સ
→ વેન્ચર કેપિટલ
→ ડિજિટલ હેલ્થકેર
→ ડિજિટલ એજ્યુકેશન

► કંઈ-કંઈ કંપનીઓના ફાઉન્ડર, CEO અને CFO સહિતના અધિકારીઓ પર નજર

→ ટીકે કુરિયન- પ્રેમજી ઈન્વેસ્ટમેન્ટમાં મુખ્ય અધિકારી
→ અનીશ શાહ- ગ્રુપ CFO, મહિન્દ્રા ગ્રુપ
→ પી કે એક્સ થૉમસ- CTO, રિલાયન્સ બ્રાન્ડ્સ
→ બ્રાયન બાડે- મુખ્ય કાર્યકારી અધિકારી, રિલાયન્સ રિટેઈલ
→ વીનિત સેખસરિયા- કંટ્રી હેડ, મોર્ગન સ્ટેનલી
→ બિન્ની બંસલ- ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર
→ દીપેન્દર ગોયલ- ફાઉન્ડર-CEO, ઝોમેટો
→ નંદન રેડ્ડી- કો-ફાઉન્ડર અને CEO, સ્વિગી
→ પાવન વૈશ્ય- હેડ ઑફ ડ્રાઈવર ઑપરેશન, ઉબર ઈન્ડિયા
→ ફાલ્ગુની નાયર- ન્યાકાના કો-ફાઉન્ડર અને CEO
→ નમિત પોટનીસ- બિઝનેસ હેડ- PayU

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ઈન્ડિયન એક્સપ્રેસે ખુલાસો કર્યો હતો કે, ચીન ભારતમાં ઉચ્ચ બંધારણીય હોદ્દાઓ પર બેઠેલા રાજનેતાઓ અને અધિકારીઓની જાસૂસી કરી રહ્યું છે.

આ પણ વાંચો: સરહદ પર હાલ કેવી છે સ્થિતિ? રાજનાથ સિંહ સંસદમાં આપશે જવાબ

આ ખુલાસા પ્રમાણે, ચીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 5 પૂર્વ પ્રધાનમંત્રી, 40 પૂર્વ અને વર્તમાન મુખ્યમંત્રીઓ, 350 સાંસદો, ધારાસભ્યો, મેયર, સરપંચ અને સેના સાથે સંકળાયેલા અધિકારીઓ સહિત કુલ 1350 જેટલા લોકોની જાસૂસી કરી રહ્યું છે.

ચીનની કંપની શેનઝેન ઈન્ફોટેક અને ઝેનહુઆ ઈન્ફોટેક આ જાસૂસી કરી રહી છે. શેનઝેન ઈન્ફોટેક કંપની ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીની સરકારના ઈશારે જાસૂસીનું કામ કરી રહી છે. આ કંપનીનું કામ વિશ્વના અન્ય દેશો પર નજર રાખવાનું છે.

ચીની કંપનીએ આ જાસૂસી ચીનની સરકારના કહેવા પર કરી છે. સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે, આ જાસૂસી કાંડના ખુલાસા બાદ 200 ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂકવા અને ચીનને 4G અને 5Gની હરાજીથી દૂર રાખવાનો નિર્ણય યોગ્ય સાબિત થઈ રહ્યો છે.

.