Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કેમ્પ હનુમાન મંદિર આર્મી કમાન્ડરની વિનંતીથી બંધ: ઓનલાઈન દર્શનની વ્યવસ્થા થશે

કેમ્પ હનુમાન મંદિર આર્મી કમાન્ડરની વિનંતીથી બંધ: ઓનલાઈન દર્શનની વ્યવસ્થા થશે

0
107
  • કેમ્પ હનુમાન મંદિર અચોક્કસ મુદત માટે બંધ રાખવાનો નિર્ણય
  • કેમ્પ હનુમાન મંદિરની નજીક અને પાછળના ભાગે આર્મી જવાનો માટે બે કોવિડ કેર સેન્ટર
  • લોકોમાં અને આર્મી જવાનોમાં સંક્રમણ ના ફેલાય તે હેતુથી નિર્ણય લેવાયો

અમદાવાદ : કેમ્પ હનુમાન મંદિર અચોક્કસ મુદત માટે બંધ (Camp hanuman temple close) રાખવાનો નિર્ણય ટ્રસ્ટીઓએ આર્મી કેન્ટોન્મેન્ટ કેમ્પ વિસ્તારના વહીવટીય કમાન્ડરની વિનંતીને ધ્યાને લઇ કર્યો છે.

નવી સૂચના ના મળે ત્યાં સુધી મંદિર ખુલશે નહીં પણ ભક્તો હનુમાનજીના દર્શન કરી શકે તે માટે આર્મી અને બીએસએનએલના સહયોગથી ઈન્ટરનેટ કેબલ નાંખવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. કેમ્પ હનુમાન મંદિરની નજીક અને પાછળના ભાગે આર્મી જવાનો માટે બે કોવિડ કેર સેન્ટર છે. જેથી લોકોમાં અને આર્મી જવાનોમાં સંક્રમણ ના ફેલાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. ગત તા 21 જુલાઈના રોજથી મંદિર ચાલુ કરવાનો નિર્ણય લેવાયો હતો પણ સતત તેમાં બદલાવ થતો રહ્યો છે.

કેમ્પ હનુમાન મંદિર 21 જુલાઈની જગ્યાએ ફરી અનલોક 5માં 18-10-2020ના રોજ ખોલવાનો નિર્ણય લેવાયો હતો. જોકે ગત ગુરુવારે આર્મીના વહીવટીય કમાન્ડરે ટ્રસ્ટીઓનો વિનંતિ કરી સપ્ટેમ્બર અંત સુધી મંદિર બંધ (Camp hanuman temple close) રાખવા કહ્યું હતું. જે માટે તેઓએ કેમ્પ મંદિર આર્મી વિસ્તારમાં આવતું હોય આ જુદો જ કેસ હોવાનું કારણ આપી જણાવી, મંદિરની આસપાસ આર્મી જવાનોના કોવિડ કેર સેન્ટરમાં 3થી વધુ એક્ટિવ કેસ છે. જેથી આ કેસ વધે નહીં તે લશ્કરના જવાનો અને જાહેર જનતાના હિતમાં છે.

આ પણ વાંચોઃ અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં 30 વિસ્તારો ઉમેરાયા

શાહીબાગ સ્વામિનારાયણ મંદિર અને મહાલક્ષ્મી માતા મંદિરના પૂજારીઓ અને સેવકોમાં કેસ આવ્યા છે. શાહીબાગના કેટલાક ઘરોમાં પણ કેસ છે. ઉપરાંત મંદિરમાં આવતી કઈ વ્યક્તિ સંક્રમિત છે તે નક્કી કરી શકાય નહી.આથી હાલમાં મંદિર બંધ રાખવું જરૂરી હોવાનું ટ્રસ્ટીઓએ કમાન્ડરે જણાવ્યું હતું.

આર્મી અધિકારીઓ પણ મંદિર વહેલું ખુલે તેમ ઈચ્છે છે પણ સ્થિતિ યોગ્ય ન હોવાનું તેઓએ કહ્યું હતું. આથી ટ્રસ્ટીઓએ તેમની વિનંતીને પગલે મંદિર સપ્ટેમ્બર અંત કે નવી સૂચના ના મળે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. આર્મી છાવણી પ્રશાસન,બીએસએનએલના સહયોગથી ઈન્ટરનેટ કેબલ નાખવાનું કામ ચાલુ છે. જે કામ પૂર્ણ થતાં ભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે તેમ ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 222 કરોડના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ