Gujarat Exclusive > યુથ > મનોરંજન > ડ્રગ્સ કનેક્શન: દીપિકા પછી દિયા મિર્ઝાનું નામ, NCB કરી શકે છે પૂછપરછ

ડ્રગ્સ કનેક્શન: દીપિકા પછી દિયા મિર્ઝાનું નામ, NCB કરી શકે છે પૂછપરછ

0
118

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલમાં અત્યાર સુધી બોલીવુડની અનેક એક્ટ્રેસના નામ બહાર આવી ચુક્યા (Bollywood Drugs Connection) છે. હવે સમાચાર મળ્યા છે કે એક્ટ્રેસ દિયા મિર્ઝા પણ NCBની રડાર પર છે. તેને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકાય છે.

દીપિકા પછી હવે દિયાનું નામ

ઉલ્લેખનીય છે કે મંગળવારે જ ડ્રગ્સ કનેક્શન (Bollywood Drugs Connection)ની તપાસ દરમિયાન NCBને 40 વર્ષની એક એક્ટ્રેસ અંગે પણ જાણ થઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને નમ્રતા શિરોડકર પછી હવે દિયાનું નામ પણ આ કેસમાં સામે આવ્યું છે. NCB તેને પૂછપરછ માટે ટૂંક સમયમાં બોલાવી શકે છે.

Bollywood Drugs Connection

રિપોર્ટ મુજબ ડ્રગ્સ પેડલર્સ અનુજ કેશવાની અને અંકુશ સાથે પૂછપરછ પછી આ એક્ટ્રેસના નામનો ખુલાસો થયો. દિયાની મેનેજર ડ્રગ્સની સપ્લાય તેને પહોંચાડતી હતી.

આ પણ વાંચો: દીપિકાની ડ્રગ્સ ચેટઃ માલ હૈ ક્યા

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં દિયા માટે ખરીદવામાં આવેલા ડ્રગ્સની પાક્કી જાણકારી અને પુરાવા (Bollywood Drugs Connection) NCBને મળ્યા છે. રિપોર્ટ મુજબ મેનેજરે ડ્રગ્સ પેડલર્સ સાથે બે વાર મીટિંગ પણ કરી હતી. તેથી આવનારા દિવસોમાં પહેલા એક્ટ્રેસની મેનેજરની પૂછપરછ થઇ શકે છે અને તે પછી એક્ટ્રેસને પણ NCB પૂછપરછ માટે બોલાવી શકે છે.

આ પણ વાંચો: Sushant Drug case: સારા, શ્રદ્ધા અને રકૂલને NCB સમન્સ મોકલવાની તૈયારીમાં

નોંધનીય છે કે એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું મોત 14 જૂન 2020ના રોજ થયુ હતું. તે તેના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. તે પછી સુશાંતના પિતાએ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. કેસની તપાસ મુંબઈ પોલીસથી શરૂ થઇ અને હવે કેસમાં સીબીઆઈ, ઈડી અને એનસીબી તપાસમાં લાગેલી છે. એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને એનસીબીએ ન્યાયિક અટકાયતમાં રાખી છે. સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલને લઇને એનસીબી ઝડપી કાર્યવાહી કરી રહી છે. તેમાં અત્યાર સુધી અનેક એક્ટ્રેસેઝના નામ બહાર આવ્યા છે.