Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીને સરહદ પર યથાસ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યોઃ રાજનાથસિંહ

ચીને સરહદ પર યથાસ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યોઃ રાજનાથસિંહ

0
48
  • ચીને ભારત સાથેની સરહદી સમજૂતીઓનો ભંગ કર્યો
  • ભારતીય સૈનિકોએ સંયમ અને સાહસ બંનેનો પરિચય આપ્યો
  • ભારતીય લશ્કર સરહદ પર ચીનની દરેક ચાલનો જવાબ આપવા તૈયાર

નવી દિલ્હીઃ ભારતના સંરક્ષણ પ્રધાન (Defence minister) રાજનાથસિંહે (Rajnath singh) સંસદ (Parliament)માં કરેલા નિવેદનમાં ચીન  સાથેના બોર્ડર ઇશ્યુ (China Border issue) અંગે જણાવ્યું હતું કે ચીને સરહદ પર યથાસ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે ચીનના સૈનિકોએ સરહદ પર યથાસ્થિતિ (Status qu0) બદલવાનો એકતરફી પ્રયત્ન કર્યો. તેમણે ભારતીય લશ્કરના અદમ્ય સાહસનું પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આપણે પોતાની સરહદનું રક્ષણ કરવામાં સફળ રહ્યા. તેમણે જણાવ્યું હતું કે આ તનાવભર્યા વાતાવરણમાં આપણા બહાદુર સૈનિકોએ જ્યાં સંયમ વરતવાનો હતો ત્યાં સંયમ રાખ્યો તથા જ્યાં શૌર્ય દર્શાવવાનું હતું ત્યાં શૌર્ય દર્શાવ્યું.

ચાઇનીઝ લશ્કર એપ્રિલથી જ સક્રિય china-border-issue

રાજનાથસિંહે લોકસભામાં સમગ્ર ઘટનાક્રમ વર્ણવતા જણાવ્યું હતું કે

‘એપ્રિલ પહેલા પૂર્વી લડાખની સરહદ પર ચીનની લશ્કરના લોકોની સંખ્યા અને તેમના શસ્ત્રોમાં વૃદ્ધિ દેખાઈ. મેના પ્રારંભમાં ચીને ગલવાન ખીણમાં આપણા સૈનિકોના પરંપરાગત પેટ્રોલિંગ પેટર્નમાં ફેરફાર કર્યો, જેથી બંને દેશની સૈનિક ટુકડી આમને-સામને આવી ગઈ’

આ પણ વાંચોઃ POKમાં પણ ચીનનો અડ્ડો અને જંગી રોકાણ, પાક સૈન્ય સાથે પણ સાંઠગાંઠ

અમે ચીનની જોડે રાજદ્વારી અને લશ્કરી ચેનલના માધ્યમથી આ વાત જણાવી. વાસ્તવમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ યથાસ્થિતિને બદલવાનો એકતરફી પ્રયાસ છે. તેની સાથે તે પણ સાફ કરી દીધું કે આ પ્રયાસ અમને કોઇપણ રીતે મંજૂર નથી.

ગલવાનમાં ચીને પારસ્પરિક સમજૂતીનો ભંગ કર્યોઃ રાજનાથ china-border-issue

સંરક્ષણ પ્રધાને ચીનની ચાલનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે એલએસી પર તનાવ વધતો જોઈને બંને તરફના સૈન્ય કમાન્ડરોએ 6 જુન 2020ના રોજ મીટિંગ કરી હતી. બંને પક્ષ પર તે વાતને લઈને સહમતી બની કે એલએસીને માનવામાં આવશે તથા કોઈ એવી કાર્યવાહી નહી કરાય કે યથાસ્થિતિ બદલે.

આ પણ વાંચોઃ ચીન સાથે પાંચ સૂત્રીય સંમતિ પછી પણ સરહદી વિવાદનો ઉકેલ નહી, તનાવ યથાવત્

આ સંમતિનું ઉલ્લંઘન કરતા ચીને 15 જુને હિંસક હુમલો ગલવાનમાં કર્યો હતો. આપણા બહાદુર સૈનિકોએ પોતાનો જીવ આપ્યો, પણ સાથે-સાથે ચીનને ભારે નુકસાન પહોંચાડ્યુ. આ સમગ્ર પ્રક્રિયામાં આપણા બહાદુર જવાનોએ જ્યાં સંયમની જરૂર હતી ત્યાં સંયમ રાખ્યો અને જ્યાં આક્રમકતાની જરૂર હતી ત્યાં આક્રમકતા દાખવી.

ચાલુ વાતચીતે ચીને ફરીથી કર્યો હુમલો china-border-issue

રાજનાથે જણાવ્યું હતું કે અમે વર્તમાન સ્થિતિનું વાતચીત દ્વારા સમાધાન ઇચ્છીએ છીએ. અમે ચીનની જોડે રાજકીય અને લશ્કરી સ્તરે વાતચીત જારી રાખી છે. આ ચર્ચાઓમાં ત્રણ મુખ્ય સિદ્ધાંત અમારું વલણ નક્કી કરે છે. પહેલા તો બંને પક્ષ એલએસીનું સન્માન કરે અને કડકાઈપૂર્વક પાલન કરે. પહેલું કોઈપણ પક્ષને પોતાની તરફથી યથાસ્થિતિનું ઉલ્લંઘન ન કરવુ જોઈએ.

આ પણ વાંચોઃ POKમાં પણ ચીનનો અડ્ડો અને જંગી રોકાણ, પાક સૈન્ય સાથે પણ સાંઠગાંઠ

બીજું કોઈપણ પક્ષે પોતાના તરફથી યથાસ્થિતિનો ભંગ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ અને ત્રીજું બંને પક્ષ વચ્ચે સમજૂતીઓનું સંપૂર્ણપણે પાલન થવુ જોઈએ. આ ચર્ચા ચાલી રહી હતી ત્યારે ચીનના તરફથી 29 અને 30મી ઓગસ્ટના રોજ ઉશ્કેરણીની કાર્યવાહી કરવામાં આવી, જેમા પેંગોંગ ઝીલના દક્ષિણ કિનારે યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ હતો. આ પ્રયાસ પણ આપણા લશ્કરે નિષ્ફળ બનાવ્યો હતો.

બોર્ડર પર વર્તમાન સ્થિતિ china-border-issue

રાજનાથસિંહે પૂર્વી લડાખમાં સરહદ પરની તાજા સ્થિતિ અંગે જણાવ્યું. તેમણે જણાવ્યું હતું કે બધાની સ્થિતિ મુજબ ચીને એલએસી અને આંતરિક ક્ષેત્રમાં મોટી સંખ્યામાં લશ્કરી ટુકડીઓ અને દારુગાળોની જમાવટ કરી છે. ચીનની સામે આ સ્થળોએ ભારતીય લશ્કર પણ તેટલા જ પ્રમાણમાં હાજર છે અને તેને પહોંચી વળવા સમર્થ છે.