Gujarat Exclusive > રાજનીતિ > લોકસભા ચૂંટણીમાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને 50 ટકાથી પણ વધુ મત મળ્યા

લોકસભા ચૂંટણીમાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને 50 ટકાથી પણ વધુ મત મળ્યા

0
270

તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં જીતેલા કુલ 542માંથી 341 ઉમેદવાર એવા છે જેમણે 50 ટકાથી પણ વધુ મત મળ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર, કેટલાક વિસ્તારમાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને 50 ટકાથી પણ વધુ મત મળ્યા હતા.

લોકોએ દેશની કમાન ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોપી હતી. બીજા કાર્યકાળ માટે લોકોએ તેમને પસંદ કરતા 542 બેઠક ધરાવતી લોકસભામાં 303 બેઠક આપી હતી.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઇલેક્શન વોચ (એનઇડબલ્યૂ)એ પોતાના રિપોર્ટમાં કહ્યું કે 341 (63 ટકા) ઉમેદવાર એવા હતા, જેમણે 50 ટકાથી પણ વધુ અંતર સાથે જીત મેળવી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ, ‘જોકે, 201 ઉમેદવાર (37 ટકા) એવા પણ હતા જેમણે 50 ટકાથી ઓછા મત સાથે જીત મેળવી હતી.’

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે 2019ની સામાન્ય ચૂંટણીમાં પડેલા મત અનુસાર જીતની એવરેજ 52.7 ટકા રહી હતી. જેમાં કહેવામાં આવ્યુ કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) જીતેલા 303 ઉમેદવારમાંથી 79 ઉમેદવાર (26 ટકા) એવા હતા, જેમણે તેમના વિસ્તારમાં પડેલા મતમાંથી 50 ટકાથી ઓછા મત મળ્યા હતા.

કોંગ્રેસના 52 જીતેલા ઉમેદવારમાંથી 34 (65 ટકા)ને 50 ટકાથી ઓછા મત મળ્યા હતા. જ્યારે દ્રમુકના 23 ઉમેદવારમાંથી ચાર એવા હતા જે 50 ટકાથી વધુ મતથી જીત્યા હતા.આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જીતેલા ગુનાહિત કેસ ધરાવતા 233 ઉમેદવારમાંથી 132 ઉમેદવારોએ 50 ટકા અને તેનાથી વધુ મતની ભાગીદારી સાથે જીત મેળવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જાહેર ગુનાહિત કેસના 233 ઉમેદવારમાંથી 115એ સ્પષ્ટ પૃષ્ઠભૂમિ ધરાવતા રનર અપ રહેલા ઉમેદવારો વિરૂદ્ધ જીત મેળવી છે.

રાજ્યસભામાં રૂપાલાએ પૂછ્યું- ‘શું ગુજરાતી હોવું અદાણી-અંબાણીનો ગુનો છે?’