Gujarat Exclusive > યુથ > મનોરંજન > આ તો બોલિવૂડ છે કે દમ મારો દમ ઉદ્યોગ

આ તો બોલિવૂડ છે કે દમ મારો દમ ઉદ્યોગ

0
179
  • બોલિવૂડમાં ડ્રગ્સ અને કોકિન પાર્ટી સામાન્ય બાબતઃ સુશાંતનો મિત્ર યુવરાજ
  • બોલિવૂડમાં ડ્રગ્સ કોણ નથી લેતુ તે સૌથી મોટો સવાલ
  • ડ્રગ્સ ના લો તો બોલિવૂડમાં કામ મળવું લગભગ અશક્ય
  • ગાંજો તો બોલિવૂડમાં સિગરેટની જેમ કોમન થઈ ગયો છેઃ યુવરાજ
  • સુશાંતના મિત્ર, અભિનેતા પ્રોડ્યુસર યુવરાજે બોલિવૂડ અંગે કર્યા ચોંકાવનારા ખુલાસા
  • બોલિવૂડના મોટાભાગના અભિનેતાઓ કોકેનના બંધાણી

મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂત(Sushantsingh Rajput) ના નજીકના મિત્ર તથા અભિનેતા અને ફિલ્મ નિર્માતા યુવરાજ (Yuvaraj) એસ સિંહે જણાવ્યું હતું કે બોલિવૂડ (Bollywood)માં ડ્રગ કલ્ચર (Drug culture) છે. ઉદ્યોગમાં આગળ વધવાની આ એક પદ્ધતિ પણ છે. તેમણે દાવો કર્યો કે બોલિવૂડના મોટાભાગના અભિનેતા કોકેન(Cocain)ના એડિક્ટ છે. યુવરાજે જણાવ્યું હતું કે લગભગ સીત્તેરના દાયકાથી બોલિવૂડમાં ડ્રગ્સનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. જો કે તે સમય જુદો હતો. હવે આ બાબતો બહાર આવી રહી છે.

બોલિવૂડનું મુખ્ય ડ્રગ કોકેન

યુવરાજ જણાવ્યું હતું કે બોલિવૂડમાં કેટલાય લોકો કોકેન લે છે. કેટલાય અભિનેતા અને ફિલ્મ નિર્માતાઓ ડ્રગ્સ લે છે અને તેના લીધે આ ગાંડપણ જોવા મળે છે. ફિલ્મ ઉદ્યોગના લોકપ્રિય ડ્રગ અંગે તેમણે જણાવ્યું હતું કે હવે ગાંજો તો અહીં સિગરેટની જેમ કોમન છે. કેમેરામેનથી લઈને ટેકનિશિયન્સ તથા સેટ પરના લોકો સામાન્ય રીતે ગાંજો લે છે. બોલિવૂડની પાર્ટીઓમાં મુખ્યત્વે કોકેન ચાલે છે. આ સિવાય એમડીએમએ અને એલએસડીનો પણ ઉપયોગ થાય છે. આ ઉપરાંત કેટામાઇનનો પણ ઉપયોગ થાય છે. આ બધા હાર્ડ ડ્રગ છે અને તેની અસર 15થી 20 કલાક રહે છે.

આ પણ વાંચોઃ Parliament Session: બૉલિવૂડના ડ્રગ્સ કનેક્શન પર જયા બચ્ચન ભડકી

ડ્રગ્સના કારણે જ મળે છે કામ

યુવરાજે જણાવ્યું હતું કે મને કેટલાય પ્રસંગે ડ્રગ ઓફર કરવામાં આવ્યુ હતુ. કેટલાય લોકોને તો ડ્રગ્સના લીધે જ કામ મળે છે. જો તમે યોગ્ય વ્યક્તિ એટલે કે કોઈ હીરો કે અભિનેત્રી અથવા તો ડિરેક્ટર સાથે ડ્રગ્સ લો છો તમારા સંપર્ક બની જાય છે. બોલિવૂડનું આવું માઇન્ડસેટ છે.

બોલિવૂડમાં કોણ ડ્રગ્સ નથી લેતું તે સૌથી મોટો સવાલ

યુવરાજને બોલિવૂડમાં ડ્રગ લેનારાઓના નામ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે બોલિવૂડમાં કોણ ડ્રગ્સ નથી લેતુ તે મોટો સવાલ છે. લગભગ બધા લે છે. આ લોકો એક સર્કલમાં રહે છે, તેમા ઓપરેટ કરે છે.

આ પણ વાંચોઃ ‘હું ડ્રગ એડિક્ટ બની ગઈ હતી’, કંગના રનૌતનો જૂનો વીડિયો વાયરલ

કેટલાક મોટા સ્ટાર કોકેનના એડિક્ટ

તેણે દાવો કર્યો કે બોલિવૂડના ટોચના 10થી 15 સ્ટાર કોકેનના એડિક્ટ છે. જો કે તેણે નામ આપવાનો ઇન્કાર કર્યો. તેણે કહ્યું કે તે સાબિત કરવા માટે તેની પાસે કશું ન હોવાથી તે કોઈનું નામ લેવા માંગતો નથી. તેઓ મારી સામે કેસ કરી શકે છે. આ સિવાય મારી ફિલ્મોને લક્ષ્યાંક બનાવી શકે છે. તે ડિસ્ટ્રિબ્યુટરોને મારી સામે ઉશ્કેરી શકે છે. આ રીતે ઇન્ડસ્ટ્રીમાં બદલો લેવાય છે.

અક્ષયકુમાર એકલો જ સાફ

આ મુદ્દા પર હિન્ટ આપતા તેણે જણાવ્યું હતું કે હું એટલું જ કહી શકું કે કેટલાક ટોપ એ-લિસ્ટ એક્ટરમાં દસથી પંદર લોકો સામેલ છે, તેમાથી અક્ષય કુમારને બાકાત કરી શકાય, કેમકે તે એકદમ સાફ અને પ્રામાણિક વ્યક્તિ છે. આ એ-લિસ્ટ ગેંગે એક લોબી બનાવી છે. તમારે તેની જોડે જ કામ કરવુ પડશે, બીજો કોઈ માર્ગ નથી. તે પોતાના લોકોને જ આગળ કરે છે. આ રીતે નેપોટિઝમને વેગ મળે છે. આના લીધે નવી પેઢીનો રસ્તો રોકાય છે.