Gujarat Exclusive > દેશ-વિદેશ > હરિયાણાના એક રાજ્ય મંત્રી ઉપર બૂથ કેપ્ચરિંગનો કેસ દાખલ

હરિયાણાના એક રાજ્ય મંત્રી ઉપર બૂથ કેપ્ચરિંગનો કેસ દાખલ

0
185

રોહતક પોલીસે હરિયાણાના રાજ્યમંત્રી મનીષ ગ્રોવર વિરુદ્ધ લોકસભાની ચૂંટણી દરમિયાન બૂથ કેપ્ચરિંગ કરવા, ધમકી આપવા અને હોદ્દાનો ખોટી રીતે ઉપયોગ કરવાના આરોપ બદલ કેસ દાખલ કર્યો છે. અધિકારાઓએ જણાવ્યુ કે, ગ્રોવર અને અન્ય એક વ્યક્તિ રમેશ લોહાર વિરુદ્ધ શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં મંગળવારે કેસ દાખલ કર્યો છે. લોહાર હિસ્ટ્રી શૂટર આરોપી છે. પીટીઆઈ અનુસાર પોલીસે આ કાર્યવાહી ત્યાંની એક કોર્ટ દ્વારા શિવાજી નગર પોલીસ સ્ટેશનના અધિકારી દિલબાગ સિંહ વિરુદ્ધ નોટિસ બહાર પાડયા પછી કરી છે.

પાછલા દિવસોમાં રોહતક જિલ્લા અધિવક્તા સંઘના અધ્યક્ષ લોકેંદર સિંહ ફોગટે પોલીસ સ્ટેશનમાં નોધાવેલી તેમની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, ગ્રોવર, લોહાર અને 50-60 લોકો વિરુદ્ધ એક દળ 12મે ચુંટણીના દિવસે પોલીંગ બૂથમાં ઘૂસી ગયો હતો. દળના લોકોને પોલીંગ બૂથમાં ધમાલ મચાવી અને પોલીંગ બૂથ કેપ્ચર કરવાનો પ્રયાશ કર્યો હતો અને વોટરોને ધમકાવ્યા પણ હતો.

ફોગટની ફરિયાદના આધારે પ્રાથમિક ધોરણે તપાસ ચાલુ કરી છે. તેમની ફરિયાદમાં ફોગટે આરોપ લગાવ્યો છે કે, પોલીસને સૂચનો આપવાના કારણે ગ્રોવર અને ગોહારે તેમને પણ ધમકાવ્યો હતો. રોહતકથી બીજેપીના ધારાસભ્ય ગ્રોવરે તેમના ઉપર લગાવવામાં આવેલા આરોપોને શરૂઆતમાં ખોટો ગણાવ્યો હતો.

મુસ્લિમ ડિલિવરી બોયને જોઇને ગ્રાહકે કહ્યું- ઓર્ડર કેન્સલ કરો, Zometoએ જડબાતોડ જવાબ આપતા થઇ પ્રશંસા