Gujarat Exclusive > યુથ > મનોરંજન > કંગના રનૌતની ઓફિસમાં તોડફોડ પર બૉમ્બે હાઇકોર્ટે લગાવી રોક

કંગના રનૌતની ઓફિસમાં તોડફોડ પર બૉમ્બે હાઇકોર્ટે લગાવી રોક

0
85

મુંબઈ : કંગના રનૌત મુંબઇ પહોંચે તે પહેલાં જ આજે બુધવારના રોજ BMC નાં કર્મચારીઓએ કંગનાની ઓફિસમાં તોડફોડ (BMC demolishing Kangana Ranaut Office) શરૂ કરી દીધી હતી. જો કે કંગના રનૌત (Kangana Ranaut) ની ઓફિસને BMC દ્વારા આજે તોડી પાડવાના અભિયાન પર બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court) એ પ્રતિબંધ લગાવી દીધો છે. બોમ્બે હાઇકોર્ટે કંગના રનૌતની ઓફિસમાં તોડફોડ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

તમને જણાવી દઇએ કે BMC દ્વારા કંગનાની ઓફિસ તોડી પાડવાનું શરૂ કરાતા તે બુધવારના રોજ આજે બોમ્બે હાઇકોર્ટ પહોંચી હતી, જ્યાં તેની અરજી બાદ કોર્ટે BMC પાસે જવાબ માંગ્યો. હકીકતમાં, આ પહેલાં હાઇકોર્ટે એક આદેશમાં જણાવ્યું હતું કે, “30 સપ્ટેમ્બર સુધી કોઇ પણ બિલ્ડીંગ ધરાશાયી નહીં કરી શકાય.”

કંગના રનૌતની ઓફિસ આ વર્ષે જ જાન્યુઆરીમાં 48 કરોડની કિંમતથી બનીને તૈયાર થઇ ગઇ છે. જેની પર અચાનક જ એક દિવસ પહેલાં BMC ના અધિકારીઓએ એક નોટિસ પાઠવી હતી. કંગનાને આ નોટિસનો જવાબ આપવા માટે 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો અને 24 કલાક થતાની સાથે જ BMCએ તોડફોડની કાર્યવાહી શરૂ કરી દીધી છે. એવામાં BMCએ આ કાર્યવાહી વિરૂદ્ધ કંગના રનૌત બોમ્બે હાઇકોર્ટ પહોંચી ગઇ છે. આ મામલે આજે સુનાવણી પણ થશે.

કંગના મુંબઈ પહોંચે તે પહેલાં જ BMC (BMC demolishing Kangana Ranaut Office) એ તેની મુંબઈ સ્થિત ઓફિસનું બાંધકામ તોડી પાડવાનું શરૂ કરી દીધું હતું. જો કે કંગનાએ ટ્વિટર પર તોડફોડની તસવીર પણ શૅર કરી હતી. કંગનાએ અન્ય એક ટ્વીટમાં એમ પણ કહ્યું હતું કે “આ બિલ્ડિંગ નથી, રામ મંદિર છે”.

કંગનાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, “હું ક્યારેય ખોટી નથી હોતી અને મારા દુશ્મનોએ આ સાબિત કરી નાખ્યું છે એટલે જ હું કહું છું કે મુંબઇ POK છે.” સંજય રાઉત સાથે થયેલા ટ્વિટર વૉર બાદ આ મામલો વધારે બિચક્યો હતો. આ ઉપરાંત કંગનાએ સુશાંત કેસમાં પણ ઘણી બધા નિવેદનો આપ્યા હતાં.

આ સિવાય પણ વધુ એક ટ્વિટમાં કંગનાએ લખ્યું છે કે, “પાકિસ્તાન સાથે હેશટેગ માર્યું છે કે #deathofdemocracy” આ પહેલા જ્યારે BMCના માણસો કંગનાની ઑફિસે પહોંચ્યા ત્યારે કંગનાએ ટ્વિટ કર્યું હતું કે “આ બાબર અને તેની આર્મી છે.”

ચંદીગઢ એરપોર્ટ પર પહોંચતા પહેલાં કંગના રનૌત Y કેટેગરીની સુરક્ષા હેઠળ આવી હતી

મુંબઈ આવતા પહેલાં કંગનાએ ટ્વિટ કરી કહ્યું હતું, “ના ડરીશ, ના ઝુકીશ”