Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશના રાષ્ટ્રપતિ, PM, વિપક્ષી નેતા, CM, ચીફ જસ્ટિસની પણ જાસૂસી કરે છે ચીન

દેશના રાષ્ટ્રપતિ, PM, વિપક્ષી નેતા, CM, ચીફ જસ્ટિસની પણ જાસૂસી કરે છે ચીન

0
66
  • ચીનની ડેટા કંપનીની ભારતની વિવિધ ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ પર નજર
  • ભારતના દરેક ક્ષેત્રના મહત્ત્વના એવા કુલ દસ હજારથી વધુની જાસૂસી કરી રહ્યુ છે ચીન

નવી દિલ્હીઃ કોઈ એમ સમજતું હોય કે ભારત (India)અને ચીન (China)નો સરહદી વિવાદ છે અને તેને આપણું લશ્કર (Army) પહોંચી વળીને બધુ સંભાળી દેશે અને પછી સ્થિતિ યથાવત થઈ જશે તો તે સૌથી મોટી ભૂલ કરે છે.નવા ખુલાસા મુજબ ડ્રેગન ભારતમાં લગભગ દસ હજારથી વધારે વ્યક્તિઓ અને સંગઠનો પર ચાંપતી નજર રાખી રહ્યુ છે. તેમા દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, વિપક્ષના નેતા, સાંસદો, દરેક રાજ્યોના મુખ્યપ્રધાનોની સાથે ઉદ્યોગપતિઓ તથા જાણીતી સેલીબ્રિટીઓ પર પણ ચાંપતી નજર રાખી રહ્યુ છે.

ચીનની ડેેટા કંપનીના સરકાર સાથે ગાઢ સંબંધ

ચીનની ડેટા ઇન્ફોર્મેશન ટેકનોલોજી (Data information technology) કંપની ઝેનહુઆનો ચીનની સરકાર અને સામ્યવાદી પક્ષ સાથે ગાઢ સંબંધ છે. ચીન તેને હાઇબ્રિડ વોરફેરનું (Hybrid warfare)નામ આપે છે. ચીનની કંપની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ નરેન્દ્ર મોદી, કોંગ્રેસના વચગાળાના વડા સોનિયા ગાંધી અને તેમના કુટુંબ, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને પંજાબના સીએમ અમરિન્દર સિંહ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, ઓડિશાના સીએમ નવીન પટનાયક, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ જેવા લોકો પર નજર રાખી રહી છે.

કેન્દ્રીય મંત્રીઓ-લશ્કરી વડાઓ પર ચીનની કંપનીની નજર

કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, રવિશંકર પ્રસાદ, નિર્મલા સીતારામન, સ્મૃતિ ઇરાની અને પીયુષ ગોયલ પર પણ આ ચીની કંપનીની નજર હોય છે. સીડીએસ બિપિન રાવત અને લશ્કર, નૌકાદળ અને હવાઈદળના ઓછામાં ઓછા 15 ભૂતપૂર્વ વડાઓ પર તેની નજર છે.

આ સિવાય ભારતના મુખ્ય ન્યાયાધીશ (Judge) શરદ બોબડે અને ન્યાયાધીશ એએમ ખાનવિલકરને લઈને લોકપાલ જસ્ટિસ પી સી ઘોષ અને કેગ જીસી મુર્મૂ પર પણ આ ચીની કંપની નજર રાખે છે. ભારતના કેટલા ઉદ્યોગપતિઓ જેવા કે ભારત પેના સ્થાપક નિપુણ મેહરા, ઓટોબ્રિજના અજય ત્રેહનથી લઈને ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાથી ગૌતમ અદાણી સુધી નજર રાખે છે.

અમલદારોથી લઈને વૈજ્ઞાનિકો પર ચાંપતી નજર

ચીનની આ જાસૂસી ફક્ત રાજકીય નેતાઓ પૂરતી સીમિત ન રહેતા દરેક ક્ષેત્રના ટોચના લોકો સુધી ફેલાયેલી છે. તેમા અમલદારો, જજ, વૈજ્ઞાનિક, શિક્ષાવિદ, પત્રકાર, કલાકાર અને રમત સાથે જોડાયેલી હસ્તીઓ સામેલ છે. આ સિવાય ધાર્મિક નેતાઓ અને કાર્યકરો પર પણ ડ્રેગનની નજર છે. આટલું જ નહી ચીન તેવા લોકો પર પણ નજર રાખે છે જેના પર ભ્રષ્ટાચાર, ક્રાઇમ, આતંકવાદ અને દાણચોરી જેવા આરોપ છે.

જેનહુઆ કંપનીનો મોટો દાવો

હાલમાં સરહદ પર ભારત-ચીન તનાવ ચરમ સીમાએ છે. બંને પક્ષોની સેના આમને-સામને છે. ભારતે કેટલાય મહત્ત્વના સ્થાનો પર પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. આ બાજુ ઝેનહુઆ કંપનીએ દાવો કર્યો છે કે તે ચીનની જાસૂસી સંસ્થા, લશ્કર અને સુરક્ષા એજન્સીઓ માટે કામ કરે છે. આ કંપનીએ એડવાન્સ ભાષા અને વર્ગીકરણ દ્વારા હજારો લોકોનો ડેટા બનાવ્યા છે. કંપની તેને ઓવરસીઝનો ઇન્ફોર્મેશન ડેટાબેઝ (OKIDB) બતાવે છે.

રાજનેતાઓના સંબંધીઓ પર પણ ચીની કંપનીની નજર

ઓકેઆઇડીબી દ્વારા કંપની પીએમ મોદીની પત્ની જશોદાબેન, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પત્ની સવિતા કોવિંદ, ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંઘની પત્ની ગુરુશરણ કોર અને તેમની પુત્રીઓ ઉપિંદર, દમન અને અમૃત, સોનિયા ગાંધીના પુત્ર રાહુલ ગાંધી, પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા,સ્મૃતિ ઇરાનાની પતિ ઝુબીન ઇરાની, કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર અને પતિ સુખબીરસિંહ બાદલ, ભાઈ વિક્રમસિંહ મજીઠિયા અને પિતા સત્યજીતસિંહ મજીઠિયા, યુપીના ભૂતપૂર્વ સીએમ અખિલેશ યાદવના પિતા મુલાયમસિંહ યાદવ, પત્ની ડિમ્પલ, સસરા આર સી રાવત, કાકા શિવપાલસિંહ અને રામગોપાલ પણ નજર રાખે છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ પર પણ નજર

આ સિવાય તે દેશના કેટલાય રાજ્યોના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ પર પણ નજર રાખે છે. તેમા છત્તીસગઢના ભૂતપૂર્વ સીએમ રમનસિંહ, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ અશોક ચવ્વાણ, કર્ણાટકના સિદ્ધારમૈયા, આરજેડીના વડા લાલુયાદવ ઉપરાંત 250 ભારતીય અમલદારો, રાજકારણીઓ જેમા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત ઉપરાંત 23 ભૂતપૂર્વ અને વર્તમાન સેક્રેટરી પર પણ નજર રાખે છે.

ફિલ્મી હસ્તીઓ પર પણ નજર

ચીન આ સિવાય દેશની ફિલ્મી હસ્તીઓ અને ક્રિકેટરો પર પણ નજર રાખે છે. તેમા સચીન તેંડુલકર જેવા ક્રિકેટરો, સલમાન ખાન જેવા સ્ટારથી લઈને શ્યામ બેનેગલ જેવા ડિરેક્ટરોનો સમાવેશ થાય છે.