Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીન સાથે વિવાદનો ફાયદો ઉઠાવવા માંગે છે પાકિસ્તાન, ભારતીય સેના પણ સજ્જ: CDS રાવત

ચીન સાથે વિવાદનો ફાયદો ઉઠાવવા માંગે છે પાકિસ્તાન, ભારતીય સેના પણ સજ્જ: CDS રાવત

0
51
  • CDS રાવતની ચિમકી- પાકિસ્તાનને તેનું દુ:સાહસ ભારે પડશે

  • ચીનની આક્રમક્તાનો જવાબ આપવા ભારતીય સેના સક્ષમ

  • ભારતને બે મોરચા પર કાર્યવાહીનો ખતરો

નવી દિલ્હી: લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા તનાવ વચ્ચે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (Chief of Defence Staff) જનરલ બિપિન રાવત (Bipin Rawat)એ પાકિસ્તાનને સખ્ત શબ્દોમાં ચેતવણી આપી છે. જનરલ રાવતે કહ્યું કે, જો ચીન સાથે ચાલી રહેલા તનાવનો ફાયદો ઉઠાવવાનું દુ:સાહસ કરશે, તો પાકિસ્તાનને તેની મોટી કિંમત ચૂકવવી પડશે.

અમેરિકા-ભારત પાર્ટનરશિપ સમિટમાં બોલતા CDS જનરલ રાવતે કહ્યું કે, “પાકિસ્તાન ઉત્તરી સરહદ પર ચાલી રહેલા તનાવનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી શકે છે. જો કે અમે પણ તેનો જડબાતોડ જવાબ આપવામાં સક્ષમ છીએ. પાકિસ્તાન આવી કોઈ નાપાક હરકત ના કરી શકે અને પોતાના મેલા મિશનમાં સફળ ના થઈ શકે, તે માટે અમે જરૂરી પગલા ભર્યાં છે.

ભારતને એક નહીં, પરંતુ બે-બે (ઉત્તર-પશ્ચિમી) મોર્ચા પર કાર્યવાહીનું જોખમ છે. ચીનના આક્રમક વલણ પર કાબૂ કરવા માટે ભારત સરકાર તરફથી પુરતા પગલા ભરવામાં આવી રહ્યાં છે. ”

આ પણ વાંચો: Sushant Case: CBIનો મીડિયામાં કોઈ પણ વિગતો શેર કરવાનો ઈન્કાર

જનરલ બિપિન રાવતે કહ્યું કે, ભારત એક શાંતિપ્રિય દેશ છે અને પોતાની સરહદો પર શાંતિ જળવાય તેવું ઈચ્છે છે. જો કે તેનાથી વિપરીત છેલ્લા થોડા દિવસોથી અમે ચીન તરફથી કરવામાં આવી રહેલી કેટલીક આક્રામક કાર્યવાહી જોઈ રહ્યાં છે. અમે સરહદ પર કોઈ પણ પ્રકારની આક્રમક્તાનો સામનો કરવા માટે સક્ષમ છીએ. ભારતીય સેનાએ ભવિષ્યના પડકારો માટે સજ્જ રહેવું પડશે.

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) રાવતે કહ્યું કે, “પાકિસ્તાનને પૂરી પાડવામાં આવી રહેલી ચીની મદદથી સૌ કોઈ વાકેફ છે. ચીન PoKને આપવામાં આવી રહેલી આર્થિક સહાયતા પાકિસ્તાનને સતત પૂરી પાડી રહ્યું છે. જેને જોઈને લાગે છે કે, આપણે પણ હાઈ લેવલની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. અમે આપણી સરહદોની સુરક્ષા માટે એક રણનીતિ તૈયાર કરી છે.”

આ દરમિયાન જનરલ રાવત પાકિસ્તાનને ફટકાર લગાવવાનું પણ ના ભૂલ્યાં. તેમણે કહ્યું કે, તે એક કપટ યુદ્ધ કરી રહ્યું છે. આજ ક્રમમાં તે વારંવાર ભારતીય જમીન પર આતંકવાદીઓને મોકલવા માટે તાલીમ આપી રહ્યું છે. આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરતા રહે છે અને હવે આપણા દેશના અન્ય વિસ્તારોમાં પણ આતંકવાદનો વિસ્તાર વધારવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જો કે અમે દુશ્મનને દરેક પ્રકારનો જવાબ આપવા માટે સંપૂર્ણ સક્ષમ છીએ.