Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત: ખેરાલુના શહીદને મુખ્યમંત્રી રુપાણીએ શ્રદ્ધાંજલિ આપી

ગુજરાત: ખેરાલુના શહીદને મુખ્યમંત્રી રુપાણીએ શ્રદ્ધાંજલિ આપી

0
303

કારગીલમાં ફરજ દરમિયાન બનાસકાંઠાના જવાન શહીદ થયા હતા. ખેરાલુના કુંડા ગામના ઠાકોર પ્રવીણજી નામના જવાન કારગીલમાં શહીદ થયા હતા. જવાનના પાર્થિવદેહને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. એરપોર્ટ પર મુખ્યમંત્રી રૂપાણી અને જવાનના પરિવારજનોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

નવી દિલ્હીથી પરત ફરેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતીય સેનાના વીર સિપાહી મહેસાણા જિલ્લાના કુડાના ઠાકોર પ્રવિણજી પ્રધાનજીના પાર્થિવ દેહને અમદાવાદ હવાઈ મથકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જમ્મુ-કાશ્મીરના લેહ ખાતે અકસ્માતમાં વીરગતિ પામેલા આ શહીદનો પાર્થિવ દેહ આજે માદરે વતન લઈ જવા માટે નવી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર લવાયો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહીદને શ્રદ્ધાંજલિ આપી હતી.

શહીદ જવાનના પરિવારની વાત કરવામાં આવે, તો તેમના પિતાએ ખેતમજુરી કરી બંન્ને પુત્રોને ભણાવ્યા હતા. જેમાં એક પુત્ર પ્રવિણજી આર્મીમાં નોકરી કરતો હતો, જ્યારે બીજો પુત્ર જોરાજી હાલ અભ્યાસ સાથે સાથે આર્મીમાં જોડાવા માટેની તૈયારી પણ કરી રહ્યો છે. પરિવારને પોતાનો પુત્ર પ્રવિણજી શહિદ થયાના સમાચાર મળતા જ પરિવારના માથે આભ તૂટી પડયું હતુ.

અલ્પેશ ઠાકોર ભાજપમાં સામેલ, જીતુ વાઘાણીએ પહેરાવ્યો ખેસ