Gujarat Exclusive > દેશ-વિદેશ > ISROની તૈયારી, હવે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં 5 નહીં પરંતુ 4 જ એન્જીન હશે

ISROની તૈયારી, હવે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં 5 નહીં પરંતુ 4 જ એન્જીન હશે

0
67
  • ઇસરો (ISRO) આગામી વર્ષે ચંદ્રયાન-3 (Chandrayaan-3) લોન્ચ કરશે
  • ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં 5 એન્જીન હતાં પરંતુ આ વખતે ચંદ્રયાન-3 નાં વિક્રમ લેન્ડરમાં માત્ર 4 જ એન્જીન હશે
  • ચંદ્રયાન-2ને ધૂળથી બચાવવા માટે પાંચમુ એન્જીન લગાવવામાં આવ્યું હતું

નવી દિલ્હી : ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર એટલે કે ઇસરો (ISRO) આગામી વર્ષે ચંદ્રયાન-3 (Chandrayaan-3) લોન્ચ (Chandrayaan-3 latest news) કરશે. જેની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. આ વખતે ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરથી ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડરથી થોડું અલગ હશે. ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં 5 એન્જીન (થ્રસ્ટર્સ) હતાં પરંતુ આ વખતે ચંદ્રયાન-3 નાં વિક્રમ લેન્ડરમાં માત્ર 4 જ એન્જીન હશે. આ મિશનમાં લેન્ડર અને રોવર જશે. ચંદ્રની ચારે બાજુ ફરી રહેલા ચંદ્રયાન-2ના ઓર્બિટર સાથે લેન્ડર-રોવરનો સંપર્ક કરવામાં આવશે.

વિક્રમ લેન્ડરની ચારે ખૂણાએ એક-એક એન્જીન હતું જ્યારે એક મોટું એન્જીન વચ્ચે હતું. પરંતુ આ વખતે ચંદ્રયાન-3 (Chandrayaan-3 latest news) સાથે જે લેન્ડર જશે તેમાં વચ્ચેવાળું એન્જીન હટાવી દેવામાં આવ્યું. એનાંથી ફાયદો એ થશે કે લેન્ડરનો ભાર ઓછો થશે. આપને જણાવી દઇએ કે લેન્ડિંગ સમયે ચંદ્રયાન-2ને ધૂળથી બચાવવા માટે પાંચમુ એન્જીન લગાવવામાં આવ્યું હતું. જેથી તેના પ્રેશરથી ધૂળના કણો હટી જાય. આ વખતે ઇસરો આ બાબતને લઇને મજબૂત છે કે ધૂળથી કોઇ જ મુશ્કેલી નહીં સર્જાય.

આ પણ વાંચોઃ Narendra Modi Birthday : 70માં જન્મદિને રાહુલ ગાંધી, રામનાથ કોવિંદ સહિતના દિગ્ગજોએ શુભેચ્છા પાઠવી

લેન્ડરમાં LDV લગાવવામાં આવ્યું જેથી લેન્ડિંગ સમયે લેન્ડરની ગતિની જાણકારી મળે (Chandrayaan-3 latest news)

ઇસરો એટલાં માટે પાંચમું એન્જીન હટાવી રહ્યું છે કેમ કે હવે તેની જરૂરિયાત નથી. તેનાથી લેન્ડરનું વજન અને કિંમત વધે છે. ઇસરોના વૈજ્ઞાનિકે લેન્ડરના પાયા (પગ) માં પણ ફેરફાર કરવાની ભલામણ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે, આખરે આ ફેરફાર કેવા પ્રકારના હશે. આ સિવાય લેન્ડરમાં લેન્ડર ડૉપ્લર વેલોસીમીટર (LDV) પણ લગાવવામાં આવ્યું છે. જેથી લેન્ડિંગ સમયે લેન્ડરની ગતિની અગત્યની જાણકારી મળે અને ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર જેવી ઘટના ના સર્જાય.

આપને જણાવી દઇએ કે ચંદ્રના ખાડા પર ચંદ્રયાન-3 (Chandrayaan-3 latest news) ના લેન્ડર રોવર સારી રીતે કામ કરી શકે તે માટે બેંગલુરૂથી 215 કિમી દૂર છલ્લાકેરે પાસે ઉલાર્થી કવાલૂમાં નકલી ચંદ્રના ખાડાઓ તૈયાર કરવામાં આવશે. ઇસરોના સૂત્રોએ જણાવ્યું કે, છલ્લાકેરે વિસ્તારમાં ચંદ્રના ખાડાઓ બનાવવા માટે અમે ટેન્ડર રજૂ કર્યું છે. અમને આશા છે કે સપ્ટેમ્બરની શરૂઆત સુધી અમને તે કંપની મળી જશે કે જે આ કામ પૂર્ણ કરશે. આ ખાડાઓને બનાવવામાં 24.2 લાખ રૂપિયાનો ખર્ચ આવશે.

આ પણ વાંચોઃ સુરતની સુનિતાની જેમ અમદાવાદ RTOમાં વિનીતા યાદવની ચર્ચા: હેડ ક્લાર્કનું કૌભાંડ ઝડપ્યું

આ ખાડા 10 મીટર વ્યાસ અને ત્રણ મીટર ઉંડા હશે. એ એટલાં માટે બનાવવામાં આવી રહ્યાં છે કે જેથી આપણે ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવરના મૂવમેન્ટની પ્રેક્ટિસ કરી શકીએ. આ સાથે જ તેમાં લાગનારી સેન્સર્સની તપાસ કરી શકે. તેમાં લેન્ડર સેન્સર પરફોર્મન્સ ટેસ્ટ કરવામાં આવશે. એના કારણે આપણને લેન્ડરની કાર્યક્ષમતા વિશે ખ્યાલ આવશે.

ચંદ્રયાન-2ની જેમ જ ચંદ્રયાન-3 (Chandrayaan-3 latest news) મિશન પણ આગામી વર્ષે જ લોન્ચ કરવામાં આવશે. જેમાં વધારે પ્રોગ્રામ પહેલેથી જ ઓટોમેટેડ હશે. જેમાં સેંકડો સેન્સર્સ લાગેલા હશે કે જે આ કામ ખૂબ જ સારી રીતે કરવામાં મદદ કરશે. લેન્ડરના લેન્ડિંગ સમયે ઉંચાઇ, લેન્ડિંગને કારણ, ગતિ, પથ્થરોથી લેન્ડરને દૂર રાખવા વગેરેમાં સેન્સર્સ મદદ કરશે.

આ પણ વાંચોઃ પેટ્રોલનું વેચાણ પ્રિ-કોવિડ લેવલે પહોંચ્યુ, ડીઝલ પણ તૈયારીમાં