Gujarat Exclusive > દેશ-વિદેશ > પાદરીએ કહ્યું- ‘આવી મહિલાઓને નથી મળતું સ્વર્ગ‘ ક્રોધિત યુવતીએ શું કર્યું? જુઓ VIDEO

પાદરીએ કહ્યું- ‘આવી મહિલાઓને નથી મળતું સ્વર્ગ‘ ક્રોધિત યુવતીએ શું કર્યું? જુઓ VIDEO

0
384

પૂજારી ધર્મ અને ભગવાન સાથે સંકળાયેલ કોઈ પણ વાત કરે, તેમને ફૉલો કરનારા તેમની તમામ વાતો માની લેતા હોય છે. જો કે કોઈના પર અંગત કોમેન્ટ કરો, તો તેઓનો રોષ ભભૂકી ઉઠે છે. આવું જ કંઈક બ્રાઝીલની એક ચર્ચમાં જેવા મળ્યું.

અહીંની એક ચર્ચમાં પાદરીએ એક મહિલા વિશે એવી વાત કરી કે, ત્યારે હાજર તમામ મહિલાઓ અને યુવતીઓ ભડકી ઉઠી હતી. હકિકતમાં બ્રાઝીલની એક ચર્ચમાં પાદરી અથવા પૂજારી ત્યાં ઉપસ્થિત 50 હજારની જનમેદનીને ઉપદેશ આપી રહ્યાં હતી. આ દરમિયાન તેઓ મહિલાઓનો ઉલ્લેખ કરતા બોલી ગયા કે, શરીરમાં ભારે મહિલાઓને સ્વર્ગમાં પણ જગ્યા નથી મળતી.

પાદરીની આ વાત સાંભળી એક યુવતીને એટલો ગુસ્સો આવ્યો કે, તે ભીડમાંથી સીધી સ્ટેજ પર ચડી ગઈ અને પાદરીને ધક્કો માર્યો હતો. વાત આટલેથી જ ના અટકતા તે મહિલા ભીડમાં કૂદી પડે છે. જો કે આ દરમિયાન ભીડ પાદરીને બચાવી લે છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તે યુવતીની પ્રશંસા કરી રહ્યા છે.

મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, અનેક ફ્લાઈટો રદ્દ