Gujarat Exclusive > દેશ-વિદેશ > મોબ લિંચિંગ ઉપર બોલ્યા નસીરુદ્દીન શાહ, પીડીતોને લઈને કહી આ વાત

મોબ લિંચિંગ ઉપર બોલ્યા નસીરુદ્દીન શાહ, પીડીતોને લઈને કહી આ વાત

0
266

નવી દિલ્હી: બોલિવુડ એક્ટર નસીરુદ્દીન શાહ પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. ખુલીને પોતાની વાત રાખનાર એક્ટર નસીરુદ્દીન શાહ એક વાર ફરીથી ચર્ચામાં આવ્યા છે. નસીરુદ્દીન શાહ હાલમાં મોબ લિંચિંગમાં માર્યા ગયેલ લોકોના પરિવારોથી મળ્યા. રવિવારે થયેલ મુલાકાતમાં નસીરુદ્દીન શાહે પરિવારોને સાંતવના આપી હતી. ‘ઘૃણા અપરાધોમાં રાજ્યની ભાગીદારી’ને લઈને મુંબઈના દાદરમાં આયોજિત રાષ્ટ્રિય સમ્મેલનમાં નસીરુદ્દીન શાહે કહ્યું કે, ‘પીડિત અને તેમના પરિવારજનોને મોબ લિંચિંગમાં ઘણુ ભોગવવું પડે છે.’ દાદર ક્ષેત્રમાં થયેલ આ સમ્મેલન ‘ડેમોક્રેટિક યૂથ ફેડરેશન ઓફ ઈંડિયા’એ આયોજિત કર્યો હતો.

એક્ટર નસીરુદ્દીન શાહે સમ્મેલનમાં કહ્યું કે, ‘હું પીડિતોના પરિવારજનોથી મળીને ગર્વ અનુભવી રહ્યો છુ અને હુ તેમના સાહસને સલામ કરુ છું. તેઓ પોતના જીવનમાં આપણા લોકોથી વધારે મુશ્કેળીઓનો સામનો કરે છે. અમે અમારા જીવનમાં તેમના 2 ટકા જેટલી પણ મુશ્કેલીનો સામનો કરતા નથી.’

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે આગળ કહ્યુ કે, ‘ઘણા લોકોએ મને ગદ્દાર પણ કહ્યો છે અને પાકિસ્તાન જવાનુ કહ્યુ. પરંતુ લોકો દ્વારા મને મારેલ ટોણો ટોળા દ્વારા માર્યા ગયેલ લોકોની તુલનામાં કંઈ પણ નથી.’ તેમણે આગળ કહ્યુ કે, ‘મારી સહાનુભૂતી અને મારો સાથ આ લોકોની સાથે હંમેશા રહેશે.’ નસીરુદ્દીન શાહે થોડા સમય પહેલા દેશમાં વધતી મોબ લિન્ચિંગની ઘટનાઓ ઉપર ટિપ્પણી કરી હતી, જેને લઈને તેમની નિંદા પણ થઈ હતી. બુલંદ શહેરમાં મોબ લિંચિંગમાં માર્યા ગયેલ પોલીસકર્મીની મોત ઉપર ટિપ્પણી કરતા કહ્યું હતુ કે, પોલીસકર્મીની હત્યાથી વધારે મહત્વ ગાયની મોતને આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, તેઓ બાળકોને લઈને ચિંતિત છે.

તમિલનાડુ: લોટરી કિંગ વિરુદ્ધ EDનો સપાટો, 61 ફ્લેટ અને 88 પ્લોટ કર્યા જપ્ત