Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બ્રિટનમાં ગુજરાતી મૂળના પ્રથમ ગૃહમંત્રી બન્યા પ્રીતિ પટેલ

બ્રિટનમાં ગુજરાતી મૂળના પ્રથમ ગૃહમંત્રી બન્યા પ્રીતિ પટેલ

0
672

બ્રિટનની પૂર્વ પ્રધાન મંત્રી થેરેસા મેનની બ્રેક્ઝિટ રણનીતિના પ્રખર વિરોધીઓમાં સામેલ ભારતીય મૂળની પ્રીતિ પટેલને (Priti Patel) નવા પ્રધાનમંત્રી બોરિસ જૉનસનની કેબિનેટમાં (Boris Johnson Cabinet) ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. પ્રીતિ બ્રિટનમાં ભારતીય મૂળની પ્રથમ ગૃહમંત્રી બનવામાં સફળ થયા છે. આ ઉપરાંત મૂળ પાકિસ્તાની સાજીદ જાવિદને (Sajid Javid) ગૃહમંત્રી પદેથી હટાવીને તેમને નાણાંમંત્રી બનાવવામાં આવ્યા છે. આ પ્રકારે બ્રિટનમાં (Britain) ગૃહમંત્રી મૂળ ભારતીય અને નાણાંમંત્રી મૂળ પાકિસ્તાની છે.

પ્રધાનમંત્રીનો કાર્યભાર સંભાળ્યા બાદ બોરિસ જૉનસને પોતાની નવી કેબિનેટનું ગઠન કર્યું છે. ડોમિનીક રાબને નવા વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી બોરિસ જૉનસનની ટીમમાં ભારતીય મૂળના વધુ એક સાંસદ આલોક વર્માને પણ જગ્યા મળી છે. તેમણે આંતરરાષ્ટ્રીય વિકાસના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આગરામાં જન્મેલ આલોક શર્મા 5 વર્ષની ઉંમરમાં પોતાના માતા-પિતા સાથે બ્રિટન આવી ગયા હતા.

પ્રીતિ કંજરવેટિવ પાર્ટીના નેતૃત્વ માટે “બેક બોરિસ” અભિયાનની પ્રમુખ સભ્ય હતી. આથી પહેલા જ કહેવામાં આવતું હતું કે, નવા મંત્રીમંડળમાં તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. ગુજરાતી મૂળની નેતા પ્રીતિ બ્રિટનમાં ભારતીય મૂળના લોકોના તમામ કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ હોય છે અને તેને બ્રિટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસક તરીકે જોવામાં આવે છે. બ્રિટનના યુરોપીય સંઘ (Europian Union)ના બહાર નીકળવાના પક્ષમાં જૂન 2016ના જનમત સંગ્રહની આગેવાનીમાં પ્રીતિ પટેલે વોટ લીવ (Vote Leave) અભિયાન ચલાવ્યું હતું.

પ્રિતી પટેલનું ફેમિલી બેકગ્રાઉન્ડ અને રાજનીતિક સફર
47 વર્ષની પ્રીતિ પટેલ સૌ પ્રથમ વર્ષ 2010માં વિટહૈમથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2015 અને 2017માં તેમણે આ જ બેઠક પર વિજય મેળવ્યો હતો. તે ડેવિડ કેમરૂન સરકારમાં રોજગાર રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમના માતા-પિતા મૂળ ગુજરાતી છે, જે યુગાન્ડામાં (Uganda) રહેતા હતા અને 60ના દાયકામાં ઈંગ્લેન્ડ આવી ગયા હતા.

થેરેશા મે સરકારમાં આપ્યું રાજીનામું
બે વર્ષ પહેલા એક વિવાદ બાદ પ્રીતિ પટેલને થેરેશા મે સરકારમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. હકિકતમાં નવેમ્બર 2017માં પ્રીતિએ અંગત પ્રવાસ દરમિયાન ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને ઈઝરાયલી અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ અંગેની જાણકારી તેમણે બ્રિટિશ સરકાર અને ઈઝરાયલમાં બ્રિટનના દૂતાવાસને પણ આપી નહતી. જેને પગલે વિવાદ ઉભો થતા તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. જો કે બે વર્ષ બાદ તેમણે શાનદાર વાપસી કરી છે.

મૂળ પાકિસ્તાની સાજીદ બન્યા નાણાંમંત્રી
પાકિસ્તાની મૂળના સાજિદ જાવિદને નાણાંમંત્રી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. વર્ષ 2018માં સાજિદ થેરેસા મેની સરકારમાં બ્રિટનના પ્રથમ લઘુમતી સમાજમાંથી આવનાર ગૃહમંત્રી બન્યા હતા. નવી સરકારમાં સાજીદને ગૃહમંત્રી પદ પરથી હટાવીને નાણામંત્રી બનાવવામાં આવ્યા છે.

અમેરિકાની ગેરકાયદેસર પ્રવેશતા લોકો પર તવાઇ, સૌથી વધુ ગુજરાતી બન્યા ભોગ