Gujarat Exclusive > યુથ > મનોરંજન > Sushant Case: CBIનો મીડિયામાં કોઈ પણ વિગતો શેર કરવાનો ઈન્કાર

Sushant Case: CBIનો મીડિયામાં કોઈ પણ વિગતો શેર કરવાનો ઈન્કાર

0
46
  • સુશાંત કેસની તપાસ કરી રહેલી CBI તરફથી પ્રથમ પ્રતિક્રિયા

  • CBI તપાસ સબંધિત મીડિયા રિપોર્ટ માત્ર કાલ્પનિક

  • અમે પ્રોફેશનલ રીતે કેસની તપાસ કરીએ છીએ: CBI

નવી દિલ્હી: બૉલિવૂડ એક્ટર (Bollywood Actor) સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) તરફથી ગુરુવારે પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. CBIએ અભિનેતા સુશાંતના મોત મામલે પોતાની તપાસ સાથે સંકળાયેલ મીડિયામાં આવતા સમાચારોને અટકળ ગણાવતા કહ્યું કે, મીડિયા રિપોર્ટ તથ્યો પર આધારિત નથી.

ગુરુવારે મોડી સાંજે આપવામાં આવેલા નિવેદનમાં CBIએ કહ્યું કે, તેઓ સુશાંતના મોત કેસ (Sushant Death Case)ની તપાસ વ્યવસ્થિત, નિષ્પક્ષ અને પ્રોફેશનલ તરીકે કરી રહ્યાં છે.

CBIએ કહ્યું કે, “CBI તપાસ (CBI Probe) સબંધે મીડિયામાં આવેલ કેટલાક સમાચારો અટકળોના આધારિત છે. આ સમાચારો તથ્યો પર આધારિત નથી. પોલિસી અંતર્ગત CBI તપાસની વિગતો બહાર નથી પાડતી અને શેર પણ નથી કરતી. ”

તપાસ એજન્સીએ કહ્યું કે, “સીબીઆઈ પ્રવક્તા કે ટીમના કોઈ પણ સભ્યએ મીડિયા સમક્ષ તપાસની વિગતો શેર નથી કરી. જે વિગતો સમાચારમાં દિવસ-રાત દર્શાવાઈ રહ્યાં છે અને CBIની કહેવામાં આવી રહી છે, તે વિશ્વસનીય નથી.”

આ પણ વાંચો:  PUBG BAN: બૉક્સ ઑફિસ કરતાં પણ વધુ છે ઑનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીની રેવેન્યૂ

કેટલીક ચેનલો રિયા ચક્રવર્તીને ફાયદો પહોંચાડવા કેમ્પેઈન ચલાવતી હોવાનો આરોપ

અગાઉ બુધવારે સુશાંત સિંહ રાજપૂતના પિતાના વકીલ વિકાસ સિંહે બુધવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું હતું કે, મીડિયામાં સુશાંતના પરિવાર વિશે ખોટા સમાચારો પ્રસારિત કરવામાં આવી રહ્યાં છે.

વકીલ વિકાસ સિંહે દાવો કર્યો હતો કે, સુશાંત 2019 સુધી એકદમ સ્વસ્થ હતો. જ્યારેથી રિયાએ સુશાંતની જિંદગીમાં પગ મૂક્યો, ત્યારથી સુશાંતની માનસિક સ્થિતિ ખરાબ બની. રિયાએ એવી સ્થિતિ સર્જી કે, સુશાંતની માનસિક સ્થિતિ દિન-પ્રતિદિન વધારે ખરાબ થઈ ગઈ.

વિકાસ સિંહે કહ્યું કે, કેટલીક ન્યૂઝ ચેનલોમાં એવા સમાચાર ચલાવાઈ રહ્યાં છે કે, સુશાંતના પરિવારજનોને તેના ડિપ્રેશનમાં હોવાની જાણ હતી, પરંતુ તેમણે આ વાત જાણીજોઈને છુપાવી હતી. વકીલે મીડિયા પર આરોપ લગાવતા કહ્યું કે, કેટલીક ચેનલો રિયા ચક્રવર્તીને ફાયદો પહોંચાડવા માટે સુશાંત સિંહના પરિવારને બદનામ કરવા માટે કેમ્પેઈન ચલાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, અભિનેતા સુશાંતનો મૃતદેહ 14 જૂને મુંબઈના બાન્દ્રા સ્થિત તેના ઘરેથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. સુશાંત સિંહના પરિવારે આ મામલે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ બિહારમાં FIR દાખલ કરાવી છે. હાલ CBI આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે.