Gujarat Exclusive > દેશ-વિદેશ > બોલિવૂડ એક્ટરે ચંદીગઢની હોટલમાં મંગાવ્યા 2 કેળા, બિલ જોઇને ચોકી ગયો

બોલિવૂડ એક્ટરે ચંદીગઢની હોટલમાં મંગાવ્યા 2 કેળા, બિલ જોઇને ચોકી ગયો

0
637

સોશિયલ મીડિયા પર બોલિવૂડ એક્ટર રાહુલ બોસે એક વીડિયો શેર કરતા પોતાની વ્યથા ઠાલવી છે. રાહુલ બોસ એક ફિલ્મના શૂટિંગ માટે અત્યારે ચંદીગઢમાં છે. રાહુલ બોસ જે હોટલમાં રોકાયો હતો તે હોટલમાં તેને જિમ બાદ બે કેળાનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ તે કેળાનું બિલ જોઇને ચોકી ઉઠ્યો હતો. રાહુલ બોસે મંગાવેલા બે કેળાની કિંમત 442 રૂપિયા હતી. જે બાદ રાહુલ બોસે ટ્વીટર પર કેળાની ટેગ પ્રાઇસ શેર કરી હતી. જે બાદ લોકોએ હોટલને આડેહાથ લીધી હતી.

બોલિવૂડ અભિનેતા રાહુલ બોસ આ વખતે ચંદીગઢમાં ફિલ્મનું શૂટીગ કરી રહ્યા છે.રાહુલ ફિલ્મનું શૂટિગ કરવા માટે શહેરની એક ભવ્ય હોટલમાં રોકાયા હતા પરંતુ હોટલનું બિલ જોતા રાહુલ હેરાન થઈ ગયા હતા.તેમણે સોશિયલ મિડીયામા એક વીડિયો વાયરલ કર્યો હતો જેમા તેમણે જણાવ્યું હતું કે આલીશાન હોટલમાં બે કેળાની કિંમત 442 રુપિયા થાય છે.

રાહુલ બોસ વીડિયોમાં જણાવી રહ્યા છે કે કોણ કહે છે કે ફળ તમારી જીંદગીમાં નુકશાન દાયક નથી ?હું શુટિગના લીધે ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો અને ત્યાં વર્કઆઉટ પછી બે કેળા ખાવા માટે ઓર્ડર આપ્યો અને કેળાની સાથે એક બિલ પણ સાથે આવ્યું જેમા બે કેળા પર જીએસટી સાથે 442 રુપિયા કિંમત લખેલી હતી.

રાહુલનો આ વીડિયો સોશિયલ મિડિયા પર ઘણું વાયરલ થઈ રહ્યો છે.સોશિયલ મીડિયામાં લોકો રાહુલ બોસની પોસ્ટ પર ટિપ્પણીઓ કરી રહ્યા છે, કોઈકે કોમેન્ટ કરતા લખ્યું છે કે જેટલું જીએસટી લગાડયું છે તેટલામાં તો ડઝન કેળા આવી જાય છે.

સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ હોટલ સામે ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો. એક વ્યક્તિએ જણાવ્યું હતું કે જો તમે બનાના મેંગો શેક માંગ્યુ હોત તો તેની કિંમત આગામી આઈફોનના બરાબર હોતી.

વડોદરા: શહીદ આરીફનો પાર્થિવ દેહ પરિવારને સોપવામા આવ્યો,દોઢ વાગ્યે નિકળશે અંતિમ યાત્રા