Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સોનુ, પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડો, ચાંદી અને રૂપિયામાં વધારો

સોનુ, પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડો, ચાંદી અને રૂપિયામાં વધારો

0
269

નવી દિલ્હીઃ ભારતમાં સોના (Gold) પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel)ના ભાવમાં ઘટાડો નોંધાયો છે જ્યારે રૂપિયો ડોલર સામે વધ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ 24 રૂપિયા જેટલો સામાન્ય ઘટીને પ્રતિ દસ ગ્રામે 52,465 થયો હતો. જ્યારે અગાઉના ટ્રેડમાં તે કીમતી ધાતુનો ભાવ પ્રતિ દસ ગ્રામ 52,489 હતો. ડોલરમાં સોનાનો ભાવ પણ પ્રતિ ઔંસ 1,945 ડોલર પર પ્રમાણમાં સ્થિર હતો. ચાંદીનો ભાવ પ્રતિ કિલો 222 રૂપિયા વધીને 69,590 થયો હતો, જે અગાઉના કારોબારમાં 69,369 હતો. જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ ઔંસે 26.85 ડોલર હતો.

અમદાવાદમાં જોઈએ તો સોનાનો ભાવમાં 99.5 સોનાનો ભાવ 51500થી 53000 હતો. જ્યારે 99.5 સોનાનો ભાવ 51,300થી 52,800 હતો, એટલે સોનું પ્રમાણમાં સ્થિર રહ્યુ હતુ. ચાંદી ચોરસાનો ભાવ 62,000થી 64,500 હતો તથા હોલમાર્ક સોનાનો ભાવ 51,940 હતો. જ્યારે રૂપુનો ભાવ 61,800થી 64,300 હતો.

આ પણ વાંચોઃ ટ્રેડરોની નફાકીય વેચવાલીના લીધે સોના-ચાંદી ઘટ્યા, રૂપિયામાં પણ ઘટાડો

જો કે એમસીએક્સ પર સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 151 વધી 51,470 થયો હતો. હાજર માંગમાં જળવાયેલી મજબૂતાઈના લીધે તેના ભાવમાં આ વધારો નોંધાયો હતો. ઓક્ટોબલ ડિલિવરી કોન્ટ્રાક્ટમાં આ ઊંચો ભાવ જોવાયો હતો. તેમા 11,745 લોટનું ટર્નઓવર જોવા મળ્યું હતું. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સહભાગીઓની નવી પોઝિશનના લીધે તેના ભાવમાં આ વૃદ્ધિ જોવાઈ છે.

આ જ રીતે હાજર ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલોએ 328 રૂપિયા વધીને 68,256 થય હતો. બજારના સહભાગીઓએ હાજર માંગમાં વધારે મજબૂતાઈ નોંધાવતા ચાંદીના ભાવમાં આ ઊછાળો નોંધાવ્યો હતો. તેમા 16,373 લોટના સોદા પડ્યા હતા.

આ પણ વાંચોઃ સોનુ અને ચાંદી બંને ઉચકાયા, ક્રૂડ ઓઇલ પણ નીચા સ્તરેથી વધ્યું

રૂપિયો જોઈએ તો તે ડોલર સામે પાંચ પૈસા વધ્યો હતો, જો કે તેમા થોડો પ્રારંભિક સુધારો થયો હતો. ઇન્ટરબેન્ક ફોરેક્સ માર્કેટમાં તેમા મોટાપાયા પર અસ્થિરતા જોવા મળી હતી. તે ડોલર સામે 73.40 પર મજબૂતીથી ખોલ્યો હતો, પણ તેનો આ ઉછાળો ધોવાયો હતો અને છેવટે તે ડોલર સામે 73.48 પર બંધ પર બંધ આવ્યો હતો. આમ તેણે અગાઉના બંદ 73.53 સામે પાંચ પૈસાનો વધારો નોંધાવ્યો હતો.

ઓઇલના ભાવ સોમવારે ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 33 સેન્ટ ઘટ્યુ હતુ અથવા તો તે 0.8 ટકા ઘટીને પ્રતિ બેરલ 39.50 ડોલર થયુ હતુ. જ્યારે ડબલ્યુટીઆઇ ક્રૂડનો ભાવ 34 સેન્ટ કે 0.9 ટકા ઘટીને પ્રતિ બેરલ 36.99 ડોલર થયો હતો.