Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સોના-ચાંદીના ભાવમાં ત્રણ દિવસના વધારા પછી ઘટાડો જોવા મળ્યો

સોના-ચાંદીના ભાવમાં ત્રણ દિવસના વધારા પછી ઘટાડો જોવા મળ્યો

0
76

નવી દિલ્હીઃ સળંગ ત્રણ દિવસની તેજી પછી સોના-ચાંદીના (bullion) વાયદામાં ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકન ડોલરમાં આવેલી મજબૂતી છતાં પણ સોના-ચાંદીના (bullion)ભાવમાં ઘટાડો થયો છે. જો કે ઇન્ટરનેશનલ માર્કેટમાં બંને ધાતુઓ(bullion) સસ્તી થઈ ગઈ છે.

પ્રારંભિક કારોબારમાં એમસીએક્સ પર સોનાનો ભાવ 0.85 ટકા (bullion)ઘટીને પ્રતિ દસ ગ્રામ 51,319 થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ (bullion)1.4 ટકા ઘટને પ્રતિ કિલોગ્રામ 67,798 થયો હતો. આમ વિદેશમાં હાજર બજારમાં સોનાનો ભાવ 0.3ટકા ઘટીને પ્રતિ ઔંસ 1,954.72 ડોલર થયો હતો. જ્યારે ચાંદી 0.8 ટકા ઘટીને પ્રતિ ઔંસ 27 ડોલર પર આવી ગઈ હતી.

આ પણ વાંચોઃ પેટ્રોલનું વેચાણ પ્રિ-કોવિડ લેવલે પહોંચ્યુ, ડીઝલ પણ તૈયારીમાં

અમદાવાદમાં 99.9 સોનાનો ભાવ 52,000થી 53,500 હતો. જ્યારે 99.5 સોનાનો ભાવ 51800થી 53,300 હતો. જયારે હોલમાર્ક સોનાનો ભાવ 52,430 હતો. ચાંદી ચોરસાનો ભાવ 62,000થી 65,000 હતો અને ચાંદી રૂપુનો ભાવ 61,800થી 64,800 હતો. જૂના સિક્કાનો ભાવ 575થી 775 રૂપિયા હતો.

ડોલર ઇન્ડેક્સ હરીફ ચલણોના બાસ્કેટ સામે 0.4 ટકા વધ્યો હતો,જેથી બીજા કરન્સીધારકો માટે સોનું ખરીદવું વધારે મોંઘુ થઈ ગયુ. યુએસ ફેડરલ રિઝર્વએ પોલિસી મેકર્સને સંકેત આપ્યો છે કે તેમની બેન્ચમાર્ક શોર્ટ ટર્મ વ્યાજદર કમસેકમ 2023 સુધી શૂન્યની આસપાસ રહેશે.

આ પણ વાંચોઃ US ફેડ રિઝર્વના પોલિસી સ્ટેટમેન્ટ પહેલા હાજર સોનું સ્થિર

અગ્રણી વિશ્લેષકોનું માનવું છે કે હાલમાં સોનું જે ભાવે ચાલી રહ્યુ છે તે રોકાણકારો માટે એન્ટ્રીની સારી તક છે. આ સ્તરે સોનામાં રોકાણ કરવાથી રોકાણકારોને સારું વળતર મળશે. આમ જે રોકાણકારોના પોર્ટફોલિયોમાં સોનું નથી અથવા તો ઓછું છે તેણે સોનામાં રોકાણ વધારવુ જોઈએ.

આ સમયે સોનામાં રોકાણ આગામી સમયમાં તમને સારો ફાયદો કરાવી શકે છે. સોનામાં રોકાણનો અર્થ ઘરેણા ખરીદવાનો નથી, પરંતુ ગોલ્ડ એમએફ કે ગોલ્ડ ઇટીએફ(Gold ETF)માં રોકાણ કરવું તે સારો વિકલ્પ છે. ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરવાના લીધે તમારે સોનું વેચતી વખતે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચોઃ US ફેડ રિઝર્વના પોલિસી સ્ટેટમેન્ટ પહેલા હાજર સોનું સ્થિર

કોરોનાની રસી આવશે નહી ત્યાં સુધી સોનાના ભાવમાં ઉથલપાથલ જોવા મળી શકે છે. આ સિવાય સોનાના ભાવમાં મજબૂતાઈ પણ હાલના સ્તરે જળવાઈ શકે છે, પરંતુ અર્થતંત્રની સ્થિતિમાં સુધારો થવાની સાથે અને તેની જોડે-જોડે કોરોનાની રસીનું આગામી વર્ષે આગમન થવાની સાથે સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

આમ હવે આ વર્ષે સોનું મજબૂતાઈ જારી રાખે તેમ માનવામાં આવે છે. આગામી વર્ષે તેના ભાવમાં કદાચ સ્થિરતા આવી શકે. તેથી ઇટીએફના સ્વરૂપમાં સોનામાં રોકાણ વધારવું ફાયદાકારક રહે.