Gujarat Exclusive > દેશ-વિદેશ > બદલાઈ ગયા આધાર કાર્ડ સાથે જોડાયેલ કાયદા, સીધી અસર સામાન્ય માણસને

બદલાઈ ગયા આધાર કાર્ડ સાથે જોડાયેલ કાયદા, સીધી અસર સામાન્ય માણસને

0
775

કેન્દ્રની મોદી સરકારના આધાર અને અન્ય કાનૂન (સંશોધન) બિલ 2019માં લાવવામાં આવેલ સત્તાવાર રીતે ફેરફારોને મંજૂરી આપી દેવામાં આવી છે. કાનૂનના આ સંશોધન હેઠળ એક નવી જોગવાઈને સામેલ કરવામાં આવી છે. હવે આધારના આંકડાઓનો ઉપયોગ રાજ્ય યોજનાઓ અને સબ્સિડી માટે કરવામાં આવશે. આધાર કાનૂનમાં સંશોધન બાદ રાજ્ય તરફથી ચલાવવામાં આવતી યોજનાઓ માટે રાજ્ય સરકારો રાષ્ટ્રીય બાયોમેટ્રીક ઓળખનો ઉપયોગ કરશે. જણાવી દઈએ કે, સંસદમાં આનાથી પહેલા આ મહિને આધાર અને અન્ય કાયદામાં સંશોધનોને મંજૂરી આપવામાં આવી હતી. આ સંશોધન ફોનનો સિમ કાર્ડ લેવા અને બેંક ખાતાઓ માટે 12 આંકડાઓની આ વિશિષ્ટ ઓળખ સંખ્યાનો ઉપયોગ સ્વેચ્છિક રીતે કરવાની પરવાનગી આપવા સંબંધી છે.

સરકારે હવે શું કર્યું?

સરકારે હવે આમાં એક નવી જોગવાઈ જોડવા માટે સંશોધનનો પ્રસ્તાવ કર્યો છે,જેમાં કે, રાજ્યો અને પોતાની યોજનાઓના અમલ માટે આધારના ઉપયોગની અનુમતિ આપવાની જોગવાઈ છે. આધાર અને અન્ય કાનૂન (સંશોધન) ધારા, 2019માં એક નવી ધારા 5એને જોડવામાં આવી છે. આમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્ય કાનૂનની કલમ 7માં ભારતનો એકત્રીકરણ ભંડોળની સાથે જ રાજ્યનો એકત્રીકરણ ભંડોળ શબ્દ જોડવામાં આવ્યો છે.

આનાથી શું થશે?

સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે સંવાદદાતાઓને મંત્રિમંડળના નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે, રાજ્ય આની માંગ કરી રહ્યાં છે.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આવા મામલાઓમાં આધારના ઉપયોગ કરવાની અનુમતિ છે, જ્યાં ફંડ ડાયરેક કેન્દ્ર સરકારથી આવે છે. આનાથી આનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

કેન્દ્રીય યોજનાઓ માટે જે રીતે કેન્દ્રીય ફંડથી સબ્સિડી લાભાર્થીઓને સ્થળાતંરિત કરવામાં આવે છે તેવી જ રીતે આધારનો ઉપયોગથી રાજ્ય સબ્સિડીને પણ ટ્રાન્સફર કરી શકાશે.

ટેક્સ ચોરી કરનાર સામે સરકારની લાલ આંખ, નાણાંમંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા