Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં Building તૂટી પડતાં 3નાં મોતઃ બિલ્ડર જીવરાજ ચાના માલિક સામે ફરિયાદ

સુરતમાં Building તૂટી પડતાં 3નાં મોતઃ બિલ્ડર જીવરાજ ચાના માલિક સામે ફરિયાદ

0
114
  • રાંદેરમાં 35 વર્ષ જૂની બિલ્ડિંગ જર્જરિત થઇ ગઇ હતી
  • ખાલી Buildingની નીચે સૂતા મજૂરો ભોગ બન્યા

સુરતઃ સુરતના રાંદેર વિસ્તારમાં જર્જરિત નિરંજના એપાર્ટમેન્ટનો એક ભાગ ધરાશાયી થતાં ત્રણ મજૂરોના મોત થયા હતા. મંગળવારે વહેલી સવારે આ જર્જરિત ઇમારત (Building)નો ભાગ ધરાશાયી થવાના લીધે મજૂરોને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, પરંતુ ગંભીર ઇજાના લીધે તેમના મોત થયા હતા. આ ઘટનામાં જીવરાજ ચા (Jivraj tea) ના માલિક અને બિલ્ડર સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

35 વર્ષ જૂની આ ઇમારત ( Building)નો ભાગ તૂટવાની જાણ થતાં જ ફાયર ફાઇટર અને 108 એમ્બ્યુલેન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ બચાવકામગીરી કરી કાટમાળ નીચેથી દબાયેલા ત્રણેય મજૂરોને બહાર કાઢ્યા હતા. તેમને 108માં ત્વરિતપણે સુરત સિવિલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચોઃ સોસાયટીના રહીશો આર્મી કેન્ટોન્મેન્ટ મામલે સંરક્ષણ મંત્રી સુધી પહોંચ્યા

મજૂરો ખીલી બિલ્ડિંગ નીચે સૂતા હતા

આ બિલ્ડિંગ (Niranjna Appartment) જર્જરિત થઇ ગઇ હોવાથી મ્યુનિસિપલ તંત્ર દ્વારા તેને ખાલી કરાવી દેવાઇ હતી. જેથી મોટી દુર્ઘટના ટળી હતી. જો કે ઘટનામાં ભોગ બનેલા શ્રમજીવી આ ઇમારત નીચે સૂતા હતા.

આ સમગ્ર ઘટનાના પગલે સુરત મહાનગર પાલિકાના ટોચના અધિકારીઓ દોડી ગયા હતા. મનપાના કમિશનર બંછાનિધી પાનીએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તેની સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાનું પણ કહ્યુ છે અને આ ઘટના માટે જવાબદાર કોઈપણ દોષિતને છોડવામાં આવશે નહી તેમ જણાવ્યું છે.

બિલ્ડરને ઇમારત પાડવાની નોટિસ આપી હતી

રિપોર્ટ મુજબ Niranjna Appartment જર્જરિત થઇ જતાં મ્યું. તંત્રે તેને ખાલી કરાવી બિલ્ડરને બિલ્ડિંગ (Building) તોડી પાડવાની નોટિસ આપી હતી. પરંતુ તેણે ઉદાશીનતા દાખવી બિલ્ડિંગ જેમને તેમ પડી રહેવા દીધી હતી. તેની અવગણનાને કારણે આજે ત્રણ મજૂરોના મોત થઇ ગયા હતા.

આ પણ વાંચોઃવડોદરામાં રસ્તા પર 3000ની ભીડ એકત્રિત, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

જીવરાજ ચાના માલિક ઇમારતના બિલ્ડર

રિપોર્ટ મુજબ 1985માં બંધાયેલી આ 7 માળની ઇમારત (Building)ના બિલ્ડર જીવરાજ ચાના માલિક વિજય શાહ (Jivraj tea- Vijay Shah) હોવાનું કહેવાય છે. પોલીસે વિજય શાહ સામે ઘટનામાં ત્રણ લોકોનાં મોત બદલ ફરિયાદ દાખલ કરાઇ છે. જર્જરિત ઇમારત ખાલી કરી દેવાઇ હતી. છતાં નીચેની દુકાનો ચાલુ હતી. તેથી જો ઘટના દિવસે બની હોત તો વધુ લોકો આ ઘટનામાં ભોગ બની ગયા હોત. બિલ્ડર વિજય શાહને એક વર્ષ પહેલાં જ નોટિસ આપી હતી. પરંતુ તેમણે આ ઇમારત તોડવાનું કામ કર્યું નહતું.