Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ડીસામાં અપુરતી સુવિધાને લઇને ચક્કાજામ, વિદ્યાર્થીઓએ 10 બસ રોકી મચાવ્યો હોબાળો

ડીસામાં અપુરતી સુવિધાને લઇને ચક્કાજામ, વિદ્યાર્થીઓએ 10 બસ રોકી મચાવ્યો હોબાળો

0
189

ગુજરાતમાં કેટલાક શહેરમાં એસટી બસની અપુરતી સુવિધા જોવા મળે છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં વિદ્યાર્થીઓ આ મામલે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો.એસ.ટી ચાલકો પણ મન ફાવે તેમ પોતાની રીતે સ્ટોપ કરતા હોય છે જેના લીધે આજ રોજ ડીસામાં વિદ્યાર્થીઓએ રોડ ઉપર ઉતરી ચક્કાજામ કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના ડીસા થરાદ રોડ ઉપર શમસેરપુરા પાસે બસો ઊભી ના રાખતા ચક્કાજામ કર્યો છે.વિદ્યાર્થીઓેએ આ રૂટ ઉપર દોડતી આશરે 10 જેટલી બસોને રોકીને હોબાળો મચાવ્યો હતો.આશરે 1000 વિદ્યાર્થીઓેએ ચક્કાજામ કરતા 300 જેટલા મુસાફરો અટવાયા હતા.24 કલાક ધમધમતા રોડ ઉપર ચક્કાજામ કરતા અનેક વાહન ચાલકો પણ ફસાયા હતા.બસો ન ઊભી રાખવાની ફરિયાદ સાથે અને નવી બસો ફાળવવા માટેની માંગણી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.જ્યાં સુધી બસની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી રસ્તો બંધ રાખવાની વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે.ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ સમગ્ર મામલો શાંત કરી વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા અને રાબેતા મુજબ વાહન વ્યવહાર ચાલુ કરાયું હતું.

કાંકરિયા રાઈડ દૂર્ઘટના: રાઈડના માલિક સહિત 6 વિરૂદ્ધ ગુનો દાખલ