Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > કડીમાં ગાડી નો કાચ તોડી 1.25 લાખ રૂ.ની ઉઠાંતરી

કડીમાં ગાડી નો કાચ તોડી 1.25 લાખ રૂ.ની ઉઠાંતરી

0
401

કડી માં લૂંટ ના બનાવો સતત વધી રહ્યા છે જેથી સામાન્ય નાગરીકો સાથે વેપારીઓ પણ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે ત્યારે સોમવારના રોજ કડી મામલતદાર કચેરી પાસે કચેરીમાં કામ માટે આવેલા એક વેપારી ની ગાડીમાંથી અજાણ્યા શખ્સો એ ગાડી નો કાચ તોડી 1.25 લાખ રૂપિયા જેટલી રકમ અને ડેલ કંપનીનો લેપટોપ ધોળા દિવસે ચોરી જતા થોડીવાર માટે ભીડ ભાળ વાળા વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

કડી તાલુકા મામલતદાર કચેરી માં રોજના હજારો લોકો કામકાજ અર્થે આવતા હોય છે ત્યાં પોલીસ તંત્ર દ્વારા લોકો ની સુરક્ષા માટે પોલીસ પોઇન્ટ પણ મુકવામાં આવ્યો છે તેમ છતાં ધોળા દિવસે
ગાડી નો કાચ તોડી અજાણ્યા ઈસમો દ્વારા લૂંટ કરવાથી લોકોમાં ફફડાટ પેસી ગયો છે.કડી તાલુકાના વતની પરંતુ છેલ્લા થોડા સમય થી કામકાજના કારણે અમદાવાદ સ્થાયી થયેલા વરુણભાઈ પટેલ મામલતદાર કચેરીમાં કામ માટે ગયા હતા. તેમણે તેમની ગાડી મામલતદાર કચેરી સામેની પાર્કિંગમાં મુકી હતી. તેઓ જ્યારે મામલતદાર કચેરીમાંથી પાછા આવી ને જોયું તો તેમની આઈ 10 ગાડી નો કાચ તોડી અજાણ્યા ઈસમો 1.25 લાખ ની રોકડ અને એક લેપટોપ ચોરી ગયા હતા. તેમણે તાત્કાલિક કડી પોલીસ નો સંપર્ક સાધી પોલીસ ફરિયાદ કરવાની તજવીજ કરી હતી.

કડી મામલતદાર કચેરી ની બહાર પાર્ક કરેલી ગાડીમાંથી ધોળા દિવસે થયેલી ચોરી થી કડી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી છે. મામલતદાર કચેરી આગળ સીસીટીવી ના અભાવે પોલિસ મૂંઝવણમાં મુકાઈ છે.

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે ઈ-રિક્ષા શરૂ કરવા કરાઈ અરજી