Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આશ્રમ રોડનો વિજય સેલ્સ શો રૂમ કરફ્યુમાં ચાલુ,માલિક નહીં મેનેજર સામે ગુનો!

આશ્રમ રોડનો વિજય સેલ્સ શો રૂમ કરફ્યુમાં ચાલુ,માલિક નહીં મેનેજર સામે ગુનો!

0
66
  • પોલીસે માલિકને બદલે મેનેજરને કેમ આરોપી બનાવ્યાનો સવાલ
  • જરુર પડ્યે માલિક સામે કાર્યવાહી કરીશુંઃ પોલીસનો જવાબ

અમદાવાદઃઆશ્રમ રોડ (Ashram Road)ની એચ.કે.કોલેજની સામે આવેલો વિજય સેલ્સ (Vijay Sales) શો રૂમ શુક્રવારે રાત્રે કરફ્યૂમાં ચાલુ હતો. પોલીસે કરફ્યુ ભંગ (curfew Breaking)નો ગુનો માલિક સામે નહીં પણ મેનેજર સામે નોંધી કાર્યવાહી કર્યાનો સંતોષ લીધો હતો. જોકે સવાલ એ છે કે માલિકની સૂચના વગર મેનેજર શો રૂમ ચાલુ રાખી શકે. નવરંગપુરા પોલીસે આ મામલે તપાસ ચાલુ હોવાનો દાવો કરી જરૂર પડ્યે માલિકો સામે કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું.

આશ્રમ રોડ પર આવેલા વિજય સેલ્સ શો રૂમમાં ઈલેક્ટ્રોનિક્સ આઈટમો જેવી કે,ફ્રિજ, ટીવી, વોશિંગ મશીન,ઓવન,મીક્ષર સહિતની વસ્તુઓનું વેચાણ થાય છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં શાકભાજી વેચાતા ફેરિયાઓનું હેલ્થ સ્ક્રિનિંગ, 5 કોરોના પોઝિટિવ

નવરંગપુરા પોલીસનો કાફલો શુક્રવારે રાત્રે પેટ્રોલિંગમાં નીકળ્યો હતો. જોકે મોદી રાત્રે 10.45 વાગ્યે વિજય સેલ્સ શો રૂમ ચાલુ હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું.

પોલીસે શો રૂમમાં જી તપાસ કરતાં મેનેજર શશાંક હરેશભાઇ મોદી (ઉં,31) રહે,મહાવીરનગર સોસાયટી,વેજલપુર ત્યાં કામ કરતો મળી આવ્યો હતો. કરફ્યુ ભંગમા શો રૂમ ચાલુ રાખવા અંગે શશાંક યોગ્ય જવાબ આપી શક્યો ન હોતો.

આ પણ વાંચોઃ સગીરે મસાલા માટે રૂ.10 ના આપનારા યુવકને કટારના ત્રણ ઘા માર્યા

નવરંગપુરા પોલીસે આ મામલે શશાંક મોદી વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પોલીસે શો રૂમના માલિકોને કેમ આરોપી ના બનાવ્યા તેવા સવાલો ઉઠ્યા હતાં. માલિકની મંજૂરી વગર મેનેજર શો રૂમ ચાલુ રાખી શકે નહીં તેવી ચર્ચા શરૂ થઈ હતી.

નવરંગપુરા પીઆઈ પી.બી.દેસાઈ (PI PB Desai)એ જણાવ્યું હતું કે, આ કેસમાં મેનેજરને આરોપી બનાવ્યો છે. પણ વધુ તપાસ ચાલી રહી છે. માલિકોની શો રૂમ ચાલુ રાખવામાં ભૂમિકા આવશે તો તેઓ સામે પણ કાર્યવાહી કરીશું.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વિવિધ માર્ગો પર દોડશે ગ્રીન અને કલીન ઇલેક્ટ્રીક બસ