Gujarat Exclusive > દેશ-વિદેશ > સરહદ પર ભારતના દબદબા બાદ ‘ડ્રેગન’ ડર્યું, ચીની રક્ષા મંત્રી રાજનાથને મળવા આતુર

સરહદ પર ભારતના દબદબા બાદ ‘ડ્રેગન’ ડર્યું, ચીની રક્ષા મંત્રી રાજનાથને મળવા આતુર

0
42

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના લદ્દાખ(Ladakh)માં આવેલ પેંગોગ ત્સો લેક (Pangong Lake) નજીક ભારત અને ચીનની સેના વચ્ચે થયેલા ઘર્ષણ (India-China Rift) બાદ બન્ને દેશો વચ્ચે ચાલતો તનાવ ફરીથી ચરમ પર પહોંચી ગયો છે. બન્ને દેશો વચ્ચેના બગડતા સબંધોને જોતા ચીનના રક્ષા મંત્રી વે ફેંગએ ભારતના ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ (Rajnath Singh)ને મળવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે.

જણાવી દઈએ કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાલના સમયે મૉસ્કો (Moscow)માં ચાલી રહેલ શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લઈ રહ્યાં છે અને ફેંગ પણ ત્યાંજ ઉપસ્થિત છે. અગાઉ ગુરુવારે રાજનાથ સિંહે રશિયાના રક્ષા મંત્રી જનરલ સર્ગેઈ શોઈગૂ સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો: સુશાંત કેસમાં મોટી કાર્યવાહી, રિયા ચક્રવર્તીના ઘરે NCBના દરોડા

ઉલ્લેખનીય છે કે, પૂર્વ લદ્દાખમાં LAC પર છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તનાવ બાદ બન્ને દેશોની સેનાઓ સામસામે આવી ગઈ છે. બન્ને દેશો સરહદ વિવાદ મામલે પાછળ હટવા માટે તૈયાર નથી. બન્ને દેશો વાતચીતના આધારે આ સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આ માટે સૈન્ય સ્તરની વાટાઘાટો પણ થઈ ચૂકી છે.

મૉસ્કોમાં ચાલી રહેલ SCOની બેઠકમાં રાજનાથ સિંહ પહેલા જ પહોંચી ચૂક્યાં છે. જ્યારે 10 સપ્ટેમ્બરે વિદેશ મંત્રી એસ જયશંકર પણ મૉસ્કો પહોંચવાના છે. જયશંકર SCOમાં વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યાં છે.

એક તરફ મૉસ્કોમાં SCOની બેઠકમાં રાજનાથ સિંહ ઉપસ્થિત છે, તો બીજી તરફ 10 સપ્ટેમ્બરથી વિદેશ મંત્રી એસ જયશંકર પણ મૉસ્કો પહોંચવાના છે. જણાવી દઈએ કે, ચીનના રક્ષા મંત્રી વે ફેંગ ચીનની સેન્ટ્રલ મિલિટરી કમિશનના એક 4 સભ્યો પણ સામેલ છે. જેમની સરકારમાં મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. ચીનના સેન્ટ્રલ મિલિટરી કમિશનની અધ્યક્ષતા રાષ્ટ્રપતિ શી જિનપિંગ કરે છે.

ભારતીય સેનાનો સરહદ પર દબદબો વધ્યો
ભારત અને ચીન વચ્ચે એક વખત ફરીથી તનાવ વધી ગયો છે. જ્યારે 29-30 ઓગસ્ટની રાત્રે ચીની સૈનિકોએ પેંગોંગ લેક વિસ્તારમાં ઘુસણખોરીનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ભારતીય જવાનોએ તેમને ખદેડી મૂક્યા હતા.

સેનાના સુત્રો તરફથી પ્રાપ્ત માહિતી મુજબ, ભારતીય સેનાએ દક્ષિણ પેંગોંગ લેકની આસપાસના પર્વતીય વિસ્તારોમાં કબ્જો જમાવી દીધો છે. ચીનની હરકતોને ધ્યાનમાં રાખીને ભારતે પણ પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે. હવે ભારત કૂટનીતિક વાતચીત સાથે જ ચીન વિરુદ્ધ આક્રામક વલણ અપનાવશે.