Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ટ્રેડરોની નફાકીય વેચવાલીના લીધે સોના-ચાંદી ઘટ્યા, રૂપિયામાં પણ ઘટાડો

ટ્રેડરોની નફાકીય વેચવાલીના લીધે સોના-ચાંદી ઘટ્યા, રૂપિયામાં પણ ઘટાડો

0
105

નવી દિલ્હીઃ ઇસીબી(ECB)એ તેની નાણાકીય નીતિની રૂપરેખા આપતા અને રિપબ્લિકને યુએસ સેનેટ (US Senate)માં બિલ અટકાવી દેતા ટ્રેડરોની નફાકીય વેચવાલી (Profit booking)ના લીધે સોના અને ચાંદીના ભાવ ઘટ્યા હતા.

રોકાણકારો બ્રિટિશ જીડીપીના ડેટા અને અમેરિકાના ફુગાવાના આંકડાની રાહ જોઈ રહ્યા છે, તેના પરથી કોરોના વાઇરસનો ભોગ બનેલા અર્થતંત્રોની સાથે વૈશ્વિક નવસંચાર અંગે વધારે સ્પષ્ટ ચિત્ર મળશે.

એમસીએક્સ પર સોના-ચાંદીમાં ઘટાડો

એમસીએક્સ પર સોનાના વાયદાનો ભાવ પ્રતિ દસ ગ્રામ 0.85 ટકા કે 439 રૂપિયા ઘટીને 51,335 થયો હતો. ચાંદીનો ભાવ 1.45 ટકા કે 999 રૂપિયા ઘટીને 67,992 થયો હતો.

આ પણ વાંચોઃ Indian railway: શનિવારથી શરુ થઇ રહી છે 80 નવી ટ્રેન, જાણો લિસ્ટ?

સોનાનો ભાવ ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રતિ દસ ગ્રામે 287 રૂપિયા વધીને 52,391 થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામે 875 રૂપિયા વધી 69,950 થયો હતો.

સોનાએ સાપ્તાહિક વૃદ્ધિ નોંધાવી

અગાઉના સત્રની નોંધપાત્ર વૃદ્ધિ પછી વિશ્વસ્તરે સોનાના ભાવ ઘટ્યા હતા. જો કે ડોલરે તેનો વધારો ગુમાવતા અને વૈશ્વિક આર્થિક નવસંચાર (Economic recovery)ની શંકાના લીધે સોના-ચાંદી સાપ્તાહિક વૃદ્ધિ સાથે બંધ આવ્યા છે.

આ પણ વાંચોઃ કંગના વિવાદઃ ફડણવીસે ઉદ્વવને કહ્યું- દાઉદનો ઘર છોડી કંગનાનો તોડી દીધો

હાજર સોનાનો ભાવ 0.3 ટકા ઘટીને પ્રતિ ઔંસ 1,947.41 ડોલર થયો હતો, જ્યારે તેણે ગુરુવારે 1,965.9નું બીજી સપ્ટેમ્બર પછીનું શ્રેષ્ઠ સ્તર નોંધાવ્યુ હતુ. સોનું આ સપ્તાહે 0.8 ટકા વધ્યુ છે. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.5 ટકા ઘટી 1,955.30 ડોલર થયા હતા.

અમદાવાદમાં સોના-ચાંદી વધ્યા

અમદાવાદમાં સોના-ચાંદીનો ભાવ જોઈએ તો 99.9 સોનાનો ભાવ 51,500થી 53,000 હતો. જ્યારે 99.5 સોનાનો ભાવ 51,300થી 52,800 હતો. હોલમાર્ક સોનાનો ભાવ 51,940 હતો.

ચાંદી ચોરસાનો ભાવ વધીને 62,000થી 64,500 થયો હતો. ચાંદી રૂપુનો ભાવ 61,800થી 64,300 થયો હતો. જૂના સિક્કાનો ભાવ 575થી 775 હતો.

આ પણ વાંચોઃ કંગનાનો હવે સનિયા ગાંધી પર હુમલોઃ કોંગ્રેસ અધ્યક્ષાના મૌન પર કર્યો વાર

ડોલર ઇન્ડેક્સ તેના હરીફો સામે મજબૂત રહ્યો હતો અને તેણે અગાઉના સત્રમાં યુરો સામેના ઘટાડાને ભરપાઈ કર્યો હતો. મજબૂત ડોલરના લીધે અન્ય ચલણોના ખરીદદારો માટે સોનું વધારે મોંઘુ થશે.

કીમતી ધાતુઓના ભાવની વધઘટ

ચાંદીનો ભાવ 0.3 ટકા ઘટી પ્રતિ ઔંસ 26.84 ડોલર થયો હતો, જ્યારે પ્લેટિનમનો ભાવ 0.1 ટકા હળવો થઈ પ્રતિ ઔંસ 925.59 ડોલર થયો હતો અને પેલેડિયમનો ભાવ 0.4 ટકા ઘટીને 2,283.72 ડોલર થયો હતો.

ક્રૂડમાં ઘટાડાનું ચલણ

WTI ક્રૂડ અને બ્રેન્ટ ક્રૂડ (Crude) બંનેમાં ઘટાડાનું ચલણ હતું. વિશ્વસ્તરે કોરોનાના વધી રહેલા કેસોની વચ્ચે આર્થિક નવસંચાર અંગેના સંશયના લીધે ક્રૂડની માંગ પણ હાલના સ્તરે જળવાઈ રહેવાની શંકાના લીધે WTI ક્રૂડ અને બ્રેન્ટ ક્રૂડ બંને ઘટ્યા હતા. WTI ક્રૂડ 0.40 ટકા ઘટીને 37.15 ડોલર થયુ હતુ અને બ્રેન્ટ ક્રૂડ 0.75 ટકા જેટલું ઘટીને 39.76 ડોલર થયુ હતુ. આમ તે ફરીથી 40 ડોલરની નીચે ઉતરી ગયું હતું.

રૂપિયો પણ ઘટ્યો

જ્યારે રૂપિયો ડોલર સામે સાત પૈસા ઘટીને 73.53 પર બંધ આવ્યો હતો. શુક્રવારે સ્થાનિક ઇકિવટી બજાર રેન્રજ બાઉન્હેડ રહેવાના પગલે રૂપિયો ઘટ્યો હતો. રૂપિયો ડોલર સામે ઇન્ટરબેન્ક ફોરેક્સ માર્કેટમાં 73.50 પર ખૂલ્યો હતો અને દિવસના અંતે 73.53 પર બંધ આવ્યો હતો. દિવસ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં તેણે 73.40ની ઊંચી સપાટી અને 73.61ની નીચી સપાટી બનાવી હતી. રૂપિયો ગઈકાલે ડોર સામે 73.46 પર બંધ હતો. જ્યારે ડોલર ઇન્ડેક્સ 0.13 ટકા ઘટી 93.21 પર બંધ આવ્યો હતો.

બીએસઇ સેન્સેક્સ 14.23 ટકા વધીને 38,854.55 પર બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી 50એ 11,450ની સપાટી સફળતાપૂર્વક જાળવી રાખતા તે 11,464.45 પર બંધ આવ્યો હતો.