Gujarat Exclusive > યુથ > મનોરંજન > ઓફિસ તોડ્યા બાદ BMCની નજર હવે કંગનાના ઘર પર, ક્વીન વિફરી- ઉદ્વવ ઠાકરે અને કરણ જોહરને ઊઘાડા પાડીશ

ઓફિસ તોડ્યા બાદ BMCની નજર હવે કંગનાના ઘર પર, ક્વીન વિફરી- ઉદ્વવ ઠાકરે અને કરણ જોહરને ઊઘાડા પાડીશ

0
117
  •  BMCની સિવિક બોડીએ કોર્ટમાં કંગનાનું ઘર તોડવા મંજૂરી માગી
  • કંગનાએ લોકેને કહ્યું -આજે મારું ઘર તૂટ્યું, કાલે તમારો વારો આવશે

મુંબઇઃ મહારાષ્ટ્રમાં કંગના અને શિવસેના વચ્ચેનો જંગ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. BMCએ માત્ર 24 કલાકની નોટિસ બાદ કંગના રણૌતની ઓફિસ પર બુલડોઝર ફેરવી દીધું. હવે તેની નજર કંગનાના ઘરને તોડવા પર છે. જેના માટે બૃહ્મમુંબઇ કોર્પોરેશને કોર્ટમાં અરજી દાખલ કરી દીધી છે. જો કે આ પગલાંથી ક્વીન કંગના વીફરી ગઇ છે. તેણે ફૂંફાળા મારતા કહ્યું કે મરું કે જીવું, CM ઉદ્ધવ ઠાકરે અને ફિલ્મ મેકરને કરણ જોહરને ઊઘાડા પાડી દઇશ.

બુધવારે કંગના મુંબઇ પહોંચે તે પહેલાં BMCએ ગેરકાયદે બાંધકામ હોવાનું કહી કંગનાની ઓફિસમાં તોડફોડ કરી દીધી હતી. જોકે પાછળથી હાઇકોર્ટે તેના પર સ્ટે મૂકી દીધો હતો. તેથી નગરપાલિકાએ હવે કંગનાના ઘર પર કરડી નજર કરી છે. કાયદાકીય અડચણ ન નડે એટલે બીએમસીની સિવિક બોડીએ કોર્ટમાં અરજી દાખલ કરી ડિમોલિશન( બાંધકામ તોડવા)ની મંજૂરી માગી છે. અરજીમાં કંગનાના ખાર વિસ્તારમાં બનેલા ફ્લેટમાં 8 ગેરકાયદે બાંધકામ ગણાવ્યા છે. તેથી કંગના પણ ભડકી ગઇ છે. તેણે ટ્વીટ કરી કે,

” હવે ગમે તે થઇ જાય હું જીવું કે મરું, પણ ઉદ્ધવ ઠાકરે અને કરણ જોહર ગેંગને ઊઘાડી પાડીને જ ઝંપીશ.”

ઓફિસ ડિમોલિશન મામલે ગુરુવારે સુનાવણી

વાસ્તવમાં BMC હવે કંગનાની પાછળ હાથ ધોઇને પડી ગઇ હોવાનું લાગે છે. તેથી જ હાઇકોર્ટે કંગનાની ઓફિસ તોડવા સામે સ્ટે મૂકતા નગરપાલિકાએ કંગનાના ઘરને તોડવા માટે કોર્ટમાં પહેલેથી જ અરજી નાંખી દીધી. BMCનું કહેવું છે કે કંગનાના ખારના ફ્લેટમાં 8 બાંધકામ ગેરકાયદે છે. ઓફિસ મામલે ગુરુવારે હાઇકોર્ટમાં બપોરે આશરે ત્રણ વાગે સુનાવણી શરુ થશે. ત્યારે BMC પોતોની દલીલો રજૂ કરશે.

આ પણ વાંચોઃ live: કંગના બેફામ; તોછડાપણા પર ઉતરી: CMને કહ્યું- ‘ઉદ્ધવ ઠાકરે આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટશે’

કોર્ટે BMC પાસે જવાબ માંગ્યોઃ આટલી ઊતાવળ કેમ?

કંગનાના વકીલ રિઝવાન સિદ્દિકીએ બુધવારે બોમ્બે હાઇકોર્ટમાંથી કંગનાની ઓફિસમાં તોડફોડ સામે સ્ટે તો લઇ લીધો હતો. જેના પર આવતી કાલે ગુરુવારે સુનાવણી હાથ ધરાશે. હાઇકોર્ટે કંગનાની ઓફિસનું ગેરકાયદે બાંધકામ તોડવા માટે આટલી ઉતાવળ શા માટે કરી હોવા અંગે બીએમસી પાસે જવાબ માંગ્યો છે.

બે વર્ષ પહેલાં નોટિસ આપી હતી

બીએમસીનું કહેવું છે કે કંગના રણૌતને બે વર્ષ પહેલાં નોટિસ આપી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે ઘરમાં ખોટી રીતે રિનોવેશનનું કામ કરાયું છે. જે નિયમોનું ઉલ્લંઘન છે. ત્યારે કંગનાએ સિવિલ કોર્ટમાં જઇ સ્ટે ઓર્ડર લઇ લીધો હતો. હવે બીએમસીએ કોર્ટમાં કેવિએટ દાખલ કરી છે. તેનું કહેવું છે કે સ્ટે ઓર્ડર રદ કરી દેવામાં આવે અને ડિમોલિશનની પરવાનગી આપવામાં આવે.

આવો ઉદ્ધવ ઠાકરે-કરણ જોહરની ગેંગ… કંગના

કંગનાએ પહેલાં તો CM ઠાકરેને પડકાર ફેંક્યો હતો. પછી ઘર પર પણ નજર થતાં કંગનાએ સાંજે ફરી ટ્વીટ કરી કે,

“ઉદ્ધવ ઠાકરે અને કરણ જોહર ગેંગ આવો તમે મારી ઓફિસ તોડી નાંખો, હવે મારુ ઘર તોડી નાંખો, પછી મારો ચહેરો મારું શરીર તોડો. હું ઇચ્છુ છું કે દુનિયા એ સ્પષ્ટપણે જુએ કે તમે આમ પણ શું કરતા હતા. હું ભલે મરું કે જીવું પણ તમને ઊઘાડા પાડીશ.”

આ પણ વાંચોઃ શરદ પવાર પણ કંગનાની વ્હારેઃ કહ્યું- ‘મુંબઈમાં છે ઘણા ગેરકાયદેસર બાંધકામ’

સીએમ અંગેનો મારું બિરુદ સાચુ હતુંઃ કંગના

કંગનાએ ત્યાર બાદ બીજી ટ્વીટ કરી, જેમાં લખ્યું કે,

” છેલ્લા 24 કલાકમાં મારી ઓફિસને અચાનક ગેરકાયદે ગણાવી દીધી. તેમણે ફર્નિચર અને લાઇટિંગ સહિત અંદર બધુ જ તબાહ કરી નાંખ્યું. હવે મને ધમકી મળી રહી છે કે મારા ઘરે આવશે અને તેને પણ તોડી પાડશે. મને આનંદ છે કે ફિલ્મ માફિયાના પસંદગીના વિશ્વના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી”નું મારુ બિરુદ સાચું હતું.”

આ પણ વાંચોઃ શિવસેનાની ધમકી વચ્ચે આજે મુંબઈ પહોંચશે કંગના રનૌત, કોરોના રિપોર્ટ નેગેટિવ

આજે મારુ ઘર તૂટ્યું છે, કાલે તમારો વારો, જાગી જાવઃ કંગના

કંગનાએ ઉપરા-ઉપરી ત્રીજી ટ્વીટ પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું કે,

” આજે તેમણે મારું ઘર તોડ્યું, કાલે તમારું હશે. સરકારો આવતી જતી હોય છે. જ્યારે તમે એક અવાજના હિંસક દમનને સામાન્ય ગણાવો છો તો, તે એક આદર્શ બની જાય છે. આજે એક વ્યક્તિને દાવ પર લગાવવામાં આવી રહી છે. કાલે તે હજારોનું જોહર હશે. હવે જાગી જાવ.”

ખારમાં ડીબી બ્રિજ બિલ્ડિંગમાં કંગનાનું ઘર

kangna houe khar

નોંધનીય છે કે મુંબઇ ખાર વિસ્તારમાં ડીબી બ્રિજ બિલ્ડિંગના 5મા માળે કંગનાનું ઘર આવેલું છે. બીએમસી મુજબ કંગનાએ પરવાનગી વિના તેમાં 8 જગ્યાએ ફેરફાર કર્યા છે. જેમાં બાલકોની અને વરંડામાં ખોટી રીતે બાંધકામ કરવામા આવ્યું છે. કિચનમાં પણ થયેલું રિનોવેશન ખોટું છે.

આ પણ વાંચોઃ કંગના રનૌતની ઓફિસમાં તોડફોડ પર બૉમ્બે હાઇકોર્ટે લગાવી રોક