Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સ્થાનિક સ્તરે સોના-ચાંદી સ્થિર, વિદેશમાં સોના-ચાંદી ઉચકાયા

સ્થાનિક સ્તરે સોના-ચાંદી સ્થિર, વિદેશમાં સોના-ચાંદી ઉચકાયા

0
41
  • સોનાએ 2,000 ડોલર તરફ ફરીથી લગાવી દોટ
  • ચાંદીમાં પણ જોવાયેલો સામાન્ય વધારો
  • સ્થાનિક સ્તરે સોના-ચાંદીના ભાવ સ્થિર

નવી દિલ્હીઃ ગુરુવારે સોના(Gold) એ એક સપ્તાહની ઊંચી સપાટીની નજીક જઈ સ્થિરતા દર્શાવી હતી, કારણ કે રોકાણકારો યુરોપીયન મધ્યસ્થ બેન્ક(European central bank)ના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

જો કે છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સોનું 0.90 ટકા જેટલું ઊચકાઈને 1972 પર પહોંચી ગયુ હતુ આ અગાઉ હાજર સોનાનો ભાવ થોડો બદલાઈને પ્રતિ ઔંસ 1,946.10 થયો હતો. તેનો ભાવ ત્રીજી સપ્ટેમ્બરના ભાવ 1,950.51 ડોલરના સ્તરની નજીક છે. અમેરિકાના સોનાના વાયદા પણ પ્રતિ ઔંસ 1,954.50 પર સ્થિર હતા.

તેની સામે હાજર ચાંદી(Silver)ના ભાવ 0.4 ટકા ઘટીને પ્રતિ ઔંસ 26.92 ડોલર થયા હતા. પ્લેટિનમ(Platinum)નો ભાવ 0.3 ટકા વધીને 918.26 ડોલર થયો હતો અને પેલેડિયમનો (Palladium)ભાવ 0.9 ટકા વધીને 2292.28 ડોલર થયો હતો.

આ પણ વાંચોઃ રિલાયન્સનું મૂલ્ય 200 અબજ ડોલરઃ પ્રથમ ભારતીય કંપની બનવાની સિદ્ધિ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરુવારના સત્ર વખતે સોના-ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા. યુરોપીયન મધ્યસ્થ બેન્કની બેઠક હોવાથી રોકાણકારો તેની રાહ જોઈ રહ્યા છે. સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 51,500 હતો. જ્યારે ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલોએ 68,691 હતો.

ડોલર ઇન્ડેક્સ ચાર સપ્તાહની ટોચથી નીચે પછડાયો છે અને તેના લીધે સોનુ અન્ય ચલણો સામે ઓછું મોંઘુ થયું છે. યુકેના સીએમસી માર્કેટ્સના ચીફ માર્કેટ એનાલિસ્ટ માઇકલ હ્યુસને જણાવ્યું હતું કે અમે ઇસીબીના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે અને બજારોએ ત્યાં સુધી હોલ્ડિંગ પેટર્ન અપનાવી છે.

ઇસીબી નીતિગત ફેરફાર નહી કરે તેમ મનાય છે. પણ તે વધારે પ્રોત્સાહનના સંકેત આપી શકે છે, ધૂંધળી આર્થિક સ્થિતિના લીધે તે આ પ્રકારની જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચોઃ કંગનાનો ફરી CM ઉદ્ધવ પર વારઃ કહ્યું-શિવસેના હવે સોનિયાસેના બની ગઇ

ઓગસ્ટના અંતિમ ભાગમાં યુએસ ફેડ રિઝર્વએ જણાવ્યું હતું કે તે સરેરાશ ફુગાવાના લક્ષ્યાંક બનાવવાનો અભિગમ અપનાવશે એટલે કે વ્યાજદર પ્રમાણમાં નીચો રહેશે તથા ભવિષ્યમાં ફુગાવો થોડો વધશે.

અમદાવાદમાં 99.9 સોનાનો ભાવ 51300-52800 છે અને 99.5નો ભાવ 51,100-52,600 હતો. જ્યારે હોલમાર્કનો ભાવ 51,745 હતો.ચાંદી ચોરસાનો ભાવ 62,500 અને 64,500 હતો ચાંદી રૂપુનો ભાવ 62,300 અને 64,300 હતો. ચાંદી સિક્કાનો ભાવ 575-775 હતો.

ક્રૂડમાં જોઇએ તો ડબલ્યુટીઆઇ ક્રૂડ ઓઇલનો ભાવ 0.16 ટકા ઘટીને 37.89 ડોલર થયો હતો. જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 0.19 ટકા ઘટીને 40.60 ડોલર થયો હતો.

સ્થાનિક બજારે જબરજસ્ત તેજી નોંધાવતા રૂપિયો નવ પૈસા વધ્યો હતો અને ડોલર સામે 73.46 પર સ્થિર થયો હતો. નબળા અમેરિકન ચલણ અને હકારાત્મક સ્થાનિક ઇકિવટી બજારના પગલે તેણે આ વૃદ્ધિ નોંધાવી હતી. રૂપિયાએ ઇન્ટ્રા-ડેમાં 73.16ની ઊંચી અને 73.50ની નીચી સપાટી બનાવી હતી.