Gujarat Exclusive > દેશ-વિદેશ > મધ્યપ્રદેશમાં બની અનોખી ઘટના, ભેંસનું અપહરણ કરી માલિક પાસે માંગી લાખો રૂપિયાની ખંડણી

મધ્યપ્રદેશમાં બની અનોખી ઘટના, ભેંસનું અપહરણ કરી માલિક પાસે માંગી લાખો રૂપિયાની ખંડણી

0
312

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં એક અપહરણની એવી ઘટના સામે આવી છે જેને જાણીને તમે ચોકી જશો. આ કોઈ વ્યક્તિનું અપહરણ નથી પરંતુ ભેંસનું અપહરણ કરવામાં આવ્યું છે. આ પ્રથમ વખત નથી થયું.અપહરણ કરનાઓએ ભેંસના માલિક પાસેથી ખૂબ મોટી રકમ માંગી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉજ્જૈનના રહેવાશી અંગૂરબાલા હાડાને મોડી રાત્રે એક ફોન આવ્યો અને જણાવ્યું કે તેમની ભેંસનું અપહરણ કરવામાં આવ્યું છે અને ભેંસની સામે તેને મોટી રકમ ચુકવવી પડશે. જણાવી દઈએ કે, હાડા ડેરી ફાર્મના માલિક છે અને તેમની પાસે મુર્રાહ નસ્લની ઘણી ભેંસો છે. આ નસ્લની એક ભેંસની કિંમત દોઢ લાખથી લઈને 2 લાખ રૂપિયા સુધીની છે.

અંગૂરબાલાના જણાવ્યા અનુસાર આ પહેલા પણ આ લોકોએ તેમની ભેંસનું અપહરણ કર્યું હતું અને પૈસા માગ્યા હતા. જોકે, આ મામલો પોલીસ પાસે પહોંચે ત્યા સુધીમાં આ લોકોએ ભેંસને પરત કરવા માટે એક પડોશીને મધ્યસ્થી બનાવીને ડીલ કરીને ઓફર કરી હતી અને કહ્યું હતું કે પૈસા આપીને ભેંસને લઈ જઇ શકે છે.

અંગૂરબાલાના અનુસાર તેણે બદમાશોની વાત માનીને એક લાખ 35 હજાર રૂપિયા આપ્યા બાદ બીજા દિવસે ભેંસને પરત કરી હતી. ત્યારે એક વર્ષ બાદ 28 જૂને જોયુ કે ડેરી ફાર્મમાં તેની 4 ભેંસ ગાયબ થઈ ગઇ છે. ગત વર્ષે અપહરણ થયા બાદ સીસીટીવી કેમેરા લગવામાં આવ્યા હતા. તેમા કેટલાક લોકો અપહરણ કરતા જોવા મળી રહ્યા છે.

જ્યારે હાડાએ તેને તેના જૂના સૂત્રોની માહિતી મેળવી હતી ત્યારે જાણ થઈ હતી કે આ જ બદમાશોએ આ વખતે પણ તેની ભેંસનું અપહરણ કર્યું હતું અને પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ તેઓએ ભેંસોના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલાને લઈને કહ્યું કે, આ પહેલી ઘટના નથી જ્યારે ભેસની ચોરી કરીને તેના બદલામાં પૈસાની માંગ કરી હોય.

કર્ણાટક: ભાજપ સરકારે CM બન્યાના ત્રણ દિવસની અંદર જ ટીપૂ સુલતાન જયંતી રદ કરી