Gujarat Exclusive > દેશ-વિદેશ > અમદાવાદ સહિત સમગ્ર દેશમાં ઇદ ઉલ અઝહાની સાવચેતી સાથે ઉજવણી

અમદાવાદ સહિત સમગ્ર દેશમાં ઇદ ઉલ અઝહાની સાવચેતી સાથે ઉજવણી

0
28
  •  અમદાવાદની જામા મસ્જિદમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન
  • કોરોનાને કારણે નમાજમાં સાવચેતી રાખવામાં આવી 

અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાત-અમદાવાદ સહિત સમગ્ર દેશમાં શનિવારે ઇદ ઉલ અઝહા એટલે કે બકરી ઇદની કોરોનાને કારણે સાવચેતીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દિલ્હીની જામા મસ્જિદ સહિત મોટા ભાગની મસ્જિદોમાં સામાજિક ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું.

ઇદ અલ-અઝહા ઇસ્લામમાં મુસ્લિમ બિરાદરો માટે કુરબાનીનો પવિત્ર ઉત્સવ છે. તે મુસ્લિમ કેલેન્ડરના 12મા અને છેલ્લા મહિનાના ઝિલ હજ્જના 10મા દિવસે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. તે ઇદ અલ-ફિત્ર પછીનો બીજો મોટો મુસ્લિમ તહેવાર છે.

આ પણ વાંચોઃ અયોધ્યામાં છવાયો ઉત્સવી માહોલ, ભૂમિ પૂજનના કાર્યક્રમની તડામાર તૈયારી

ભારતમાં કોરોના વાઇરસે દેશભરમાં 16 લાખ લોકોને ચેપ લગાડ્યો છે ત્યારે સામાજિક મેળાવડા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઇદ ઉલ ફિત્રની નમાજ લોકોએ ઘરોમાં પઢી હતી. પરંતુ ઇદ ઉલ અઝહા માટે સરકારે કડક પાબંદી કરી નહતી. તેથી લોકો મસ્જિદોમાં નમાજ અદા કરવા ગયા હતા. અલબત્ત મોટાભાગની મસ્જિદોમાં નમાજીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનો ખ્યાલ રાખ્યો હતો.

અમદાવાદની ત્રણ દરવાજા ખાતે આવેલી જામા મસ્જિદમાં નમાજીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું હતું. જો કે બજારોમાં લોકોની ભીડ જરુર જોવા મળી હતી.

દિલ્હીની જામા મસ્જિદમાં સવારે નમાજ અદા કરવામાં આવી હતી. કોરોના સંકટના કારણે જામા મસ્જિદમાં નમાજ અદા કરવા આવેલા લોકોએ વારંવાર મસ્જિદ પ્રશાસનને અંતર જાળવીને નમાજ અદા કરવાની વિનંતી કરી હતી.

આ પણ વાંચોઃ કોરોના બેકાબુ: 24 કલાકમાં 57 હજારથી વધુ નવા કેસ, 764ના મોત

જામા મસ્જિદમાં થર્મલ સ્ક્રનિંગ બાદ પ્રવેશ

જામા મસ્જિદમાં તહેનાત પોલીસ કર્મચારીઓએ થર્મલ સ્ક્રીનિંગ બાદ લોકોને મસ્જિદમાં પ્રવેશ આપ્યો હતો. કોરોના સંકટના કારણે કેટલાક નમાજીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જોવા મળ્યા હતા. મસ્જિદમાં આગળ બેઠેલા લોકો તો અંતર જાળવીને નમાજ અદા કરી રહ્યા હતા પરંતુ કેટલીક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવામાં આવ્યું નહી હોવાના અહેવાલ છે. પરંતુ મોટા ભાગના લોકોએ નિયમોનું પાલન કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઈદ ઉલ ફિત્ર બાદ ઈદ અલ અઝા એટલે કે બકરી ઈદ મુસ્લિમોનો બીજો સૌથી મોટો પર્વ છે. આ બંને પર્વ વખતે ઈદગાહ જઈને અથવા તો મસ્જિદોમાં વિશેષ નમાજ અદા કરવામાં આવે છે. ઈદ ઉલ ફિત્ર પર શીર ખુરમા બનાવવાનો રિવાજ છે જ્યારે ઈદ અલ અઝા પર બકરા કે બીજા જાનવરોની કુરબાની આપવામાં આવે છે.

જો કે આ વર્ષે કોરોના વાયરસ સંકટના કારણે સ્થિતિ અલગ છે. આ કારણે તહેવારોમાં ભેગી થતી ભીડ પર પણ સરકાર પ્રતિબંધ મુકી રહી છે પરંતુ સાવચેતીના પગલા સાથે દેશભરમાં બકરી ઈદ મનાવવામાં આવી રહી છે.