Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજ્યના સિરામિક ઉદ્યોગને ગેસ બિલમાં 16 ટકા રાહત આપશે રૂપાણી સરકાર

રાજ્યના સિરામિક ઉદ્યોગને ગેસ બિલમાં 16 ટકા રાહત આપશે રૂપાણી સરકાર

0
66
  • આર્થિક મંદીના સમયમાં સરકારના આ નિર્ણયથી સિરામિક ઉદ્યોગોને રાહત
  • રાજ્ય સરકારે અગાઉ પણ સિરામિક ઉદ્યોગને ગેસ બિલમાં રાહત આપી હતી
  • લોકડાઉનના લીધે રાજ્યના સિરામિક ઉદ્યોગ પણ ઠપ્પ થઈ ગયો હતો

અમદાવાદઃ ગુજરાતના વેપારીઓ કોરોના (Corona)ના લીધે આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay rupani) દ્વારા રાજ્યના સિરામિક ઉદ્યોગો(Ceramic industry)ને ગેસ બિલમાં 16 ટકાની રાહત આપતો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

કોરોનાના કપરાકાળમાં રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લેતા ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા આપવામાં આવતા ગેસ બિલમાં પ્રતિ એસસીએમ (SCM) 2.50 રૂપિયાની વધારાની રાહત આપશે. તેના લીધે મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના સિરામિક ઉદ્યોગને ઘણી રાહત મળશે.

આ પણ વાંચોઃ ગુજરાતના કોરોના વાઈરસથી પ્રભાવિત વિસ્તારોમાં ફરશે ‘કોવિડ વિજય રથ’

ઉલ્લેખનીય છે કે કોરોનાના લીધે લોકડાઉન (Lock down) લાદવામાં આવતા ઉદ્યોગોની પરિસ્થિતિ અત્યંત વિપરીત થઈ ગઈ હતી. તેમના માટે કારોબાર કરવો પણ અઘરો થઈ ગયો હતો, તેના પગલે રૂપાણી સરકારે પણ અગાઉ ત્વરિત રાહત આપતા ઉદ્યોગોને ગેસના બિલમાં પ્રતિ એસસીએમ બે રૂપિયાની રાહત આપી હતી. તેના પછી ઔદ્યોગિક પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની વધુ એક રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લોકડાઉનના લીધે બીજા ઉદ્યોગોની સાથે સિરામિક ઉદ્યોગોની સ્થિતિ વણસી ગઈ છે. તે સંજોગોમાં તેમને આશા છે કે સરકાર દ્વારા આગામી સમયમાં તેમના માટે વિષમ બનેલી પરિસ્થિતિને હળવી બનાવવા માટે આવા વધુને વધુ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચોઃ રહેણાંક વિસ્તાર માટે કોર્પોરેશને ત્રણ મહત્વના નિર્ણયો જાહેર કર્યા

તે બાબત ઉલ્લેખનીય છે કે મોરબી(Morabi)નો સિરામિક ઉદ્યોગ વિશ્વસ્તરનો સિરામિક ઉદ્યોગ છે. તેને રાહત આપવાના લીધે સિરામક ઉદ્યોગોને વિશ્વના બજારોમાં સ્પર્ધા કરવામાં મદદ મળશે. તેઓ નિકાસ વધારો કરી શકશે અને નિકાસ દ્વારા વિદેશી મૂડી મેળવવાની સાથે વધુને વધુ લોકોને રોજગાર આપી શકશે.

વેપારીઓને વિશ્વાસ છે કે આગામી સમયમાં પણ ગુજરાતમાં ઠપ્પ પડી ગયેલા ઉદ્યોગો શરૂ થયા છે ત્યારે તેની કામગીરીને વેગવંતી બનાવવા માટે રૂપાણી સરકાર આ પ્રકારના નિર્ણય લેશે. તેમા પણ ખાસ કરીને નિકાસ કરતાં એકમો વધારે ક્ષમતાથી કામ કરતાં થાય અને તેને તેની કામગીરી પૂર્વવત્ કરવામાં કોઈ અડચણ ન નડે તેનું સરકાર ખાસ ધ્યાન રાખી રહી છે.