Gujarat Exclusive > ગુજરાત > ઈશરત જહાં કેસ: વણઝારા અને અમીનની મુક્તિના આદેશને CBI નહીં પડકારે

ઈશરત જહાં કેસ: વણઝારા અને અમીનની મુક્તિના આદેશને CBI નહીં પડકારે

0
693

કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ અહીંની એક અદાલતમાં ગુરૂવારે જાણ કરી કે, તે ઈશરત જહાંના નકલી એન્કાઉન્ટર મામલે પોલીસના પૂર્વ અધિકારીઓ ડીજી વણઝારા અને એનકે અમીનને આરોપમુક્ત જાહેર કરવાના નિર્ણયને પડકારશે નહીં.

CBIના વકીલ આરસી કોડેકરે CBIના વિશેષ ન્યાયાધીશ આર કે ચુ઼ડાવાસા સમક્ષ લેખિત નિવેદનમાં પોતાના નિર્ણયની જાણકારી આપી છે. આ મામલે આગામી સુનાવણી 9 ઓગસ્ટના રોજ હાથ ધરાવાની છે.

રાજ્ય સરકારે વણઝારા અને અમીન વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો ઈન્કાર કર્યા બાદ CBIએ તેઓને દોષમુક્ત જાહેર કર્યા હતા. અદાલતે નોંધ લીધી કે, CRPCની કલમ 197 અંતર્ગત કોઈ પણ સરકારી કર્મચારી પર કેસ ચલાવવા માટે સરકારની પરવાનગી લેવી આવશ્યક છે.

આજ વર્ષે 2જી મેંના રોજ CBIની વિશેષ અદાલતે CBI દ્વારા રાજ્ય સરકાર પાસેથી કેસ ચલાવવાની મંજૂરી મેળવવામાં નિષ્ફળ રહ્યા બાદ પૂર્વ પોલીસ અધિકારી વણઝારા અને અમીન વિરૂદ્ધની કાર્યવાહીને અટકાવી હતી.

26 માર્ચના રોજ ડીઝી વણઝારા અને એનકે અમીને આ કેસમાં પોતાને નિર્દોષ છોડી દેવા માટે અરજી કરી હતી આ સાથે જ તેમણે આ કેસમાં સુનાવણી સ્થગિત કરવાની માંગ કરી હતી.

જણાવી દઈએ કે, પૂર્વ DIG વણઝારા અને પૂર્વ પોલીસ કમિશ્નર અમીન ગુજરાતના એ સાત પોલીસ અધિકારીઓમાં સામેલ છે, જેમના વિરૂદ્ધ 2013માં CBIએ જૂન 2004માં અમદાવાદના બહારના વિસ્તારમાં મુંબઈના મુંબ્રાની 19 વર્ષની કોલેજ વિદ્યાર્થીની ઈશરત જહાં, તેના મિત્ર પ્રણેશ પિલ્લઈ ઉર્ફ જાવેદ શેખ અને બે પાકિસ્તાની નાગરિક જીશાન જૌહર અને અમજિયાલી રાણાની હત્યાના આરોપમાં કેસ દાખલ કર્યો હતો.

ગુજરાત પોલીસે તે વખતો દાવો કર્યો હતો કે, આ ચારે આતંકવાદી છે અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવા માટે આવ્યા હતા.

ઉત્તર પ્રદેશ: પીલીભીતમાં લોકોએ વાઘણને મોતને ઘાટ ઉતારી, વીડિયો વાયરલ