Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનનાં કાળા બજાર કરનાર 4ની ધરપકડ

ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનનાં કાળા બજાર કરનાર 4ની ધરપકડ

0
66
  • કાળાબજાર કરવાનું કૌભાંડ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડમી ગ્રાહક બની ઝડપી પાડ્યું
  • સુરતના ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી
  • કોરોનાની સારવારમાં લોકોએ સેવાના બદલે લાખોની કમાણી કરી લીધી

સુરત : કોરોનાની સારવારમાં પણ લોકોએ સેવાના બદલે લાખોની કમાણી કરી લીધી છે. તેમાં પણ ખાસ કરીને ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનનું કાળાબજાર (Surat Latest News) કરવાનું કૌભાંડ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના સ્ટાફે ડમી ગ્રાહક બની ઝડપી પાડ્યું હતું. સુરતના ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે વધુ ચારની ધરપકડ કરી છે.

કોરોનાની મહાબિમારી સામે લડવા સરકારે ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનના ઉપયોગને મંજૂરી આપી હતી. જો કે આ ઇન્જેક્શન મોંઘું હોય અને દરેકને જરૂરિયાત વાળું હોવાથી તેના કાળા બજાર શરૂ થઈ ગયા હતાં. જેમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગને આ અંગે માહિતી મળતા તેમના સ્ટાફે ડમી ગ્રાહક બની આખું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ મામલે સુરતના (Surat Latest News) ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે ન્યુ શાંતિ મેડિસીન્સના માલિક મિતુલ મહેન્દ્ર શાહની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ કોરોના સામે જંગને મોટો ફટકો! ઑક્સફોર્ડ યુનિવર્સિટીએ વૅક્સિનનું ટ્રાયલ અટકાવ્યું

મિતુલ શાહે પોતાના અમદાવાદ રહેતા અને સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ પર કામ કરતાં મિત્ર ઘનશ્યામ વ્યાસ સાથે મળી આ ખેલ કર્યો હતો. મિતુલ અને ઘનશ્યામ 5 વર્ષ પહેલા મેડિકલમાં લાઇનમાં નોકરી કરતા હતાં. જેથી તેમની વચ્ચે મિત્રતા થઈ હતી. મિતુલ સુરતના અડાજણ અને વેસુમાં હોલ સેલરમાં દવા વેચતાં સાર્થક ફાર્મના માલિક ઉમા સાકેત કેજરીવાલને ઓળખતો હતો. જેથી મિતુલે જ ઉમા કેજરીવાલની ઘનશ્યામ સાથે ઓળખાણ કરાવી હતી.

ઘનશ્યામ પાસેથી ઉમા કેજરીવાલે 3 ઈન્જેક્શનો 1.50 લાખની કિંમતના અમદાવાદથી (Surat Latest News) મંગાવ્યાં હતા. મિતુલ શાહને રૂપિયા આપ્યા બાદ ઘનશ્યામે ઈજેક્શનો કુરિયરમાં ઉમાની દુકાને મોકલ્યા હતાં. ઉમાએ નફો મેળવી 50 હજારના ઇન્જેક્શન 57 હજારમાં વેચી દીધા હતાં.

આ ઈન્જેક્શનનાં કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર એવા અમદાવાદના સિવિલમાં કોન્ટ્રાકટ પરના કર્મચારી ઘનશ્યામ અનિરુદ્ધ વ્યાસ, અમિત મંછારામણી, અભિષેક ટીકમાણી અને અમદાવાદની ધ્રુવી ડિસ્ટ્રીબ્યુટર્સના માલિક ભાવેશ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. ઉમરા પોલીસે ચારેય આરોપીઓના રિમાન્ડ માટેની તૈયારી પણ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Unlock-4: 21 સપ્ટેમ્બરથી સ્કૂલે જઈ શકશે ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓ