Gujarat Exclusive > દેશ-વિદેશ > કર્ણાટક: 36 કલાક બાદ CCDના માલિકનો મૃતદેહ મળી આવ્યો

કર્ણાટક: 36 કલાક બાદ CCDના માલિકનો મૃતદેહ મળી આવ્યો

0
6810

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાના (S M Krishna) જમાઈ અને કૈફે કૉફી ડે (Cafe Coffee day)ના માલિક વીજી સિદ્ધાર્થનો (VG Siddhartha) મૃતદેહ મળી આવ્યો છે. તેમનો મૃતદેહ મેંગલૂરૂની નેત્રાવતી નદીમાંથી મળી આવ્યો છે. હાલ સિદ્ધાર્થના મૃતદેહને મેંગલૂરૂની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જે બાદ તેમના મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે. સિદ્ધાર્થ સોમવારથી ગુમ હતા અને પોલીસ તેમની શોધખોળ હાથધરી રહી હતી.

ગઈ કાલે પોલીસે નેત્રાવતી નદીની આસપાસ સિદ્ધાર્થ માટે શોધખોળ હાથ ધરી હતી, જે માટે 200થી વધુ પોલીસ કર્મચારીઓ, તરવૈયાઓ અને 25 બોટની મદદ લેવામાં આવી હતી.

સોમવારથી હતા ગુમ સિદ્ધાર્થ
સિદ્ધાર્થ સોમવારે પોતાની ઈનોવા કાર લઈને બિઝનેસ ટૂર પર ચિક્કમગલૂરૂ ગયા હતા, જ્યાંથી તેમને કેરલ જવાનું હતું. તેમના ડ્રાઈવરના જણાવ્યા પ્રમાણે, સિદ્ધાર્થે નેત્રવતી નદી પરના એક પૂલ પર કાર ઉભી રખાવી અને ઉતરી ગયા હતા. કારથી ઉતરીને તેઓ કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. જ્યારે થોડા સમય સુધી સિદ્ધાર્થ પરત ના ફરતા ગભરાયેલા ડ્રાઈવરે તેમના પરિવારને ફોન કરીને જાણ કરી હતી.

5 હજાર કરોડનો વેપારી ગુમ, દેશની તૂટતી અર્થવ્યવસ્થાનું દર્દ પત્રમાં ઠાલવ્યું

સિદ્ધાર્થનો ભાવુક પત્ર આવ્યો સામે
જણાવી દઈએ કે, આ ઘટના બાદ સિદ્ધાર્થનો એક પત્ર સામે આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, અનેક પ્રયત્નો છતાં હું નફો રળી આપતું બિઝનેશ મોડલ તૈયાર કરવામાં નિષ્ફળ નીવડ્યો છું. લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો, પરંતુ હવે સહન નથી થતું. ભારે દેવાને પગલે હું તૂટી ચૂક્યો છું. આવકવેરા વિભાગે અમારા શેર જપ્ત કર્યા, જેના કારણે મારે આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો છે. તેમણે જણાવ્યું કે, તમામ નાણાંકિય લેવડ-દેવડની ભૂલો માટે હું જવાબદાર છું. મારી ટીમ, ઓડિટર્સ અને સીનિયર મેનેજમેન્ટને મારા ટ્રાન્જેક્શન અંગે કોઈ જાણકારી નથી. મારા પરિવારને પણ મે આ અંગે ક્યારેય જણાવ્યું નથી.

દેશની આ બ્રાંડને લોકોએ કહ્યું હતું- નહી ચાલે, આજે 5 હજાર કરોડની કંપની