Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સોનુ અને ચાંદી બંને ઉચકાયા, ક્રૂડ ઓઇલ પણ નીચા સ્તરેથી વધ્યું

સોનુ અને ચાંદી બંને ઉચકાયા, ક્રૂડ ઓઇલ પણ નીચા સ્તરેથી વધ્યું

0
54
  • કોરોનાના વધી રહેલા કેસના લીધે સોના-ચાંદીના ભાવ વધ્યા
  • વિશ્વસ્તરે ક્રૂડ ઓઇલના ભાવ પણ ત્રણ મહિનાના નીચલા સ્તરથી ઉચકાયા
  • રસીનું ટ્રાયલ અટકવાના લીધે શેરબજારોમાં થયેલો ઘટાડો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં બુધવારે સોના-ચાંદી (Gold) ઊચકાયા હતા. સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 251 રૂપિયા વધી 52,149 થયો હતો, જ્યારે ગયઈકાલે તે પ્રતિ દસ ગ્રામે 51,898 પર બંધ આવ્યો હતો.

ચાંદી(Silver)નો ભાવ પણ પ્રતિ કિલોએ 261 રૂપિયા વધીને 69,211 થયો હતો, જે ગઈકાલે 68,950 રૂપિયા હતો.

અમદાવાદમાં સોનાનો ભાવ જોઈએ તો 99.9 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 51300-52,500 હતો. જ્યારે 99.5 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 51,100થી 52,300 હતો. હોલમાર્કવાળા સોનાનો ભાવ 51,450 હતો.

આ પણ વાંચોઃ ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનનાં કાળા બજાર કરનાર 4ની ધરપકડ

આ જ રીતે ચાંદી ચોરસાનો ભાવ 60,500થી 63,500 હતો. ચાંદી રૂપુનો ભાવ 60,300થી 63,300 હતો. જૂના સિક્કાનો ભાવ 575થી 775 હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 1,9331.60 ડોલર પર સ્થિર હતો અને ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ 26.70 ડોલર હતો. મિશ્ર વૈશ્વિક સંકેતોના લીધે સોના-ચાંદીના ભાવમાં મિશ્ર વલણ જોવા મળતું હતું.

કોરોના વાઇરસના વધી રહેલા કેસો અને અમેરિકા-ચીન વચ્ચેના તનાવના લીધે સોનામાં પ્રારંભિક સ્તરે જોવા મળેલો ઘટાડો મર્યાદિત રહ્યો હતો.

ઓઇલના વાયદાએ અગાઉના સત્રમાં થયેલા ઘટાડાને મર્યાદિત કર્યો હતો, પરંતુ કેટલાક દેશોમાં કોરોનાના ઉછાળાના લીધે વૈશ્વિક માંગમાં સ્થિર રિકવરીનીસંભાવના મર્યાદિત થતા ક્રૂડ ઓઇલ વદ્યું હતું.

આ પણ વાંચોઃ કોરોનાના સમાચાર મામલે AMCનું વિવાદિત ટ્વિટ, મીડિયાએ રોષ ઠાલવ્યો

બ્રેન્ટ ક્રૂડ(Crude oil)નો ભાવ 44 સેન્ટ કે 1.1 ટકા વધીને પ્રતિ બેરલ 40.22 ડોલર થયો હતો. બ્રેન્ટ ક્રૂડ મંગળવારે પાંચ ટકાથી વધારે ઘટીને પ્રતિ બેરલ 40 ડોલરથી નીચે ઉતરી ગયુ હતુ, આમ જુન પછી ક્રૂડ ઓઇલ પ્રથમ વખત પ્રતિ બેરલ 40 ડોલરથી નીચે ઉતર્યુ હતુ. જ્યારે યુ.એસ. ક્રૂડ 50 સેન્ટ કે 1.4 ટકા વધીને પ્રતિ બેરલ 37.26 ડોલર થયુ હતુ. બંને અગ્રણી ઓઇલ બેન્ચમાર્ક તેમની ત્રણ મહિનાની નીચી સપાટીની નજીક ચાલી રહ્યુ છે.

આ દરમિયાન રૂપિયા(Rupee) એ બે દિવસના ઘટાડાનો અંત લાવતે ડોલર સામે પાંચ પૈસાનો વધારો નોંધાવી તે 73.55 પર બંધ આવ્યુ હતુ. જ્યારે સ્થાનિક શેરબજારે 400થી વધુ પોઇન્ટનો નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો હતો.

આ પણ વાંચોઃ પૂર્વ MP યોગેન્દ્ર મકવાણાના પુત્ર ભરતના હેબતપુર ખાતેના લાલ બંગલોમાંથી રૂ.30.70 લાખની ચોરી

આ ટ્રેડિંગ સત્રમાં રૂપિયામાં મોટી અફડાતફડી જોવા મળી હતી અને તેણે 73.47ની ટોચ અને 73.73નું નીચું સ્તર બનાવ્યું હતું. મંગળવારે રૂપિયો ડોલર સામે 25 પૈસા ઘટ્યો હતો. મંગળવારે તેણે ડોલર સામે 73.60ની નીચી સપાટી બનાવી હતી, છેવટેે 73.63 પર બંધ આવ્યો હતો. આ દરમિયાન છ દેશોના અગ્રણી ચલણ સામે  ડોલર ઇન્ડેક્સ 0.10 ટકા વધી 93.54 પર બંધ આવ્યો હતો.

બીએસઇનો 30 શેરનો ઇન્ડેક્સ 171.43 પોઇન્ટ ઘટીને 38,193.92 પર બંધ આવ્યો હતો. જ્યારે 39.35 પોઇન્ટ ઘટીને 11,278 પર બંધ આવ્યો હતો.