Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > જંગલો પુનઃ જીવિત કરવાના સરકારના પ્રયાસને છોટુ વસાવાએ આદિવાસીઓનો વિનાશ ગણાવ્યો

જંગલો પુનઃ જીવિત કરવાના સરકારના પ્રયાસને છોટુ વસાવાએ આદિવાસીઓનો વિનાશ ગણાવ્યો

0
129
  • જંગલોને પુનઃ જીવિત કરવા જાહેર ખાનગી મોડલ અમલી બનાવવા વિચારણા
  • આદિવાસીઓના હલ માટે લડતા BTP MLA છોટુભાઈ વસાવાએ વિરોધ નોંધાવ્યો
  • જંગલો ઉદ્યોગપતિઓને આપવા સરકાર વિચારી રહી છે

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નીતિ આયોગે કહ્યું છે કે દેશમાં હાલ વનીકરણ કાર્યક્રમો પ્રભાવશાળી માલુમ પડતા નથી, જેથી વનીકરણ મામલે પણ PPP મોડેલનો અમલ થવો જોઈએ. જંગલોને પુનઃ જીવિત કરવા માટે ખાનગી કંપનીઓને સોંપવા કેન્દ્ર સરકારનું નીતિ આયોગ વિચારણા કરી રહ્યું છે. ત્યારે આ વિચારણા નિર્ણયમાં ફેરવાય એ પહેલાં જ ગુજરાતના આદિવાસી નેતા અને આદિવાસીઓના હલ માટે લડતા BTP MLA છોટુભાઈ વસાવા (MLA Chhotu Vasava) એ આનો વિરોધ નોંધાવ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકારના નીતિ આયોગ જંગલોને પુનઃ જીવિત કરવા માટે જાહેર ખાનગી મોડલ અમલી બનાવવા વિચારણા કરી રહ્યું છે. કુદરતી જંગલોને બચાવવા અને વૃક્ષા રોપણના કાર્યક્રમને વેગ આપવા માટે સરકાર ખાનગી કંપનીઓ સાથે સમજૂતી કરવા વિચાર કરી રહી છે.

ગુજરાત સહિત દેશભરમાં સરકાર દ્વારા વિકાસના કામોને વેગ અપાઈ રહ્યો છે. રોડ, મોટા મોટા પુલ સહિત અન્ય એકમોને આડે આવતા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. તો બીજી બાજુ લોકડાઉનના સમય ગાળામાં તમામ ખાખી ધારી કર્મીઓને સરકારે લોકડાઉનના ચુસ્ત અમલીકરણ માટે જે તે વિસ્તારમાં તૈનાત કરી દીધાં હતાં. જેનો ફાયદો ઉઠાવી અંતરિયાળ વિસ્તારમાં આવેલા જંગલોના વૃક્ષો પણ લોકોએ કાપી નાખ્યા હોવાના બનાવો સામે આવ્યા હતાં. નર્મદા જિલ્લાના જંગલોના પણ એ જ હાલ થયા હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી.આવા જ અનેક કારણોસર પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ પર અસર પડી રહી છે.

આ પણ વાંચો: રેલ્વેના આસી. પાયલોટને છરી બતાવી લૂંટ્યા, મહિલા ના.મામલતદારનું પર્સ ચોરી બે મહિલા ફરાર

BTP MLA છોટુભાઈ વસાવા (MLA Chhotu Vasava) એ જણાવ્યું છે કે, “જંગલોને PPP મોડેલ અંતર્ગત ખાનગી કંપનીઓને આપવાનો મતલબ એ છે કે 5મી અનુસૂચિ, 6ઠી અનુસૂચિ અને આદિવાસીઓને ખત્મ કરી દેશને ઉદ્યોગપતિઓને વેચી દેવો. પછી સંવિધાનનો કોઈ મતલબ રહેતો નથી. અંગ્રેજોથી લડીને આદિવાસીઓ દેશને બચાવી રાખ્યો હતો. પણ છેલ્લાં 74 વર્ષોથી આદિવાસીઓ અને એમના સંવેધાનિક અધિકારોઓને ખત્મ કરવાની સાજીસ તમામ સરકારોએ મળીને કરી હોવા છતાં તેઓ કામયાબ થયા નથી. હવે જંગલો ઉદ્યોગપતિઓને આપવા સરકાર વિચારી રહી છે. પણ દેશનાં આદિવાસીઓ વીર આદિવાસી પૂર્વજોની માફક પોતાની સંસ્કૃતિ અને જમીન બચાવવા લડી લેશે પણ હાર નહીં માને, સરકાર એ યાદ રાખે.”

આ પણ વાંચો: ગુજરાતને ફાળે વધુ એક સિદ્ધિ, નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં રાજ્ય પ્રથમ ક્રમાંકે